________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૫૭ અક્ષરે ય કહેવો ના પડે. આ વિજ્ઞાન તો બહુ જુદી જાતનું છે.
સૂક્ષ્મતમ', ‘શૂળ'તે ભોગવી શકે? કેટલાંક મનમાં એમ ગૂંચાય કે મેં આટલાં બધા વિષયો ભોગવ્યા છે, મારું શું થશે ? ત્યારે એ આ મનમાંથી કાઢી નાખે એટલા માટે મારે બોલવું પડે છે કે વિષયો આત્માને અડતા જ નથી. બેઉ બાજુનું બોલવું પડે ને ? બાકી અમે વિષય સંબંધી વાત જ કોઈને ના કરીએ, એક અક્ષરે ય ના કહીએ.
આ હવા છે તે ગમે એવી સૂક્ષ્મ છે, તો ય એને અસર થઈ જાય. અત્યારે અહીં સળગાવ્યું હોય તો ઉપર હવા ગરમ થઈ જાય અને આત્મા બધેથી, અગ્નિમાંથી નીકળે, પાણીમાંથી નીકળે તો ય કોઈ જગ્યાએ, એને કશું અડે નહીં. કારણ કે સૂક્ષ્મતમ છે. અરે, આત્મા આ દીવાલની ય આરપાર નીકળી જાય ! આત્મા વિષયો ભોગવતો જ નથી, એ ભોગવી શકે એમ છે જ નહીં. એ એટલો બધો સૂક્ષ્મતમ ભાવમાં છે કે બીજી વસ્તુને ભોગવી શકે જ નહીં. વિષયથી તો આત્મા બહુ વેગળો છે. આ વિષયોમાં આત્મા પોતે છે જ નહીં. આત્મા તો ખાલી જાણ્યા જ કરે છે. ફક્ત જાણ્યા જ કરે છે કે આનો સ્વાદ આવો છે ને આનો સ્વાદ આવો છે. એ ભોગવતો જ નથી. આ તો અહંકાર કહે છે કે “મેં વિષય ભોગવ્યો’ અને ખરેખર તે અહંકારે ય નથી ભોગવતો. અહંકારે ય સુક્ષ્મ છે અને આ વિષયો સ્થળ છે, તો પછી કોણ ભોગવે છે ? ‘વિષયો વિષયોને જ ભોગવે છે’ અને અહંકાર એમાંથી રોફ મારે છે કે “મેં ભોગવ્યો’.
પ્રશ્નકર્તા : એટલે અહંકારે ય ભોગવતો નથી એમ ?
દાદાશ્રી : અહંકાર ભોગવતો હોત તો તો એ ધરાઈ ગયો હોત, પણ આ ભોગવતો નથી, તેનું તો આ દુઃખ છે.
પ્રશ્નકર્તા : આ તો નવી જ વાત કાઢી !
દાદાશ્રી : નવું નહીં, આ ‘એઝેક્ટ’ એમ જ છે. જો ભોગવતો હોત તો તો અહંકાર ધરાઈ જાત, પણ આ તો ભૂખ્યો ને ભૂખ્યો જ રહે
૨૫૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય છે. એનું નામ જ શું ? અહમૂ-કાર. કો’કે કર્યું ને ‘મેં કર્યું’ એમ પોતે કહે છે, એનું નામ અહંકાર. ‘દુઃખે ય મેં ભોગવ્યું એવું અહંકાર કહે. અલ્યા, દુ:ખે ય ઇન્દ્રિયો ભોગવે છે, તું ક્યાં ભોગવે છે ? અહંકારે ય સૂક્ષ્મ છે. અહંકાર કંઈ જેવી તેવી વસ્તુ નથી. જો કે સ્થળ અહંકાર તો શરીરમાં છે જ, પણ પોતે મૂળ સ્વરૂપે સૂક્ષ્મ છે અને સૂક્ષ્મમાંથી સ્થૂળ થાય છે અને એ સ્થળ, ‘પેલા’ ભોગવવામાં તૈયાર થાય છે. સ્થૂળ જોડે તેયાર થાય છે, પણ મૂળ સ્વભાવ સુક્ષ્મ છે અને એટલે પોતે સ્થળને ભોગવી જ ના શકે. આત્મા તો આમાં ખાલી જાણે, એટલું જ છે. આ તો ‘આત્મા વિષય ભોગવે છે” એવી ભૂલ પેઠી. ભૂલ પેઠી છે તે કરોડો અવતારની ભૂલ ભાંગતી જ નથી ! એ ય અજાયબી જ છે ને !
જુઓને, વગર કામનો માર ખાય છે ને ? ભોગવે છે કોણ ? એ તમે ખોળી કાઢ્યો ને ! કોણ ભોગવી જાય છે ? એ અહંકાર ભોગવે છે. રોજ ભોગવતો હોય ને એક દહાડો ના ભોગવે ને, તો ય કહે, ‘મેં ભોગવ્યું છે.” તો એને એવી તૃપ્તિ વળે ને ? એટલે ના ભોગવ્યું હોય તો ય બોલે “મેં ભોગવ્યું” તો એને તૃપ્તિ વળે. કારણ કે અહંકાર જ કર્યા કરે છે, બીજું કશું કરતો નથી. હવે જોડે જોડે એ પોતે ય પાછો કહે છે કે “મેં ભોગવ્યું” એમ આરોપણ કરે છે. એટલે ફરી પાછું નવી ઉપાધિ થાય છે, છતાં એ માને છે કે “મેં ભોગવ્યું.’ તેથી એને સંતોષ પણ થાય છે. કારણ કે એની ઇચ્છા હતી ને ! બાકી એ પોતે ભોગવતો જ નથી.
આત્મા તો શુદ્ધ જ છે અને વિષયો વિષયોમાં વર્તે છે. આ તો વગર કામનો ‘ઇગોઈઝમ' કરે છે. હવે ‘ઇગોઈઝમ” જાય નહીં ત્યાં સુધી ઇગોઈઝમ કર્યા વગર રહે નહીં ને ! ‘ઇગોઈઝમ’ ક્યારે જાય ? એનો આધાર જાય ત્યારે. એનો શો આધાર છે ? અજ્ઞાન ! અજ્ઞાન ક્યારે જાય ? ત્યારે કહે, ‘જ્ઞાની હોય ત્યાં !!!”
જ્ઞાતીના શબ્દો સોલાતી કટાર !!! આ તો ‘બીલિફ’ જ ‘રોંગ’ હતી. બાકી આત્મા રાગી ય ન હતો ને દ્વેષી ય ન હતો. રાગ-દ્વેષ આત્મામાં છે જ નહીં. આત્મામાં એ ગુણ