________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૯૯ થઈ ગયો. આ જગત ઉઘાડી આંખે જોવા જેવું છે જ નહીં. તેમાં ય કળિયુગમાં તો ભયંકર અસરો કરે. આ આંખમાંથી બહુ સંસાર ઊભો થઈ જાય છે.
૧૯૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ના હોય ત્યારે મનની ભૂખ ઊભી થાય. આ બન્ને ભૂખે ના હોય ત્યારે વાણીની ભૂખ ઊભી થાય. એવું લોક બોલે છે ને, કે પેલાને તો હું કહ્યા વગર રહું જ નહીં ? એ જ વાણીની ભૂખ. ઘેર આપણે કશું ખાતા હોઈએ ને ભિખારી આવે તો આપણા દૈડિયા નથી કહેતાં, અલ્યા, સાચવજો નજર ના લાગી જાય ?! આ નજર લાગે એટલે શું કે જેની ભૂખ લાગે તેમાં ચિત્ત ચોંટે છે. સ્ત્રીને પુરુષની ભૂખ હોય તો સ્ત્રીનું ચિત્ત પુરુષમાં ચોંટી જાય. સ્ત્રીની ભૂખ હોય તો સ્ત્રીને દેખે તો પુરુષનું ચિત્ત સ્ત્રીમાં ચોંટી જાય. આમ નજરું લાગવાથી બગડ્યું છે બધું. ‘જ્ઞાની પુરુષ' એકલાને જ કોઈની નજર ના ચઢે. કોઈ આમ આંખ માંડે તો પણ ‘જ્ઞાની પુરુષ’ એના શુદ્ધાત્મા જ જુએ, એટલે કશું અડે નહીં. આ નાનાં છોકરાં રૂપાળાં હોય છે, તે ઘરનાં લોકો એને કપાળે કાળી ટીલી ચોડે. કારણ કે નજર ના લાગે ! કોઈ ભૂખ્યો એને જુએ તો પણ ચિત્ત ના ચોંટે, તેથી કાળી ટીલી કરે.
દર્શન મોહથી ખડો સંસાર ! અનંત અવતારથી દર્શનમોહને લીધે ઊભી થયેલી આ સંસાર જંજાળ છે, તે સમ્યક્દર્શન થાય ત્યારે દર્શનમોહ તૂટે, જગત શાથી ઊભું રહ્યું છે ? દર્શનમોહથી. આટઆટલું કરવા છતાં મુક્તિને કેમ નથી પામતાં ? દર્શનમોહ નડે છે. કોઈ માણસ રાતે જમ્યો હોય, પણ સવારે પાછી કકડીને ભૂખ લાગી હોય, તો એ સોનાની દુકાન કે સાડીની દુકાન ના જુએ. પણ એને તો કંદોઈની દુકાન જ દેખાય. શાથી ? એનું ચિત્ત ખાવા માટે જ ભટક્યા કરતું હોય ? દેહમાં ભૂખની ‘ઇફેક્ટ’ થઈ એટલે ખાવાનો મોહ થયા કરે, એનું નામ દર્શનમોહ. દેહને વિષયની ભૂખ લાગે તો સ્ત્રીનો મોહ જાગે. એટલે આ દર્શનમોહથી તો આવતા અવતારનાં બીજ નાખે છે ને ? તેથી આવતા અવતારનો સંસાર ઊભો કરે છે. વીતરાગને એક નજર ના લાગે. માટે સંસારથી છૂટવું હોય તો વીતરાગ થા. પણ વીતરાગ કેવી રીતે થાય ? દર્શનમોહ તુટે એવી કોઈ રીત કર ! દર્શનમોહથી સંસાર ઊભો રહ્યો છે.
આપણે કંઈક સારા ભીંડા જોયા તો આપણી આંખ ત્યાં ચોંટી જાય. કંઈક સારું જોયું ત્યાં નજર ચોંટી જાય. નજર ચોંટી એટલે સંસાર ઊભો
આ જગતમાં તો બધી ભ્રમિત કરે એવી જ ચીજ છે ને ? જ્યાં મન જ કાચું છે, ત્યાં શું થાય ? આમાં જોવા જેવું છે જ શું છે ? આ તો જોવાની ટેવ કહેવાય. જે દેખાય છે એની પર મોહ થાય છે. આ તો માણસને બધા પર્યાયનું જ્ઞાન હોય નહીં ! આ ખાધેલું ઊલટી થઈ જાય. પછી ઊલટી થઈ, એ ભાગ પેલું ખાધેલું છે, એનો જ ભાગ છે એવું એટએ-ટાઈમ લક્ષમાં ના રહે ને ? જેમ આ કેરી હોય છે, તે મોર આવે, પછી ફળ બેસે, નાની નાની કેરીઓ આવે. એ તૂરી લાગે, પછી ખાટી થતી જાય, પછી મીઠી થાય, એ જ પાછી કહોવાઈ જાય, બગડી જાય, ગંધાઈ ઊઠે, સડી જાય. એ બધા જ પર્યાય એટ-એ-ટાઈમ હાજર રહે પછી કેરી પર મોહ જ ના થાય ને? ખાવા જેવું, જોવા જેવું તો સત્યુગમાં હતું. આજની સ્ત્રીઓ જોવા જેવી નથી દેખાતી, પુરુષો જોવા જેવો નથી દેખાતા. આ તો ઊતરી ગયેલી કેરીયું જેવા દેખાય છે. અલ્યા, આ ઊતરી ગયેલા માલ પર શું જોવા જેવું લાગે છે તને ? સ્ત્રી એ પુરુષનું સંડાસ છે અને પુરુષ એ સ્ત્રીનું સંડાસ છે.
જેને મોક્ષે જવું હોય તેણે સ્ત્રી જાતિ ઉપર કે સ્ત્રીએ પુરુષ જાતિ ઉપર દ્રષ્ટિ જ માંડવાની બંધ કરવી. નહીં તો આનો ઉકેલ જ નહીં આવે. આ ચામડી કાઢી નાખે તો શું દેખાય ? પણ આ માણસો તો આમે ય એવા ગંધાય છે કે એમ થાય કે આ તો કઈ જાતના માણસ છે ! પહેલાંના કાળમાં એવી સ્ત્રીઓ હતી પદ્મિની-સ્ત્રીઓ, તે સુગંધ આવે, બાજુમાં બેઠી હોય તો પણ અહીં સુગંધ આવ્યા કરે. અત્યારે તો આ પુરુષોમાં બરકત જ નથી, ને સ્ત્રીઓમાં પણ બરકત નથી. બધો ફેંકી દેવાનો માલ, કાઢી નાખવાનો માલ કહેવાય, રબીશ મટીરિયલ્સ. એમાં પાછો મોહ ચોંટાડે. અલ્યા, એમાં કશું મોહ રાખવા જેવું તને લાગ્યું ? કેમ ધોળી ચામડી હોય તેથી ? સીલબંધ પેટ્રોલના ડબ્બા હોય, હવા પણ ના નીકળે એવા હોય, છતાં આ રૂમમાં કોઈ બીડી પીવે તો ય ડબ્બા સળગી જાય. માટે સ્ત્રી