________________
૨૭૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : એવા ઉપદેશને શું કરવાના ? એ ઉપદેશ જ ના કહેવાય ને ? ઉપદેશક તો, એવો બોલ બોલે ને, તો આપણને વિષય ઉપર વૈરાગ આવે કે આવું હોય !?! વિષય તો જો સંભારને, તો એ તો જીવતું નર્ક છે. વિષયને જો જ્ઞાની પુરુષ પાસે સમજી લે, કે ઓહોહો, આખા જગતની દુગંધ એમાં છે ! આખા જગતનું દુ:ખ એમાં છે !! આખા જગતની બધી મુશ્કેલીઓ એમાં છે !!! આ તો કશું લોક જાણતા જ નથી. તેથી મૂર્ખાઈને લઈને આ બધું ઊંધું ચાલ્યા કરે છે.
ઉપદેશક બે જાતના હોવા જોઈએ. કાં તો જ્ઞાની હોવો જોઈએ ને અજ્ઞાની હોય, પણ શીલવાન હોય તો ચાલે ! શીલ ના હોય તો તો કશું કોઈનો દહાડો ય ના વળે. ઊલટાં એમને મળવાથી દુ:ખ વધી જાય. સંપૂર્ણ ચારિત્ર તો કોને કહેવાય ? શીલને ચારિત્ર કહેવાય. શીલ એટલે વિષયનો વિચાર ના આવે. અમને વિષયનો એક પણ વિચાર ના આવે. અમારું ચારિત્ર એ ચારિત્ર કહેવાય. સંયમ પરિણામી એને કહેવાય કે જેને વિષયનો વિચાર જ ના આવે !
ખરો બ્રહ્મચારી જ બોલે બ્રહ્મચર્ય પર ! પ્રશ્નકર્તા : કેટલાંક મહાપુરુષોએ બ્રહ્મચર્ય પર ખૂબ ભાર મૂક્યો છે.
દાદાશ્રી : ભાર મૂકેલો ખરો પણ પુસ્તક નહીં લખેલું. ઉપાય બતાવેલા નહીં. ઉપાય શી રીતે જાણે ? જ્યાં સુધી પોતે બ્રહ્મચર્ય સંપૂર્ણ પાળ્યું નથી.
સમજથી પ્રાપ્ત બ્રાહ્મચર્ય
૨૭૫ અબ્રહ્મચર્યની જવાબદારી સમજે, ત્યારે બ્રહ્મચર્ય પાળે માણસ. કેટલી બધી જવાબદારીઓ છે એવું જ્યારે સમજે, એને ભાન જ નથી કે અબ્રહ્મચર્ય શું છે તે, અને એ ભાનવાળું એક પુસ્તક નથી હિન્દુસ્તાનમાં જેમાં ભાન બતાવ્યું હોય ! બધાએ એવું કહ્યું, કે અબ્રહ્મચર્ય ખોટું છે, બ્રહ્મચર્ય પાળવું જોઈએ, પણ અલ્યા ભઈ. કેવી રીતે અબ્રહ્મચર્ય બંધ થાય એવો કોઈ રસ્તો બતાવ્યો નથી. માટે આ પુસ્તકમાં બધો રસ્તો જ છે.
એવું છે કે, લોકોને અબ્રહ્મચર્યની વાતમાં શું નુકસાન અને શું ફાયદો, એ સમજમાં આવે એટલા માટે જ બોલ્યા છીએ. એનું આ પુસ્તક બન્યું છે ! તે વાંચીને લોકો હવે વિચારેને કે ‘આટલું બધું નુકસાન થાય છે ?! અરે આવું તો જાણતા જ નહોતાં !!”
નથી પૈણવું નક્કી કર્યું એટલે નથી પૈણવું એ સાઈડમાં જવું અને પૈણવું છે એ નક્કી કર્યું તો એ સાઈડમાં જવું. આપણે એવું નથી કે આમ જ કરો.
પ્રશ્નકર્તા : સમજણ વગર લે, તો કહે કે બીજા ભવમાં બૈરી બૈરી કરતો જન્મ.
દાદાશ્રી : ના, પણ એ તો એવું કામનું ય નહીં. હા. સમજ તો આવવી જોઈએ. અમે સમજ માટે તો પુસ્તક લખેલા છે.
પ્રશ્નકર્તા : ખરી વાત છે.
દાદાશ્રી : તમે શી રીતે જાણો એવું ! બુદ્ધિને ય સમજણ પડે એવી વાત છે ! આપણે ત્યાં એટલાં માટે તો બ્રહ્મચર્યનું પુસ્તક છપાય છે, હિન્દુસ્તાનમાં પહેલામાં પહેલું !
એટલે આવરણીક દ્રષ્ટિથી આ મનાયું છે સુખ. કેવું ? આ સુખ માનવામાં આવ્યું છે એટલે હું એ છેદી કાઢવા માંગું છું. તે ઘણાં લોકોનાં વિચારો બદલાઈ ગયા. લોકો બધા સમજી ગયા. કેટલાં ભયંકર દોષો આની મહીં, એ તો જરા વિચાર કરતો થાય ને માણસ !!
પ્રશ્નકર્તા : પણ એ પુસ્તક જો વાંચે અને વાંચીને જો થોડું ઘણું જો
પ્રશ્નકર્તા : એ બ્રહ્મચારી જ હતા.
દાદાશ્રી : એ બ્રહ્મચારી હોય, તો ય પણ ઉપાય ના બતાવ્યા ત્યાં સુધી પુસ્તક થાય નહીં. અભિપ્રાય આપે કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, પણ એ કંઈ પળાઈ શકે નહીં એટલે એ યુઝફુલ નથી. હેલ્પફુલ નથી. જે વાણી આપણને બ્રહ્મચર્ય પળાવડાવે, પાળવા માટે હેલ્પ(મદદ) કરે, તે કામ લાગે. એ તો એક આશય થયો, કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, એવું એમને હેલ્પ કરે, પણ એને કેવી રીતે પાળવું હવે, તો એના માટે સાધન તો જોઈએ ને !