________________
આમાં ખરેખર પરમાણુઓ ખેંચાય છે. તેમાં જો ‘હું’ તન્મયાકાર ના થાય, તો પરમાણુઓ ‘ઇફેક્ટ’ આપી સહજ સ્વભાવે ‘ડિસ્ચાર્જ’ થઈને નિર્જરી જાય છે. પણ વિજ્ઞાનની આવી વાસ્તવિકતા નહીં સમજાવાથી ‘પોતાને’ માન્યતાની આંટી રહ્યું; તેમજ મીઠાશની લાલચથી, પોતે ઇફેક્ટમાં ભળ્યા વિના રહેતો નથી. પરિણામે નવું ચાર્જ’કરે છે. તેમાં ય જો ‘આત્મજ્ઞાન”ની જાગૃતિ હોય, તે તુર્ત જ પ્રતિક્રમણ કરી પાછો આત્મભાવમાં આવી જાય તો પરમાણુઓની અસરોથી છૂટે, ને પછી પ્રકૃતિનાં પરિણામોનો જોખમદાર ‘પોતે’ રહેતો નથી.
અવસ્થા દ્રષ્ટિથી આકર્ષણ ઉદ્ભવે છે ને તત્ત્વદ્રષ્ટિથી વીતરાગતા ઉત્પન્ન થાય. અવસ્થામાં તન્મયાકાર થયે જ મહીં ચુંબકત્વ ઉત્પન્ન થાય ને તેનું પછી સ્વભાવથી જ આકર્ષણ થવા માંડે, એટલે ‘દ્રષ્ટિ’ બદલાય તો જ ચુંબકત્વ ઉડે ને આકર્ષણ અટકે. એટલે ‘પોતે’ આત્મસ્વભાવમાં રહે ને પરમાણુઓની પ્રત્યેક ક્રિયાને માત્ર જોયા-જાણ્યા કરે, પરમાણુઓ ગ્રંથિસ્વરૂપે ફૂટે ત્યારે પોતે તેમાં તન્મયાકાર ના થાય, તેની અસરોની નોંધ કરે, એક ક્ષણ પણ એ અસરને પોતાની ના માને, પર-પરિણામને પર જાણે ને પોતાના સ્વ-પરિણામની યથાર્થ સમજ વર્તે, તો વિષય વિષયરૂપ ન થતાં શેય બની નિર્જરા પામી જાય છે. આવી જાગૃતિ તો, સર્વ સ્થૂળ દોષો થતાં અટકે, સૂક્ષ્મમાં પણ ઘણું બધું ચોખ્ખું થાય ને ‘વિજ્ઞાન’ની સમજ યથાર્થ વર્તે ત્યારે જ પરિણમે !
૮. વૈજ્ઞાતિક ‘ગાઈડ' બ્રહાર્ય માટે !
બ્રહ્મચર્ય ઉપર આટલાં બધાં ઝીણવટભર્યા, વૈજ્ઞાનિક ફોડ ક્યાંય ખુલ્લાં નથી થયાં. પરમ પૂજ્ય દાદાશ્રીએ ખૂબ જ સરળ રીતે તમામ રહસ્યો ખુલ્લાં કર્યા છે. જેનાં પુસ્તકો ખૂબ જ કામ લાગે એવાં છે સાધકોને ! કેટલાંય સાધકો દાદાનું પુસ્તક વાંચીને બ્રહ્મચર્ય સિદ્ધ કરી લે છે. એમની બ્રહ્મચર્યનું મહત્વ બતાડતી સચોટ વાણી અને વિષયનાં પરિણામોની ભયંકરતા ખુલ્લી કરતી વાણી સુજ્ઞ વાચકને ઊભાં જ કરી દે છે. અંદરથી જાગૃત કરી દે છે ને બ્રહ્મચર્યમાં વાળી દે છે ! આવી વાણી વાંચીને જ બ્રહ્મચર્ય પળાય.
- જય સચ્ચિદાનંદ.
28