________________
૯૫
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ડગાવે તો, એને વચનબળ જ ના કહેવાય ને ? વીતરાગોએ વચનબળ અને મનોબળને તો ટોપમોસ્ટ કહ્યું છે, જ્યારે દેહબળને પાશવી બળ કહ્યું છે ! દેહબળ જોડે લેવાદેવા નથી, વચનબળ જોડે લેવાદેવા છે !
પ્રશ્નકર્તા : મનોબળ એટલે શું? બ્રહ્મચર્ય માટે આમ પાકું થઈ જાય, ડગે નહીં, એને મનોબળ કહેવાય કે ?
દાદાશ્રી : એ તો એક વાંદરો કુદે, એટલે બીજો ય પાછો કૂદે. એમ એક ફેરો જુએ પછી એ કૂદવાની હિંમત ધરાવે, એમ કરતું કરતું મનોબળ વધતું જાય; પણ જેણે જોયું જ ના હોય, તે શી રીતે કૂદે ?
પ્રશ્નકર્તા : એટલે આ વાતો સાંભળીએ એટલે કૂદે ?
દાદાશ્રી : પણ એ તો જોડે જોડે પોતાની મહીં ઇચ્છા હોય, પોતાની ભાવના એવી હોય ત્યારે એવી મજબૂતી થાય.
પ્રશ્નકર્તા : ભાવના તો મારે એવી જ છે.
દાદાશ્રી : તે એની મેળે જ મજબૂત થશે. એક બાજુ વાડ કરીએ ને પેલી બાજુની વાડમાં શિયાળવા કાણાં પાડે, તેને આપણે પૂરીએ નહીં ત્યારે શું થાય ? એ તો પાછળ બધાં ‘હોલ” પૂરતા જવું જોઈએ ને ? અને નવી વાડ કરતા જવું પડે. ભાવના એવી મજબૂત હોય તો બધું ય થાય.
પ્રશ્નકર્તા : પાછલાં હોલ પૂરવાનાં એટલે પ્રતિક્રમણ કરીને જ ને ?
દાદાશ્રી : પ્રતિક્રમણ તો કરવાનાં જ, પણ હજુ નબળાઈઓ જવી જોઈએ ને? મન મજબૂત હોવું જોઈએ ને ? એ બાજુ દ્રષ્ટિ પણ ના જાય એવું હોવું જોઈએ. મનમાં નક્કી કર્યું હોય કે આ બાજુ નથી જ જોવું એટલે ના જ જુએ એ ! પછી પાછળ ભૂતાંની પેઠ ગમે એટલી બૂમો પાડે તો ય પણ એ બાજુ ના જ જુએ, એ ભડકે જ નહીં ને ! એવું મનોબળ દિવસે દિવસે કેળવાય ત્યારે ખરું!
પ્રશ્નકર્તા : પેલી ઇચ્છા તો અંદરથી સહેજ પણ થતી નથી. દાદાશ્રી : એ તો એવું લાગે. બે દહાડા માટે એવું લાગે, પણ એ
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય તો દસ વર્ષનું સરવૈયું ભેગું દેખીએ ત્યારે સાચી વાત !
પ્રશ્નકર્તા : એટલે આવું દસ વર્ષ રહેવું જોઈએ ?!!!
દાદાશ્રી : દસ વર્ષ નહીં, ચૌદ વર્ષ રહેવું જોઈએ, રામ વનવાસ ગયા હતા એટલાં વર્ષ !! ચૌદ વર્ષ થયાં ત્યારે રામ મજબૂત થયા. એટલે તો આપણે કહીએ છીએ કે અમારી આજ્ઞા અને સાથે આ જ્ઞાનને સિન્સિયરલી એક્ઝક્ટનેસમાં રાખે તો અગિયાર વર્ષે ને કાં તો ચૌદ વર્ષે પૂર્ણાહુતિ થાય.
ક્યાંક પોલ ‘પોષાતી' તો નથી ને ? પ્રશ્નકર્તા: બ્રહ્મચર્ય “સ્વભાવમાં હોવું એટલે શું ?
દાદાશ્રી બ્રહ્મચર્ય ‘સ્વભાવમાં રહેવું એ શબ્દ ક્યાંથી લાવ્યો તું? આત્મા સ્વભાવથી જ બ્રહ્મચારી છે, આત્માને બ્રહ્મચારી થવાની જરૂર નથી.
પ્રશ્નકર્તા : આપે પેલી વાત કરેલી કે જે પૂર્વે ભાવના ભાવેલી હોય, અત્યારે એને ઉદયમાં આવેલું હોય, તે બ્રહ્મચર્ય પાળે.
દાદાશ્રી : એ તો જે ભાવના આગળ આવેલી હોય, જે આગળ ‘પ્રોજેક્ટ’ કર્યું હોય, એ પ્રમાણે અત્યારે ઉદય આવે. તે આ જૈનના છોકરા-છોકરીઓ જે દીક્ષા લે છે. તે જોયું હતું કે ? વીસ વર્ષનો છોકરો હોય છે, ભણેલો હોય છે, શ્રીમંત હોય છે, તે દીક્ષા લે છે. એનું કારણ શું ? ગયા અવતારોમાં એમણે બીજા સાધુ-સાધ્વીઓના સંગથી એવી ભાવનાઓ ભાવેલી અને જૈનોનો રિવાજ એવો છે કે પોતાનો છોકરો કે છોકરી આવી દીક્ષા લે તો બહુ આનંદ પામે, “ઓહોહો ! એના આત્માનું કલ્યાણ કરે છે. આપણને તો મોહ છે અને એને મોહ ઊડી ગયો છે.” એટલે એ લોકો તો છોકરાને હેલ્પ કરે ! જ્યારે આપણા લોકો તો હેલ્પ કરે નહીં. આપણે તો છોકરો જ જતો રહેશે ને મારું નામ ઊડી જશે, એવું કહેશે ! પણ આપણામાં ય પૂર્વે ભાવના ભાવેલી હોય ત્યારે તો “મારે બ્રહ્મચર્ય પાળવું છે” એવું સ્ટ્રોંગ બોલે, નહીં તો મહીં અદબદ થાય. શું થાય ?