________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૦૦
પુરુષોએ ‘બીવેર ઓફ પેટ્રોલ' એવું બોર્ડ મારવું. સ્ત્રી-પુરુષતા દ્રષ્ટિરોગતી દવા શી ?
આ જગતમાં સ્ત્રીને પુરુષનું અને પુરુષને સ્ત્રીનું એટ્રેકશન અમુક ઉંમર સુધી રહ્યા જ કરે. તે જોવાથી જ કૉઝીઝ ઉત્પન્ન થાય. લોક કહે જોવાથી શું થાય ? અલ્યા, જોવાથી તો નર્યા કૉઝીઝ ઉત્પન્ન થાય જ, પણ જો ‘દ્રષ્ટિ’ આપી હોય તો જોવાથી કૉઝીઝ ઉત્પન્ન ના થાય. જગત આખું વ્યુપોઈન્ટથી જુએ છે. જ્યારે જ્ઞાની જ ‘ફૂલ’ દ્રષ્ટિથી જુએ છે.
આ લોક તો શું કહે છે કે મને સ્ત્રી માટેના ખરાબ વિચાર આવે છે. અલ્યા ! તું જોઉં છું ત્યારે જ ફિલમ પડી જાય છે. એનું પછી રૂપકમાં આવે છે, ત્યારે હવે એની બૂમો પાડે છે કે આમ કેમ થાય છે ? ફિલમ એ કૉઝીઝ છે અને રૂપક એ ઈફેક્ટ છે. અમને કૉઝીઝ જ ના પડે. જેને કૉઝીઝ જ ના પડે એને દેહધારી પરમાત્મા જ કહેવાય. સ્ત્રી એ તો એક જાતની આત્મા ઉપર ઈફેક્ટ છે. સ્ત્રી એ ઈફેક્ટ છે, પુરુષ એ ઈફેક્ટ છે. આની ઈફેક્ટ આપણી ઉપર ના પડે ત્યારે ખરું. હવે સ્ત્રીને આત્મા રૂપે જુઓ, પુદ્ગલને શું જોવાનું ? આ કેરીઓ રૂપાળી પણ હોય અને સડી પણ જાય, તેમાં શું જોવાનું ? જે સડે નહીં, કહોવાય નહીં તે આત્મા છે, તેને જોવાનો છે. અમને તો સ્ત્રી ભાવ, પુરુષ ભાવ જ નહીં. અમે એ બજારમાં જ પેસવાના નહીં.
‘આ સ્ત્રી છે’ એમ જુએ છે. એ પુરુષનો મહીં રોગ હોય તો જ સ્ત્રી દેખાય, નહીં તો આત્મા જ દેખાય અને ‘આ પુરુષ છે’ એમ જુએ છે, એ એનો સ્ત્રીનો રોગ છે. નીરોગી થાય તો મોક્ષ થાય. અત્યારે અમારી નીરોગી અવસ્થા છે. તે મને એવો વિચાર જ ના આવે. ફક્ત ખોખાં જુદાં છે એવું રહે, એ સ્વાભાવિક છે, પણ એવું લક્ષ રહે કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે, એવી બધી ભાંજગડ નહીં. એ તો મહીં એ રોગ હોય ત્યાં સુધી જ એવું દેખાડે છે. જ્યાં સુધી એ રોગ છે ત્યાં સુધી આપણે પરેજીમાં શું કરવું જોઈએ ? કે ઉપયોગ જાગૃત રાખવો. આવું દેખાય કે તરત જ શુદ્ધાત્મા જુઓ. આ ભૂલ ખવડાવી એને દેખત ભૂલી કહેવાય છે. પુરુષને
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૦૧
પુરુષનો રોગ ના હોય તો આ સ્ત્રી છે એવું ના દેખાય અને સ્ત્રીને સ્ત્રીનો રોગ ના હોય તો આ પુરુષ છે એવું ના દેખાય. બધામાં આત્મા દેખાય. પ્રશ્નકર્તા : એટલી બધી જાગૃતિ ના રહે ને ?
દાદાશ્રી : જાગૃતિ ના રહે તો માર જ ખાવાનો. આ બ્રહ્મચર્ય તો જેને બહુ જાગૃતિ રહે તેને કામનું.
ક્રમિકમાર્ગમાં તો સ્ત્રીને પાસે રાખે જ નહીં. કારણ કે એ મહાન જોખમ છે. સ્ત્રી એ પુરુષને માટે જોખમ છે. પુરુષ એ સ્ત્રીને માટે જોખમ છે. પણ હું કહું છું કે આમાં સ્ત્રીનો દોષ નથી, સ્ત્રી તો આત્મા છે, દોષ
તારા સ્વભાવનો છે.
દાદા સિવાય ન અડાય કોઈથી
અમે તો તમે જે માંગો એ આપીએ. કારણ કે અમારામાં, અમે અખંડ બ્રહ્મચારી છીએ. જેને કોઈ દા'ડો વિચાર જ નહીં આવ્યો આજ અઠ્ઠાવીસ વર્ષથી જ્ઞાન થયા પછી. એટલે અમે સ્ત્રીઓને અડી શકીએને. નહીં તો સ્ત્રીને ના અડાય. પચાસ હજાર માણસો છે આપણામાં પણ એકુય ને એવી છૂટ નહીં કે સ્ત્રીઓને તમે અડો. કારણ કે એ સ્પર્શનો ગુણ એટલો બધો વસમો છે. બધાં એવા હોય છે, એવું નહીં. પણ બનતા સુધી એમાં હાથ ઘાલવો નહીં જોઈએ. અમને છૂટ. કારણ કે અમે તો કોઈ જાતિમાં ના હોઈએ. કે મેસ્કયુલીન કે ફીમેલ કે એવુ કોઈ જાતિમાં ના
હોય. અમે જાતિની બહાર નીકળી ગયેલા હોઈએ.
સ્ત્રી પુરુષોએ એકબીજાને અડાય નહીં, બહુ જોખમ છે. જ્યાં સુધી પૂર્ણ થયાં નથી ત્યાં સુધી અડાય નહીં. નહીં તો એક પરમાણુ પણ વિષયનું મહીં પેસે તો કેટલાંય ભવ બગાડી નાખે. અમારામાં તો વિષયનું પરમાણુ જ ના હોય. એક પરમાણુ પણ બગડે તો તરત જ પ્રતિક્રમણ કરવું પડે. પ્રતિક્રમણ કરે તો સામાને ભાવ ઉત્પન્ન ના થાય.
સ્ત્રીને અડવાનો અધિકાર કોઈને ય નથી. કારણ કે સ્ત્રીને અડે તો પરમાણુની અસર થયા વગર રહે નહીં. પરસ્ત્રીને સહેજ અડ્યા હોય, તો