________________
પ્રશ્નકર્તા : એટલે જ્યારે વિચાર માત્ર એનાં નાબૂદ થઈ જાય. ત્યારે પૂર્ણ સમજવું.
દાદાશ્રી : પેલા માત્ર નહીં આવે ખરા, પણ અમુક અમુક મોટી મોટી જાતમાં અમથા બીવડાવે ને એવા બધા અજંપો કરાવે એવા ના આવે !
અને બ્રહ્મચર્ય કે રમેશભાઈ પાળે છે ને ? જે અબ્રહ્મચારી હતા તેને ? બ્રહ્મચારી હતા તે બ્રહ્મચારી થયાં કે અબ્રહ્મચારી હતા તે બ્રહ્મચારી થયા ?
પ્રશ્નકર્તા : બન્ને. દાદાશ્રી : બન્ને હોય નહીં. બ્રહ્મચારી ફરી બ્રહ્મચારી થાય નહીં.
પ્રશ્નકર્તા : અંદરના શુદ્ધાત્મા એ બ્રહ્મચારી જ હતા. આ મન-વચનકાયા પુદ્ગલ બ્રહ્મચારી થયું.
દાદાશ્રી : એને બ્રહ્મચારી કહેવાનું છે, નહીં ? અબ્રહ્મચારી હતા એટલે એને બ્રહ્મચારી બનાવ્યા ! એવું જ ને ? તો પછી બ્રહ્મચારી કર્યા પછી તો કેટલાં સ્ટેશન બાકી રહ્યા ભગવાનનું છે તે વાત સાંભળવા માટે.