________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૧૭
૨ ૧૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય બે વેરને ઊભું કરનારાં કારખાનાં છે. માટે જેમ તેમ કરીને ઉકેલ લાવવો.
પ્રશ્નકર્તા ઃ આને જ તમે કામ કાઢી લેવાનું કહો છો ?
દાદાશ્રી : ત્યારે બીજું શું છે ? આ બધા જ રોગો છે તે કાઢી નાખવા.
આમાનું હું તમને કશું જ કરવાનું કહેતો નથી. ખાલી જાણવાનું જ કહું છું. આ જ્ઞાન” જાણવા યોગ્ય છે, કરવા યોગ્ય નથી. જે જ્ઞાન જાણ્યું તે પરિણામમાં આવ્યા વગર રહે જ નહીં. એટલે તમારે કશું કરવાનું નથી. ભગવાન મહાવીરે કહ્યું હતું કે વીતરાગ ધર્મમાં કરોમિ, કરોસિ ને કરોતિ ના હોય.
વિષયથી વેર વધે ! મિશ્રચેતન જોડે વ્યવહાર કરવા જેવો છે જ નહીં અને કરવો પડે તો ફરજિયાત રીતે કરવો પડે. એ તો છૂટકો જ નથી. સંસારી છે તો ફરજિયાત રીતે વ્યવહાર તો કરવો જ પડે. જેમ જેલમાં ગયેલો માણસ મહીં અંદર પોતાની જગ્યા સાફ કરીને લીંપતો હોય તો આપણે એમ જાણીએ કે એને જેલનો શોખ હશે એટલે લીંપતો હશે ?! ના, એને જેલ ગમતી તો નથી. પણ અહીં આગળ આવ્યો છે, હવે ફસાઈ ગયો છે, તો અહીં હવે સૂવા સાધન તો જોઈશે ને ? પણ એને જેલની રુચિ ના હોય. એ જગ્યા લીંપે ખરો, પણ ત્યાં એની ઇચ્છા નથી. ત્યાં આગળ જેલનો શોખ લાગ્યો નથી એને. એવું આ વિષયનો શોખ બહુ વિચાર કરીને ઉડાડી દેવા જેવો છે. વિષય એ મોટામાં મોટો રોગ છે. આખું જગત આનાથી જ લટકયું છે, એક વિષયથી જ વેર ઊભાં થાય છે ને વેરથી સંસાર ચાલુ રહ્યો છે. વેર બધાં આસક્તિમાંથી ઊભાં થાય છે.
પ્રશ્નકર્તા : એટલે એવું જ થયું ને કે વિષયથી જ આ બધો સંસાર ઊભો થઈ જાય છે ?
દાદાશ્રી : વિષયો એ આસક્તિથી ઉત્પન્ન થાય છે, ને પછી એમાંથી વિકર્ષણ થાય છે. વિકર્ષણ થાય એટલે વેર બંધાય છે અને વેરના
‘ફાઉન્ડેશન” પર આ જગત ઊભું રહ્યું છે. કેરીઓ જોડે વેર નથી, ને બટાકા જોડે વેર નથી. એ બટાકાના જીવો છે, બધા બહુ જીવો છે, પણ વર રાખતા નથી. એ ફક્ત નુકસાન શું કરે કે તમને મગજનું જરા દેખાતું ઓછું થઈ જાય, આવરણ વધારે. બીજું વેર રાખે નહીં. વેર તો આ મનુષ્યમાં આવેલો જીવ રાખે.
આ મનુષ્ય જાતિમાં જ વેર બંધાયેલું હોય છે. અહીંથી ત્યાં સાપ થાય ને પછી કરડે. વીંછી થઈને કરડે. વેર બંધાયા સિવાય કોઈ દહાડો કશું બને નહીં.
પ્રશ્નકર્તા : અત્યારે દેખીતો વિષય સંબંધ ના હોય, પણ કોઈ એક બીજાને વેર ઊભું થતું હોય, તો એ પૂર્વે કંઈક વિષય થયેલો હોવો જોઈએ ?
દાદાશ્રી : રમાત્ર પૂર્વભવના ઉદયથી જ હોય. પ્રશ્નકર્તા : પણ એ વિષયને લીધે કે વિષય વગર પણ હોય ?
દાદાશ્રી : હા, વિષય વગર પણ હોય. બીજા બધા અનેક કારણો હોય છે. લક્ષ્મી ઉપરથી વેર બંધાય છે, અહંકાર ઉપરથી વેર બંધાય છે, પણ આ વિષયનું વેર બહુ ઝેરી હોય છે. બહુ ઝેરીમાં ઝેરી આ વિષયનું વેર છે. બીજા પૈસાનું, લક્ષ્મીનું, અહંકારનું વેર બંધાયેલું હોય તે ય બહુ ઝેરી હોય છે બળ્યું !
પ્રશ્નકર્તા : કેટલાં ભવ સુધી ચાલે ?
દાદાશ્રી : અનંત અવતારથી ભટક્યા કરે. બીજમાંથી બીજ પડે, બીજમાંથી બીજ પડે. બીજમાંથી બીજ પડે અને એ શેકવાનું જાણે નહીં ને ! શેનાથી શકાય એવું જાણે નહીં ને !!
પ્રશ્નકર્તા : જ્યાં સુધી શેકવાનું જાણે નહીં, ત્યાં સુધી ચાલ્યા જ કરવાનું?
દાદાશ્રી : હા, બસ બીજ પડ્યા જ કરે. પ્રશ્નકર્તા : એવું પણ આપે કહેલું કે ચારિત્રમોહ કેટલાંક એવા