________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૫૯
જ નથી. આ બધા આરોપિત ભાવો છે. આરોપિત ભાવો કેવા છે ? વ્યવહારના છે. એટલે તમારી ‘બીલિફ’ એકલી જ રોંગ છે કે આ મને રાગ થાય છે, ને મને દ્વેષ થાય છે. એ ‘રોંગ બીલિફ’ ઉખાડી આપે, તે ‘જ્ઞાની”. એ ‘બીલિફ’ ઉખડે એવી નથી. તમારી એ “રોંગ બીલિફ’ અમે ઉખાડી આપી છે.
પ્રશ્નકર્તા : એ જરા વિસ્તારથી સમજાવોને કે ‘બીલિફ રોંગ’ છે અને ‘જ્ઞાની પુરુષ’ બીલિફને ઉખાડી દે છે.
દાદાશ્રી : અમે શું કહીએ છીએ કે આત્મા અગુરુ-લધુ સ્વભાવનો છે અને રાગ-દ્વેષ ગુરુ-લઘુ સ્વભાવના છે. માટે એ બન્નેને સાટું ય ન હતું ને સહિયારું ય ન હતું. આ તો આરોપિત ભાવ છે કે આત્માને રાગ થાય છે ને વૈષ થાય છે, એ વ્યવહારના ભાવો છે. લોકો એમ કહે છે. કે મને આમની જોડે રાગ છે. હવે ખરેખર તમારે પૌગલિક આકર્ષણ હોય ! કારણ કે તમને મેં જ્ઞાન આપ્યું એટલે તમારે આત્મા છૂટો થઈ ગયો છે, ત્યારે હવે શું રહ્યું ? પૌલિક આકર્ષણ રહ્યું. પુદ્ગલમાં આકર્ષણ નામનો ગુણ છે અને વિકર્ષણ નામનો ગુણ છે. હવે આપણા લોક એ આકર્ષણને રાગ કહે છે ને વિકર્ષણને દ્વેષ કહે છે. આપણો પગ ગંદવાડામાં પડે ને ચીઢ ચઢે, તેથી કંઈ એને જ્ઞાન જતું રહ્યું નથી ! જ્ઞાનીને ય વખતે મોઢા ઉપર અસર દેખાય તેથી કરીને કંઈ જ્ઞાન જતું રહ્યું નથી. જ્ઞાન, જ્ઞાન જ છે. ફક્ત આ પુદ્ગલનો વિકર્ષણ નામનો ગુણ છે. તેથી ચીઢ ચઢી, તે મોઢા પર અસર થઈ !
તથી લેવાદેવા આત્માને એમાં ! પ્રશ્નકર્તા : આત્માને સ્પર્શે નહીં એ ? પુદ્ગલ પૂરતું જ રહે, એ ?
દાદાશ્રી : આત્માને કશી લેવા દેવા જ નથી. જે આત્મા આપીએ છીએ તે નિર્લેપ ને અસંગ જ આપીએ છીએ. કોઈ કહે કે સ્ત્રીઓ સાથે શી રીતે આત્મા અસંગ રહી શકે ? ત્યારે અમે કહીએ છીએ કે આત્મા સુક્ષ્મ છે બિલકુલ ! અને આ વિષયો જે છે તે સ્થળ સ્વભાવના છે ! બન્નેને કોઈ દહાડો ય મેળ પડ્યો જ નથી. આ વાત જ્ઞાની પુરુષ જાણે
૨૬૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય અને તીર્થંકરો પણ જાણે. પણ તીર્થંકરો એનો ફોડ પાડે નહીં. કારણ કે તીર્થંકરો જો ફોડ પાડે તો લોક એનો દુરુપયોગ કરે. તીર્થંકરો ફોડ ના પાડે. અમે ફોડ પાડીએ, એ પણ ગુપ્ત રીતે, આટલા અમુક જ માણસો માટે, નહીં તો પછી એનો દુરુપયોગ ચાલે કે આત્મા તો સૂક્ષ્મ સ્વભાવનો છે ને વિષયને અને આત્માને કશું લેવાદેવા જ નથી, માટે હવે તો કશો વાંધો નથી. ને વાંધો નથી કહ્યું એટલે ભૂત પેઠું !
કર્મોના દબાણથી આ ક્રિયા થયા કરે છે. તેમાં આ સ્થળ ક્રિયા છે, તમે સૂક્ષ્મ છો. પણ આ જ્ઞાન તમારા મનમાં રહે કે આત્માને તો કશું અડતું જ નથી, માટે વાંધો નથી. તો એ ઊંધું કરી નાખે. એટલે અમે આવું બહાર જ ના પાડીએ કે આત્મા સૂક્ષ્મ-સ્વભાવી છે. અમે તો એમ કહીએ કે વિષયોથી ડો. વિષયો એ વિષ નથી પણ વિષયમાં નીડરતા એ વિષ છે. નીડરતા એટલે શું કે મને કંઈ વાંધો નથી હવે. પણ સંપૂર્ણ જ્ઞાની થયા પછી અને સંપૂર્ણ અનુભવજ્ઞાન થાય ત્યાર પછી જ આત્માને કશું અડતું નથી, એવું કહી શકે. આ બીજું બધું તો અમે તમને ફોડ પાડવા સમજણ પાડીએ.
ચેતજો, ન થાય ક્યાંય દુરુપયોગ ! પ્રશ્નકર્તા : નીડરતા આવે એટલે પછી સ્વચ્છંદીપણું આવી જાય ને ?
દાદાશ્રી : સ્વચ્છંદીપણું આવે તે ઘડીએ જ માર ખવડાવી દે. એટલાં માટે અમે આ બહાર ના પાડીએ. નહીં તો આ જવાનિયા છોકરાઓમાં ઊંધું થઈ જાય. આ તો તમારા જેવા કિનારે આવેલા હોય તેમને આ વાત કરીએ. જવાનિયા તો પાછું કંઈક ઊંધું બાફે ! પણ તેઓ જો ‘યથાર્થ જ્ઞાન’ સમજે અને એ જ્ઞાનમાં એ રહેતો હોય તો કશું અડે એવું નથી, પણ એ જ્ઞાન એટલું બધું રહે નહીં ને ? માણસનું એવું ગજું નહીં ને ? અનુભવ થયા સિવાય કામ નહીં. જ્યાં સુધી અનુભવ ના થાય ત્યાં સુધી આજ્ઞામાં રહેજો.
આ તો કોઈને મનમાં એમ શંકા પડતી હોય કે, “સંસારમાં રહીએ છીએ ને વિષયો તો છે, તો કેમનું છે આ.’ તો અમે તમને શંકા ના રહે એટલા માટે વાત કરીએ. નહીં તો આપણા લોકો તો દુરુપયોગ કરે.