________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય નહીં, પાછું થોડીવાર બેસી રહેવું પડે છે. શું?
પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યનું વ્રત લીધા પછી કોઈનું ડગુમગુ થતું હોય
તો ?
૯૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : ડગમગ થાય.
દાદાશ્રી : હા, ડગમગ થાય ને, કે આમ કરું કે તેમ કરું. ઘડીકમાં વિચાર બદલાય ને ઘડીકમાં વિચાર થાય. તારો વિચાર બદલાઈ જાય છે, કો’ક ફેરો ?
પ્રશ્નકર્તા : નથી બદલાતો. દાદાશ્રી : કેટલા વખતથી નથી બદલાતો ? પ્રશ્નકર્તા : ચાર મહિનાથી.
દાદાશ્રી : ચાર મહિના ? એટલે કંઈ આ છોડવો હજુ મોટો ના કહેવાય ને ? એને આવડો નાનો છોડવો કહેવાય. એ તો ગાયના પગ નીચે આવે તો ય દબાઈ જાય..
પ્રશ્નકર્તા : કોઈને બ્રહ્મચર્ય માટે નિશ્ચય ડગુમગુ થાય, એ એની પૂર્વની ભાવના એવી હશે, એટલે ?
દાદાશ્રી : ના, એવું નહીં, આ નિશ્ચય છે જ નહીં એનો. આ પહેલાંનો પ્રોજેક્ટ નથી અને આ જે નિશ્ચય કર્યો છે, એ લોકોનું જોઈને કર્યો છે. આ ખાલી દેખાદેખી છે એટલે ડગમગ થયા કરે છે, એના કરતાં શાદી કરને ભાઈ, શી ખોટ જવાની છે ? કોઈ છોકરી ઠેકાણે પડશે ! અને જે શાદી કરે, તેની જવાબદારી છે ને ? ના કરે તો જવાબદારી છે કંઈ એની ? બીજાએ શાદી કરી હોય ને તારે જવાબદારી આવે ? ભાર જેટલો ઊંચકાય તેટલો ઊંચકો, બે સ્ત્રીઓ કરવી હોય તો બે કરો. ભાર ઊંચકાવો જોઈએને આપણાથી ? અને ભાર ન ઊંચકાય તો એમ ને એમ કુંવારા રહો, બ્રહ્મચારી રહો; પણ બ્રહ્મચર્ય પળાવું જોઈએ ને ?!
ત ચાલે અપવાદ બ્રહ્મચર્યમાં ! આ ભઈ ખરું કહે છે કે આ ડગુમગુ થતું હોય, તેનો શો અર્થ ?! એ ડગુમગુ થાય છે, એનું કારણ જ એટલું છે કે આજના આ બધાના હિસાબે આપણે કરવા જઈએ છીએ, દોડીએ છીએ અને દોડાતું તો છે
દાદાશ્રી : ડગમગવાળાથી વ્રત લેવાય પણ નહીં અને વ્રત લે તો એમાં ભલીવાર આવે ય નહીં. ડગુમગુ થાય છે, તે આપણે ના સમજીએ કે “કમિંગ ઇવેન્ટસ કાસ્ટ ધેર શેડોઝ બીફોર ?!'
બ્રહ્મચર્યમાં અપવાદ રખાય એવી વસ્તુ નથી. કારણ કે માણસનું મન પોલ ખોળે છે, કોઈ જગ્યાએ આવડું અમથું કાણું હોય તો તેને મન મોટું કરી આપે !
પ્રશ્નકર્તા : આ પોલ ખોળી કાઢે, એમાં કઈ વૃત્તિ કામ કરે છે ?
દાદાશ્રી : એ મન જ કામ કરે છે, વૃત્તિ નહીં. મનનો સ્વભાવ જ એવો પોલ ખોળવાનો છે.
પ્રશ્નકર્તા : મન પોલ મારતું હોય તો, એને કઈ રીતે અટકાવવું?
દાદાશ્રી : નિશ્ચયથી, નિશ્ચય હોય તો પોલ મારે શી રીતે તે ? આપણો નિશ્ચય છે, તો કોઈ પોલ મારે જ નહીં ને ? જેને ‘માંસાહાર નથી ખાવું” એવો નિશ્ચય છે, એ નથી જ ખાતો.
પ્રશ્નકર્તા : એટલે દરેક બાબતમાં નિશ્ચય કરી રાખવા ? દાદાશ્રી : નિશ્ચયથી જ બધું કામ થાય છે.
પ્રશ્નકર્તા : આપ જો નિશ્ચયનો આટલો બધો ભાર મૂકો છો, તો એ ‘ક્રમિકમાર્ગ’ ના કહેવાય ?
દાદાશ્રી : ના, ક્રમિકને લેવાદેવા નહીં ને ! આત્મા પ્રાપ્ત થયા પછી ક્રમિક ક્યાંથી આવ્યું ? ક્રમિક તો આત્મા પ્રાપ્ત ના કર્યો હોય, ત્યાં સુધીના ભાગને ક્રમિક કહેવાય છે. આત્મા પ્રાપ્ત કર્યા પછી ક્રમિક હોતું જ નથી.