________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આવે છે કોઈ દા'ડો ?
પ્રશ્નકર્તા : બે મહિના પહેલાં એ બધામાંથી પસાર થઈ ગયો છું. દાદાશ્રી : હમણાં નથી થતું હવે ?
પ્રશ્નકર્તા : ના.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : કેટલા વખતથી ? પ્રશ્નકર્તા : જ્યારથી જ્ઞાન મળ્યું ત્યારથી !
દાદાશ્રી : ત્યાર પહેલાં ઊંચું જોઈને ચાલતો હતો ? એનાથી તો આંખ દાઝે અને બધા રોગ જ એમાં છે, જુએ ને રોગ પેસે ! એમાં આંખનો દોષ છે ? ના, મહીં અજ્ઞાનતાનો દોષ છે ! અજ્ઞાનતાથી એને એમ જ લાગે છે ‘આ સ્ત્રી છે’, પણ જ્ઞાન શું કહે છે ? કે “આ શુદ્ધાત્મા છે !' એટલે જ્ઞાન હોય, એની તો વાત જ જુદી ને ?!
અમારું વચનબળ તો હોય, પણ આટલી ચીજો સાચવવી પડે, તો તમારો નિશ્ચય ના ડગે. એક તો કોઈની સામે દ્રષ્ટિ ના માંડવી જોઈએ, ધર્મ સંબંધી હોય તે વાંધો નથી, પણ તે સાહજિક હોય. બીજું, કપડાં પહેરેલો માણસ આમ જોતાંની સાથે નાગો હોય તો કેવો દેખાય ? પછી ચામડી ઉખેડી નાખે તો કેવો દેખાય ? પછી ચામડી કાપી નાખીને આંતરડાં બહાર કાઢ્યા હોય તો કેવો દેખાય ? એમ બધી દ્રષ્ટિ આગળ આગળ વધ્યા કરે, એ બધા પર્યાય આમ એક્કેક્ટ દેખાય. હવે આવો અભ્યાસ જ કર્યો નથી ને ? તો એવું કેમ દેખાય ? આનો તો પહેલાં ખૂબ ખૂબ વિચારીને અભ્યાસ કરવો પડે. આ સ્ત્રી જાતિને ખાલી હાથ આમ અડી ગયો હોય તો પણ નિશ્ચય ડગાવ, ડગાવ કરે. રાત્રે ઊંઘવા જ ના દે એવા એ પરમાણુઓ ! માટે સ્પર્શ તો થવો જ ના જોઈએ અને દ્રષ્ટિ સાચવે તો પછી નિશ્ચય ડગે નહીં !
દાદાશ્રી : ત્યારે સારું. અંદર તો બહુ ભારે ‘રેજિમેન્ટો’ બધી પડેલી છે, બહુ મોટી મોટી છે.
આટલુંક જ સાચવશો જરા ?! અમારા વચનબળથી કેટલાંક માણસોને રેગ્યુલર થઈ જાય છે. અમારું વચનબળ ને તમારું અડગ નક્કીપણું, આ બે જ ગુણાકાર થાય તો વચ્ચે કોઈની તાકાત નથી કે એને ફેરવી શકે ! એવું આ અમારું વચનબળ છે. અમે તમને શું કહીએ છીએ કે તમે અડગ થાવ, તમે મોળા ના થશો. તમારો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ કે દાદાની આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ મુખ્ય વસ્તુ છે.
અમે બ્રહ્મચર્ય વ્રત કોઈને આપતાં નથી અને આપીએ છીએ તો ય અમે કહીએ છીએ કે અમારું વચનબળ છે, જબરજસ્ત વચનબળ છે, તે કર્મના ઉદયને ફેરવી નાખે તેવું વચનબળ છે, પણ તારી સ્થિરતા જો ના તૂટી તો. તારે બહુ મજબૂતી પકડી રાખવી જોઈએ. જ્ઞાનીના વચનબળ સિવાય બીજું કોઈ આ કાર્ય કરી શકે તેમ નથી, એટલું બધું જ્ઞાનીનું વચનબળ હોય છે ! જ્ઞાનીનું મનોબળ ઓર જાતનું હોય છે ! કારણ કે જ્ઞાની પોતે વચનના માલિક નથી, મનના માલિક હોતા નથી. જે વચનના માલિક હોય, તેના વચનમાં બળ જ ના હોય. આખું જગત વચનનું માલિક થઈને બેઠું છે, તેમનાં વચનમાં બળ ના હોય. બળ તો, વાણી રેકર્ડની પેઠ નીકળી, તો એ વચનબળ કહેવાય.
અમારું વચનબળનું કામ એવું કે બધું જ પાળવા દે, બધાં કર્મોને તોડી નાખે ! વચનબળમાં તો ગજબની શક્તિ છે, કે કામ કાઢી નાખે !! ‘પોતે જો સહેજ પણ ડગે નહીં તો કર્મ એને નહીં ડગાવી શકે !!! કર્મ
- બ્રહ્મચર્યની ભાવના ભાવજે ને ખૂબ સ્ટ્રોંગ રહેજે ! નિશ્ચયમાં ચેતતો રહેજે, કારણ કે પુણ્યને આથમી જતાં વાર નથી લાગતી. પોતાનાં નિશ્ચયમાં બહુ બળ હોય તો જ કામ થાય. વારેઘડીએ મન બગડી જતું હોય તો પછી નિશ્ચય રહે નહીં ને ?! નિશ્ચય જબરજસ્ત જોઈએ, ‘સ્ટ્રોંગ” જોઈએ. પછી બધા ટેકો આપે, બધા ‘હેલ્પ’ કર્યા કરે. નિશ્ચય આગળ કોઈનું ના ચાલે. નિશ્ચય મોટામાં મોટી વસ્તુ છે. પોતાનો નિશ્ચય મજબૂત જોઈએ. એ નિશ્ચયને, મહીંથી ને મહીંથી વાત નીકળે ને છતર છેતર કરે, ને પાછું અંદરથી જ સલાહ આપી આપીને નિશ્ચયને તોડી નાંખે. તે જ્યારે જ્યારે સલાહ આપવામાં આવે તો આપણે એનું સાંભળવું નહીં. તારે એવું