________________
એક ફેરો વિષય કરે તો ત્રણ દિવસ સુધી માણસ ધ્યાનમાં સ્થિર ના રહી શકે ! વીતરાગોનો ધર્મ એ વિલાસીઓનો ધર્મ નથી.
ડિસ્ચાર્જ કયા ભાગને કહેવાય ? ગાડીમાંથી પડી જઈએ એને !
બ્રહ્મચર્ય સંબંધીનું જ્ઞાન જાણી રાખવું. પછી તે જ્યારે બિલીફમાં આવે પછી વિષય ઊડી જાય !
અક્રમ વિજ્ઞાનમાં હક્કના વિષયોની છૂટ આપી છે. કારણ કે એક અવતારનું બધું ડિસ્ચાર્જ છે. પણ પછી બીજે દ્રષ્ટિ બગડવી ના જોઈએ. બીજે બગડે તો ચાર્જ થઈ જ જાય. ભગવાનના તાબામાં રહેવાનું છોડીને વિષયના તાબામાં ક્યાંક ફસાઈ તો નથી ગયા ને ?!
વિષયમાંથી છૂટ્યા પછી શુદ્ધાત્મા પદમાં વધુ રહેવાય. હક્કના વિષયનો વાંધો નથી, પણ તે ય નિયમથી હોવું જોઈએ.
૫. સંસારવૃક્ષનું મૂળ વિષય ! જ્યાં વિષય છે ત્યાં કપાયો, અથડામણો, દ્વેષ છે. વિષય અને કષાયમાં મૂળ ફેર શું ?
વિષય એ ગયા અવતારનું પરિણામ છે અને કષાય એ આવતાં ભવનું કારણ છે.
ક્રમિકમાં વિચાર કરીને આત્મા પામે. એકધારી નિરંતર વિચારધારા રહે, જેનાથી કર્મો ખપે, એને વિચાર જ્ઞાનાક્ષેપકવંત હોય છે.
વિષયને નો-કષાય(નહીં જેવા કષાય)માં મૂક્યું. કારણ વિષયમાં ક્રોધ-માન-માયા-લોભ નથી આવતાં. છતાં બ્રહ્મચર્યને મહાવ્રતમાં મૂક્યું છે ! કષાય એ કૉઝીઝ છે ને વિષય એ ઈફેક્ટ છે. માટે મોટો દોષ કયાયનો છે.
૬. આત્મા અકર્તા-અભોક્તા ! વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આત્મા સૂક્ષ્મતમ છે અને વિષય સ્થળ છે.
સૂક્ષ્મતમ સ્થળને કેવી રીતે ભોગવી શકે ? માટે આત્માએ વિષય ક્યારેય ભોગવ્યો નથી. અહંકાર સૂક્ષ્મ છે ને વિષય સ્થળ છે, માટે અહંકાર પણ વિષયને ભોગવી શકતો નથી. અહંકાર ફક્ત ભ્રાંતિથી માને છે કે મેં વિષય ભોગવ્યો ! તેનો ભયંકર ભોગવટો આવે છે ! ગીતામાં કહ્યું છે, ‘વિષયો વિષયોને ભોગવે છે ! જ્યારે આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે !
૭. આકર્ષણ - વિકર્ષણનો સિદ્ધાંત આકર્ષણ થાય છે પુદ્ગલનું, તે લોહચુંબક ને ટાંકણી જેવું. બાકી આત્માએ ક્યારેય વિષય ભોગવ્યો જ નથી.
વિષયોમાં નીડર એટલે સ્વચ્છંદી. દાદાનું મને જ્ઞાન મળ્યું છે, હવે વિષયો નડનાર નથી કહ્યું કે ભયંકર રીતે ગબડ્યો. આ જ નીડરતા થઈ ને આ જ વિષ થયું. માટે દુરુપયોગ થયો. અક્રમ વિજ્ઞાન બધી રીતે નિર્ભય કરનારું છે. પણ વિષયમાં નિર્ભય નથી થવાનું, ત્યાં જાગૃત રહેવાનું છે ! હક્કના વિષયની જ છૂટ છે, બીજે નહીં. વિષયમાં કપટ કરવું બીજું બધું કરવું, એ વિષ જ છે ને ?
પરમ પૂજય દાદાશ્રી અત્યંત કરુણાથી કહે છે, “આવું જ્ઞાન મળ્યા પછી તમે મુક્ત ના થાઓ, તો ક્યારે છૂટાશે ? આ બધું છે ને તેમાંથી છૂટવાનું છે. માટે કામ કાઢી લો.' અમે તમારું કામ કઢાવવા માટે બેઠા છીએ ! જ્ઞાની પાસે બેસીને જ્ઞાની જેવા ના થવાય, એમાં કોનો વાંક ?
જ્ઞાની પુરુષ નિરંતર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અપ્રતિબદ્ધપણે વિચરે છે ! એમને જોઈને શીખવાનું છે.
| ‘અક્રમ વિજ્ઞાન’ સ્ત્રી-પુરુષના આકર્ષણને શું કહે છે ? લોહચુંબક લોખંડને આકર્ષે જ, એવો પરમાણુઓનો સ્વભાવ છે ! તેમ સ્ત્રી-પુરુષના પરમાણુઓ એકબીજાને આકર્ષે. પોતે નહીં ખેંચાવાનું નક્કી કર્યું હોય છતાં ય ખેંચાય, તો એ શું સૂચવે છે કે આમાં હવે ‘પોતાનું’ ચલણ નથી, કોઈ પરસત્તા-મેગ્નેટિક ફોર્સ ખેંચી રહ્યો છે. પૂર્વના ‘ચાર્જ થયેલાં પરમાણુઓને કારણે સ્ત્રી ને પુરુષ સામસામા ‘ફિલ્ડ'માં આવે ત્યારે પરમાણુઓ ખેંચાય. ત્યારે પોતે માને છે કે, ‘હું ખેંચાયો. મને હજી આકર્ષણ રહ્યા કરે છે.”
26
27