________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આમ છે, નહીં તો માર્યો જઈશ. ઉપાય હંમેશાં હાથમાં હોવો જોઈએ. દાદાને કહી દઈએ એટલે મન બંધાઈ જાય. વિચાર એવી વસ્તુ છે, ગાંઠ ચાર-છ મહિના બંધ હોય ને પછી ફૂટે એટલે વિચાર તો આવે પણ આપણે પ્રતિક્રમણ કરી નાખવું.
વિષય એ તો પ્રત્યક્ષ મહાદુઃખ છે, નર્યા અપજશનાં જ પોટલાં !!! એટલે જાગૃતિ તો એટલી બધી રહેવી જોઈએ કે આ કર્મ કરતાં પહેલાં શું સ્થિતિ, પછી શું સ્થિતિ, એ બધું એકદમ દેખાય એવું નિરાવરણ જ્ઞાન થયું હોય, ત્યાર પછી વાંધો નહીં.
સમજો નિશ્ચયતા સ્વરૂપતે... પ્રશ્નકર્તા : આપણા નિશ્ચયને તોડાવે છે કોણ ?
દાદાશ્રી : એ આપણો જ અહંકાર. મોહવાળો અહંકાર છે ને ! મૂર્ણિત અહંકાર !! જેમ દારૂ પીધેલો માણસ મહીં ફરતો હોય તેવો એ છે, તે તોડાવી નાખવે છે !
પ્રશ્નકર્તા : એવું હોય તો આપણે શું કરવાનું ?
દાદાશ્રી : કરવાનું તો કશું હોતું જ નથી ને ! દાદાની આજ્ઞા પાળે તો આવું તેવું હોય જ નહીં ને !! ‘હું શુદ્ધાત્મા છું’ પછી પેલું બધું જોયા કરવાનું, આજ્ઞા પાળે તો કશું છે જ નહીં. પણ ‘આજ્ઞા શું છે', એ સમજ્યા જ નથીને હજુ ? એક સમભાવે નિકાલ કરે, તે થોડુંઘણું સમજીને કરે હજુ ! પેલો દારૂ પીધેલો ફરતો હોય, એટલે મોહ હલાય હલાય જ કરે ને ?! અંદર જે અહંકાર છે, તે મોહનો દારૂ પીને આખો દહાડો ફર્યા જ કરે છે અને જ્યાં મોહવાળી વસ્તુ દેખે કે ત્યાં પાછો ખેંચાય.
પ્રશ્નકર્તા : ત્યાં આગળ નિશ્ચય કામ ના લાગે ?
દાદાશ્રી : નિશ્ચય તો બધું ય કામ લાગે, પણ પહેલેથી નિશ્ચય હોય અને દાદાની આજ્ઞામાં રહ્યા હોય ત્યારે કામ લાગે. દાદાની આજ્ઞાથી નિશ્ચય મજબૂત થાય. એ નિશ્ચય કામ લાગે, બાકી આમ ગાંઠવાળો નિશ્ચય ના ચાલે. નિશ્ચય કેવો હોય ? કે ખસે નહીં, ફરી બોલવું પણ ના પડે
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય કે મેં નિશ્ચય કર્યો છે, આ તો ગાંઠ વાળે કે આજે આ નિશ્ચય કર્યો, ‘હવે આ નથી ખાવું” ને કાલે પાછો ખાવા બેસે !
એટલે દાદાની આજ્ઞામાં રહે, ત્યાર પછી નિશ્ચય મજબૂત થાય. પછી એ નિશ્ચય તો બદલાય જ નહીં. અમારી આજ્ઞા પાળ્યા કરવી. આજ્ઞા સહેલી ને સરસ છે, રિલેટિવ ને રિયલ આખા દહાડામાં એક કલાક જોવું જ પડે ને ! એટલે નિશ્ચય મજબૂત થાય, નિશ્ચય મજબૂત કરનારી ‘આ’ આજ્ઞા છે. અમારી વાતોમાંથી સારભૂત ખોળી કાઢવું કે આમાં શું સારભૂત છે ? એટલું વાક્ય આપણે પકડી લેવું. બધાં વાક્ય તો ખ્યાલમાં રહે નહીં એવો તમારો ખોરાક છે !
પ્રશ્નકર્તા : નિશ્ચય કેવો કરવો જોઈએ ?
દાદાશ્રી : આપણે નિશ્ચય જે કર્યો હોય, તે ગામ જવાય. આત્મા અનંત શક્તિ સ્વરૂપ છે, તે શક્તિ પ્રગટ થઈ જાય. આત્મા એ નિશ્ચય સ્વરૂપ છે અને તમારો નિશ્ચય માંગે છે. ડગમગ ડગમગ ના ચાલે ! એક જ સ્ટ્રોંગ અભિપ્રાય આખી જિંદગી ત્યાગ કરાવડાવે ! અભિપ્રાય સહેજ કાચો હોય તો શું થાય ? એમાં કર્મના ઉદય આવે પછી માણસનું ચાલે નહીં, પછી સ્લીપ થઈ જાય. અરે, પૈણી હઉ જાય ! એ અભિપ્રાય પાકો નહીં, એટલે શું ? કે એમાં જરા છૂટછાટ રહેવા દીધેલી હોય.
નિશ્ચયતાં પરિપોષકો ! તમારો સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાનો નિશ્ચય અને અમારી આજ્ઞા, એ તો કામ જ કાઢી નાખશે, પણ જો મહીં સહેજે નિશ્ચય આઘોપાછો ના થયો તો ! અમારી આજ્ઞા તો, એ જ્યાં જશે ત્યાં રસ્તો બતાવશે અને આપણે સહેજ પણ પ્રતિજ્ઞા નહીં છોડવી. વિષયનો વિચાર આવ્યો તો અડધો કલાક સુધી તો ધો ધો કરવો કે કેમ હજુ વિચાર આવે છે ! અને આંખ તો કોઈના ય સામે માંડવી જ નહીં. જેને બ્રહ્મચર્ય પાળવું છે, એણે આંખ તો મંડાય જ નહીં, બીજા બધા તો માંડે. તું નીચું જોઈને ચાલે છે કે ઊંચું જોઈને ચાલે છે ?
પ્રશ્નકર્તા: નીચું જોઈને.