________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૭૬
સમજે તો માણસ બરાબર પૂરી લાઈન પર આવી જાય.
દાદાશ્રી : બ્રહ્મચર્ય લેવા મારી પાસે આવે જ છે ને, જોડે બ્રહ્મચર્ય લેવા આવે છે ઘણાં. એટલે આ પહેલી વખત વિષય ઉપર આ લખવામાં આવ્યું છે. પહેલી વખત અને વિષયનું તાદ્રશ્ય સ્વરૂપ બતાવ્યું છે. પ્રશ્નકર્તા : આપે જે ફોડ પાડ્યા છે, એવાં ફોડ હજી સુધી પડ્યા જ નથી.
દાદાશ્રી : ફોડ શી રીતે પડે પણ, આ પોતે બેભાન ? આમાં ને આમાં પડી રહ્યા હોય, ત્યારે તો આ સમજતાં નથી કે આ વિષય શું છે
ચીજ ?!
એટલે સીક્રેસી છે તે, માટે બ્રહ્મચર્યની વાત નથી નીકળતી. એટલે મારે કહેવું પડે છે બાવાઓ માટે, કે કેમ એ તરફની સીક્રેસી કાઢતાં નથી ? આ લોકોને હજારો વર્ષ સુધી આ પુસ્તકો કામ કરશે. બ્રહ્મચર્યનું કોઈએ કહ્યું જ નહીં ને બ્રહ્મચર્યની વાત જ કોઈએ ઉઘાડી કરી નહીં.
આ ચોપડી વાંચીને પાળ. ચોપડીને વાંચ્યા વગર કોઈ પાળે તો અર્થ વગરનું છે. સમજણ વગરનું કરે ને એ નકામું છે, સમજણપૂર્વક હોવું જોઈએ. વાંચો આ પુસ્તકમાં લખેલું છે ને એ એની મેળે જ બ્રહ્મચર્ય પાળવાનું મન થાય.
ત કરી વાત કોઈ બાપે !
તારા બાપાએ સમજણ તો પાડેલી ને તને ?
પ્રશ્નકર્તા : ન્હોતી પાડી એવી બધી. આજકાલ કોઈ બાપા કે કોઈ સમજણ પાડે નહીં આવી કોઈ !
દાદાશ્રી : ના વાત કરે, નહીં ? કોઈ બ્રહ્મચર્યની વાત કોઈ પુરુષ બોલતો નથી, કોઈ સ્ત્રી પાસે. એનું શું કારણ છે કે દાનત મહીં ચોર છે બધાની, અને મા-બાપ કેમ નહીં કાઢતા ? ત્યારે કહે છે કે એમને શરમ આવે છે. પોતે ના પાળતા હોય તો કેવી રીતે બોલે ? એટલે બ્રહ્મચર્યની
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૭૭
વાત કરે તો માણસ ડાહ્યો થાય ! બ્રહ્મચર્ય શબ્દ જ સાંભળ્યો નથી. અને બ્રહ્મચર્ય ઉપર તો બે પુસ્તક લખાયા છે, તે માણસ બ્રહ્મચર્ય ના પાળતો હોય તો ય પાળવાની શરુઆત કરી દે !
બ્રહ્મચર્યનું તો કોઈ દહાડે મૂંખે ય ના જોયું હોય તે ય બ્રહ્મચર્ય પાળવાનું શરુ કરી દે. તે પાંત્રીસ વર્ષના બેઉ જણ આવ્યા. તે મને કહે છે, અમારે છે તે બ્રહ્મચર્ય લેવું છે. ત્યારે મેં કહ્યું, કેમ આટલી નાની ઉંમરમાં બન્ને જણ.... ત્યારે કહે, ‘તમારું બ્રહ્મચર્યનું પુસ્તક વાંચ્યું એટલે અમને જવાબદારી સમજાઈ ગઈ, હવે અમારે પેલું બધું ના જોઈએ.’ આ પુસ્તકે બહુ જણને ફેરવ્યા. ભાન જ નહીં ને ? આ બધા લોક કરતાં આવ્યા, પાડોશી કરતાં આવ્યા, પ્રેસિડન્ટ કરે, વડોપ્રધાન આવું કરે, બીજા બધા આવું કરે. સાધુ આચાર્યો મહીં કેટલાક ઉંધા છતાં કર્યા કરે. તે પછી લોકોએ જાણ્યું કે આ જ મુખ્ય વસ્તુ છે, આ જગતમાં. એટલે એનો વિચાર જ નથી કર્યો કોઈએ. આમાં સુખ નથી. આ વાંચ્યું ત્યારથી ખબર પડી ગઈ કે આવું જાણતા જ ન્હોતા, નહીં તો પૈણત જ નહીં ને ! આ ય જાણી ગયા આપણે. ખરાં વર્ષો એમ ને એમ કાઢ્યા શીલદર્શક વગર. હવે કહે છે ‘હું ફાવી ગયો !’
આ તો ઘણું સુખ વર્તે, લોકો કેટલાંક માણસોને તો એટલું બધું સુખ વર્તે છે ! આ પુસ્તક વાંચ્યા પછી સમજાયું કે આટલું બધું જોખમ ને આટલું બધું પાપ ને આટલો બધો દોષ હોવા છતાં ય અમે આમાં પડી રહ્યા છીએ. આ લોકસંજ્ઞાથી, લોક આમાં પડ્યું છે. એટલે આમાં પડ્યા છીએ. જાનવરો પડ્યા, માણસો પડ્યા. કોઈ માણસ રહ્યું જ ક્યાં છે ? બીજા ચાર વિષયોનો વાંધો નથી, આ જ વિષયની ભાંજગડ છે. એટલે નહીં સમજણથી આ બધું ઊંધું ચાલ્યું છે બધું !
આ પુસ્તક વાંચ્યા પછી એવા અનુભવ થાય છે કે વિષયના વિચાર જ નથી આવતા, બંધ થઈ ગયા !
‘ગાઈડ' વાપરી થયાં પાસ...
એક ભઈ તો પુસ્તક વાંચીને આવેલા. બહુ વેદનાં કરતાં’તા. મેં