________________
૨૧૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ભઈ, તમે આવા જે વિષય કરવા હોય તે કરજો, પણ આ સ્ત્રી વિષયને તમે જરા સાચવજો. કારણ કે એ દાવો તો એવો માંડે, કે જ્યાં એની ગતિ જાય ત્યાં આપણને લઈ જાય. કારણ કે એની જોડે દાવો મંડાયો પછી શું થાય ? કેરાલાવાળાને ત્યાં ગયા હો ત્યારે પાંચસો રૂપિયા લીધા હોય ને પછી તે ના આપો તો એનો દાવો એ ક્યાં માંડે ? અરે, એ તો પછી કેરાલાની દોડધામમાં, ભાડામાં જ પાંચસો જતા રહે ! અને પાછું ત્યાં જઈને ચૂકવવા પડે એ જુદા. એટલે દાવો માંડે તો એ જ્યાં હોય ત્યાં પાછું આપણે જવું પડે, એવું છે.
માટે, આ દાવો મંડાય નહીં એ જોજો. બહુ જોખમદારી છે !! અને જેટલી ફાઈલો હોય તેની ઝટપટ પતાવટ કરી દેજો ને નવી ફાઈલ ઊભી કરશો નહીં, સહેલું છે કે અઘરું છે આ ?
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્યા કરીએ તો સહેલું થઈ જાય ?
દાદાશ્રી : હા, સહેલું થઈ જાય. અમે તમને મોક્ષ હાથમાં આપ્યો છે, હવે તમને જેટલો મોક્ષ ભોગવતાં આવડે એટલો તમારો. આમાં દાવો કરે એવી ‘ફાઈલ' છે, તેથી ક્રમિકમાર્ગમાં આને માટે બહુ કડક કહ્યું છે. અને આપણે અહીં પણ આને માટે કડક રહેવાનું કહીએ જ છીએ કે અહીં ચેતતા રહેજો.
‘મિશ્રચેતત' તો દાવો માંડે જ સ્ત્રી એ મિશ્રચેતન છે. ચેતનને પૈણજે, ત્યારે આ તો મિશ્રચેતનને પૈણે છે. મા-બાપને ખબર જ નથી ને, ભાન જ નથી રાખતા ને કે છોકરો
ક્યા માઈલે છે ને એને શી બળતરા છે ? મા-બાપ મા-બાપની બળતરામાં ને છોકરો છોકરાની બળતરામાં ! આ મિશ્રચેતન તો દાવો માંડે ! એમને સિનેમા જોવા જવું હોય ને તમને ગમતું ના હોય તો ય એ કહે કે ‘તમારે આવવું પડશે.” તો તમારે જવું પડે ! એટલું જ નહીં પણ, ‘તમારે છોકરો ઊંચકી લેવો પડશે.’ એવું ય કહે, અલ્યા, છોકરાં ય ઊંચકાવડાયાં મારી પાસે ? હા. પણ શું થાય ? જો બબૂચક થવું હોય તો પૈણવું આ કાળમાં !!!
પ્રશ્નકર્તા : પણ હવે જે પૈણેલો હોય એ શું કરે ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨ ૧૧ દાદાશ્રી : આપણું ધારેલું ઓછું થાય છે ? ‘વ્યવસ્થિત’ની જે ફિલમ છે એ છોડે નહીં ને એને ?
પહેલાં તો એટલું સારું હતું કે ગમે તેવી બીબી લેવા જાય, તો બહુ ત્યારે બીબીની બે-ત્રણ શરતો હોય. ‘પાણીકી મટકી કબૂલ’ ? ત્યારે એ કહે, ‘કબૂલ'. ‘લકડેકી ભારી કબૂલ’ ? ત્યારે ધણી કહે, “કબુલ’. નકાબ પઢતી વખતે આટલી શરતો કરાવડાવે. પાણી ભરી લાવે. જંગલમાંથી લાકડાં લઈ આવે એ સારું. પણ આજની વહુઓ તો શું કહેશે ? “આ ટાઈમે સિનેમામાં આવવું પડશે, નહીં તો તમારા ભાઈબંધ જોડે કોઈ દહાડો જતા જોયા છે, તો તમારી વાત છે !!! “અરે, હું તને પૈણ્યો કે તું મને પૈણી ?’ આમાં કોણ કોને પૈયું ? પણ આ તો મિશ્રચેતન, જ્યારે આ તો ભણેલીઓ પાછી. તે એમને જો ‘તું ના સમજું', એવું કહ્યું હોય તો તો તમારું તેલ કાઢી નાખે ! આમાં સુખ જ નથી. આ તો ‘ફાઈલ' વધે છે. એ ‘ફાઈલો’ જોડે પછી કકળાટ થાય, પછી ઘરની હોય કે બહારની ! એટલે મિશ્રચેતન જોડે હિસાબ ના માંડો, નહીં તો એ કલેઈમ માંડશે !
આ પથારી પર ના સૂઈ જઈએ ને પથરા પર સૂઈ જઈએ તો પથારી કંઈ દાવો માંડે કે કેમ અમને છોડીને પથરા પર સૂઈ જાઓ છો ? અને મિશ્રચેતન તો દાવો માંડે કે કેમ આજે છૂટા પડ્યા ? છોડે નહીં. ખસેડવા જાવ તો વળગે ઊલટું ! એટલે મિશ્રચેતન જોડે ભાંજગડ ના પાડશો ! બટાકા જોડે ભાંજગડ હોય ને બટાકા ના લાવ્યા હોય તો બટાકા બૂમો નહીં પાડે ને ના ખાઈએ તો ય કશું બોલે નહીં ! પણ મિશ્રચેતન તો એવી આંટી મારે કે અનંત અવતારે ય એ છૂટે નહીં. એથી ભગવાને કહેલું કે મિશ્રચેતનથી છેટા રહેજો ! સ્ત્રીથી છેટા રહેજો !! નહીં તો મિશ્રચેતન તો મોક્ષે જતા રોકી રાખે એવું છે !!!
આ પાન-બીડી એ ય લફરાં જ કહેવાય. પણ આ લફરાં તો એમ માનો ને, કે કો'ક દહાડો છૂટે, પણ પેલાં લફરાં તો ના છૂટે. જીવતાં લફરાં ને ! અમે લફરું જીવતાને કહીએ છીએ. પેલાં લફરાં તો ચલાવી લેવાય. એ તો મડદાલ જ છે ને ? આપણી એકલી જ ફરિયાદ છે ને ? આપણે ફરિયાદ કરીએ છીએ ત્યાં સુધી ને ? બાકી એની કોઈ જાતની ફરિયાદ