________________
અગર તો નિરંતર વિષયી રહેવાથી તો ય બળદનો અવતાર આવે, અને ત્યાં જાનવરમાં નિર્વિષય રહેવું પડે એટલે એને બ્રહ્મચારી રહેવું પડે, પલ્સ-માઈનસ તમે જેટલું આમાં વધારે પડતું વિષયમાં પડ્યા એ વિષય નિર્વિષય તમારે ભોગવવો પડશે. એટલે આ કુદરતનો નિયમ છે, આ બધે
એકશન એન્ડ રીએકશન આઘાત-પ્રત્યાઘાત એટલે પછી બળદ છે તે બ્રહ્મચર્ય પાળે છે કે નથી. પાળતો આખી જિંદગી ? તમે જાણો કે ના જાણો ? પરાણે પાળે છે કે જાણી જોઈને ?
પ્રશ્નકર્તા : પરાણે.
દાદાશ્રી : પરાણે કારણ કે એણે વિષય આખી જિંદગી, વિષય જ ભોગ ભોગ કર્યા મનુષ્યમાં, અને એનું ફળ આવ્યું આ ! હેડીંગ
આઠસો પાનાનું બ્રહ્મચર્યનું પુસ્તક લખ્યું છે, તે તમે વાંચ્યું ? વંડર ઓફ ધી વર્લ્ડ' (દુનિયાની અજાયબી) કહે છે. બ્રહ્મચર્ય રાખવું હોય તો સાધન જ આપ્યું છે. બીજું કોઈ સાધન નથી. કારણ કે એ બધુ વંડર છે. કોઈ દહાડો બ્રહ્મચર્ય ઉપર આ હિન્દુસ્તાનમાં પુસ્તક જ છપાયું નથી. કોણ છાપે ? જે બ્રહ્મચર્યવાળા હતા એ નવરા નહોતા અને નવરા હતા તે બ્રહ્મચર્યમાં હતા નહીં મૂઆ. મોઢે દેખાડવા સારું બ્રહ્મચર્ય, નહીં તો ખેતરમાં બ્રહ્મચારી ફરે એના જેવા હોય મહીં કેટલાંક તો ! ખેતરમાં બ્રહ્મચારી જોયેલા તમે ? અરે ય બળદ બિચારા બ્રહ્મચારી છે ને. સાચું બ્રહ્મચર્ય શું હોય કે તાળાં-બળાં મારવાં ના પડે. આ તો તાળાં મારેલાં એવો આ દેહ છે તે આપણને હઉ દેખાડે કે જો તાળું મારેલું છે. મૂંઆ તાળું શું કરવા હોય ? કઈ જાતનો માણસ છું ?
હેડીંગ
આ આપણા બ્રહ્મચારી જુઓ અને આ બેનો બ્રહ્મચર્યવાળી જુઓ. કેટલો બધો તેજ લાગે છે. આ આપણા બ્રહ્મચારી, મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળે છે બધા. તેજ નહીં દેખાતો ?
પ્રશ્નકર્તા : તેજ તો ખરું જ !
દાદાશ્રી : શાથી ? બ્રહ્મચર્યનું તેજ દેખાય છે ? પૂર્વ ભવની ભાવના છે શું ભાવ કર્યો, તેથી જ આ આમને ઉત્પન્ન થયું. નહીં તો બ્રહ્મચર્ય ઉત્પન્ન જ ના થાય ને ! એ સંયોગ જ બાઝે નહીં.
એમને આટલું સરસ જામ્યું છે, તે આ બ્રહ્મચર્યનો ભાવ પૂર્વ ભવે કર્યો છે અને આ જ્ઞાનીની પાસે રહે છે એટલે એટલું બધું જામ્યું છે.
મોઢા ઉપર લાઈટ તો આવવું જ જોઈએ ને ! બ્રહ્મચર્યનું જો લાઈટ ના આવતું હોય તો બ્રહ્મચર્ય કહેવાય જ કેમ કરીને ? વાણી સુંદર વાણી સુકોમળ થવી જોઈએ. બધું હોવું જોઈએ, સુગંધી આવવી જોઈએ.
આમને ઘેર રહેવું પડે છે. હંમેશા ઘરે રહેવામાં બ્રહ્મચર્ય બરાબર પાળી શકાય નહીં. એનું વાતાવરણ જોઈએ એવું. અમારે ત્યાં સો એક છોકરા છે આવાં પણ ભેગું રહેવાનું થશે ત્યારે એ લોકોને ખરેખરું તપશે.
મારી જોડે રહે, પણ બ્રહ્મચર્ય એટલે બ્રહ્મચર્ય, વિચાર ના આવવો જોઈએ. વિષયનો વિચાર ઉત્પન્ન થયો તો તરત એને ભૂંસી નાખવો જોઈએ. રબર રાખવો જોઈએ ! હિન્દુસ્તાનની આર્ય સ્ત્રીઓ બ્રહ્મચર્ય કેવું સુંદર પાળી શકે !
હેડીંગ
પ્રશ્નકર્તા : આ જે અબ્રહ્મચર્યનાં જે વિચાર માત્ર ફૂટે તો એ શું છે ? હજુ ભરેલો માલ છે ?
દાદાશ્રી : બ્રહ્મચર્યવાળાને માલ ફૂટે જ નહીં.
પ્રશ્નકર્તા : પણ અમે લોકો હજી સંસારમાં છીએ અને હજી સાવ એકદમ સંપૂર્ણ રીતે નથી, આવી ગયા. સો ટકા.
દાદાશ્રી : બ્રહ્મચર્યવાળાને માલ ફૂટે જ નહીં. મન મજબૂત થયેલું હોય ત કૂદે જ નહીં. પેલું હારી જાય. હારી જાય એટલે ફૂટે.