________________
૨૧૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય નથી ને ! આપણે છોડી દઈએ ત્યારે ફરજિયાત છે કંઈ ? અને જીવતાં લફરાં જોડે તો કશી મુશ્કેલી થઈ તો દાવો માંડે. તમે દાવો કાઢી નાખો ત્યારે એ દાવો માંડે. એ જ બહુ મુશ્કેલી છે !
બે-મત ન થાય કદિ એક ! બે મન એકાકાર થઈ શકે જ નહીં. એટલે દાવા જ ચાલુ થાય. આ વિષય સિવાય બીજા બધા વિષયમાં એક મન છે, એક પક્ષે છે. તેથી સામો દાવો ના માંડે ! જ્યારે મનવાળા જોડે તો જોખમ છે. એક જ ફેરો જેની જોડે વિષય કર્યો હોય તો એને પેટે જન્મ લેવો પડે, નહીં તો એ
જ્યાં ગઈ હોય ત્યાં જવું પડે ! મિશ્રચેતન જોડે શાદી કરી પછી શું થાય ? મિશ્રચેતનના દાવાની તો ઉપાધિ બહુ ! આપણને તદન પરવશ કરી નાખે. એટલે મિશ્રચેતનનું ખાતું જ રાખવા જેવું નહીં. છતાં હોય તેને શું કરવાનું? પછી એ ખાતાનો સમભાવે નિકાલ કરી નાખવાનો. ખાતું ઓછું ફાડી નખાય છે? ફેંકી દઈએ તો તો એ વધારે ચોટે. એટલે નિરંતર જાગૃત રહી એનો નિકાલ કરી નાખવાનો.
પણે એનો વાંધો નથી. પણ હંમેશાં બન્નેનું મન જુદું હોય અને ત્યાં જ વ્યાપાર કરવા જઈએ એટલે દ્વેષ થયા વગર રહે નહીં. એ પછી ગમે તે વ્યાપાર કરો ને ! પછી ત્યાં ગમે તેટલો પુરુષાર્થ કરોને તો ય ભેદ પડ્યા વગર રહે નહીં ને ! જુદા મનવાળાની એકતા કેમ હોય ? એ તો વ્યાપારના સ્વાદ પૂરતી થોડી વાર બન્નેના મનની એકતા થાય ! પણ એ સ્વાદ ના સચવાયો તો ચાલ્યું તોફાન પાછું. એટલે ભેદ પડ્યા વગર રહે નહીં ને ! કારણ એ ‘ફાઈલ' છે એટલે દાવો માંડી શકે. તમે કહો, મારે ત્યાગ લેવો છે, ત્યારે એ કહેશે, ના નહીં જવા દઉં.
આ જગત આખું મિશ્રચેતનથી જ લપટાયેલું છે. જો મિશ્રચેતન સમજવામાં આવે તો તો આ જગત લપટાયેલું નથી. આ બીજા બધા શોખ લપેટે એવા નથી હોતા. આ મિશ્રચેતનમાં તો સામસામે દાવા મંડાય છે. એક વાર જાળમાં આવ્યા પછી નીકળવું મુશ્કેલ છે. એ ભંગજાળમાં પેઠા પછી એમાંથી કોઈ છટકેલો નહીં. આ અમારું વિજ્ઞાન એવું છે કે બન્નેને
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૧૩ જ્ઞાન આપીએ એટલે બેઉ સમભાવે નિકાલ કરતાં શીખી જાય અને ઉકેલ આવી જાય. નહીં તો લાખો અવતાર છોડે નહીં. આપણે છોડવાની ઇચ્છા હોય ત્યારે એ આપણને છોડે નહીં અને એને છોડવાની ઇચ્છા થાય ત્યારે આપણે એને છોડીએ નહીં. એટલે કોઈ દહાડો બેઉનો ટાઈમિંગ મળે નહીં અને એંજિન મોક્ષ ભણી ચાલે ય નહીં, એવું છે આ મિશ્રચેતન ! ખાવાપીવામાં હરકત નથી. ચાર વેઢમી ખાઈને સૂઈ જજો. દાદાનું નામ લઈને એ ભોગ ભોગવજો, પણ આ મિશ્રચેતન તે મહા જોખમ છે ! સંસારનું બીજ જ આ છે. એક રાજા જિતાયો તો એનું દળ આપણા કાબૂમાં આવી ગયું, એનું પુર પણ આપણા કાબૂમાં આવી ગયું. કૃપાળુદેવે આ કંટાળી કંટાળીને ગાયું છે. સંસારમાં જે લટકાવનારું છે, તેના પર તેમણે જબરજસ્ત ભાર દીધો કે શું આવી ગતિ ! એ પોતે કહેતા હતા કે, “સંસારથી તો ઘણો કાળ થયો, ઘણા અવતાર થયા કંટાળ્યો હતો, પણ છેવટે એમણે કાપી નાખ્યું. આમથી કાપ્યું, તેમથી કાપ્યું ને સડસડાટ ઉડાડી મૂક્યું. ગજબના પુરુષ હતા, જ્ઞાની પુરુષ હતા ! એ તો ચાહે સો કરે !! વિષય એ તો જીવનું જોખમ છે. બીજાં બધાં જોખમ તો મરેલાં કહેવાય. આ તો બહુ પુણ્યશાળી માણસ તે બધાં જોખમ ઊડી ગયાં ને પોતે પાર નીકળી ગયા અને વેર બંધાયાં નહીં.
બે તરફીમાં સુખો માંડે દાવો ! વિષયસુખ બે તરફી છે. બીજા ઈન્દ્રિયસુખ એક તરફી છે. અને આ બે તરફીનું તો દાવો માંડશે. એ કહે કે સિનેમા જોવા હંડો ને ત્યારે તમે કહો કે ના આજે મારે ખાસ કામ છે. તે એ દાવો માંડે. બને કે ના બને એવું?
પ્રશ્નકર્તા : એ જ બને. એથી જ આવું થાય છે ને !
દાદાશ્રી : હવે જો સ્ત્રી પહેલેથી સમજતી હોય કે એમનાં કર્મનાં ઉદયે ના પાડી તો ડહાપણપૂર્વક ચાલે. પણ એવું ભાન છે નહીં. એ તો કહેશે એમણે કર્યું જ નહીં.
પ્રશ્નકર્તા : મોહ બધો ફરી વળે.