________________
૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
પછી છ દહાડા સુધી વિષયની વાત ઊભી થાય, તે પહેલાં પ્રતિક્રમણ એને ફરી વળે. મહીં વિષય તો ઊભા થવાના, પણ આપણે પ્રતિક્રમણનું એવું જોર રાખો કે પ્રતિક્રમણના બધા પોલીસો એને ફરી વળે.
પ્રશ્નકર્તા : જેમ જેમ આપણે પ્રતિક્રમણ કરીએ, તેમ તેમ વિષય ઓછો થવાનો ને ?
દાદાશ્રી : હા, પ્રતિક્રમણ કરીએ એટલે ઓછું થતું જાય. પ્રતિક્રમણ કરે છે ખરો, પણ અંદરખાને વિષયની રુચિ રહ્યા કરે છે. તે પોતાને ખબર પડતી નથી. એ રુચિ બિલકુલે ય રહેવી ના જોઈએ. અરુચિ ઉત્પન્ન થવી જોઈએ. અરુચિ એટલે તિરસ્કાર નહીં, પણ આમાં કશું છે જ નહીં એવું થવું જોઈએ.
પ્રશ્નકર્તા : રુચિ મહીં રહેલી છે, એ ખબર કેમ પડતી નથી ? દાદાશ્રી : એ ખબર ના પડે એટલું જાડું ખાતું છે.
પ્રશ્નકર્તા : પણ આમ તો એવું લાગે છે કે આપણે આ વિષય તો ભોગવવો જ નથી.
દાદાશ્રી : એ તો એવું લાગે ખરું, પણ એ બધું શબ્દોથી છે. હજુ મહીં જે રુચિ છે, એ ગઈ નથી. સિંચનું બીજ અંદર હોય છે, તે ધીમે ધીમે તને સમજાશે. જે ડેવલપ થયેલો માણસ હોય, તેને સમજાઈ જાય.
પ્રશ્નકર્તા : ક્ષત્રિયને વિષય સામે ક્ષત્રિયપણું ના આવી જાય ?
દાદાશ્રી : આવે ને ! પણ વિષયમાં ક્ષત્રિયપણું આવે એવું નથી. ક્ષત્રિયપણું હોત, તો તો એને કાપી નાખવાનું કહેત, પણ આ વિષય એ સમજણનો વિષય(સબજેક્ટ) છે. એટલે બહુ વિચારે કરીને વિષયો જાય. એટલા માટે વિષયથી છૂટવા માટે મેં આ ત્રણ વિઝન બતાડ્યા છે ને ?
પછી એને રાગ થાય નહીં ને ! નહીં તો સ્ત્રીએ આમ સારા ઘરેણાં ને સારાં કપડાં પહેર્યાં હોય તો બધું ભૂલી જાય ને મોહ ઉત્પન્ન થઈ જાય.
પ્રશ્નકર્તા : હજુ તો વિષયમાં રુચિ અંદર હોય, છતાં ખબર નથી
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
પડતી કે રુચિ છે કે નહીં.
૫
દાદાશ્રી : એટલું જાણ્યું તો ય સારું તારે.
પ્રશ્નકર્તા : વિષયોમાં જે ઈન્ટરેસ્ટ ઊભો થાય છે એ રુચિ પડી, એના આધારે ઊભો થાય છે ?
દાદાશ્રી : હા. રુચિ ના હોય તો કશું નહીં. અરુચિ ઉપર વિષય ઊભો કેમ થાય ? અરુચિ ઉપર વિષય કેમ ઊભો થાય ? કોઈ સ્ત્રી હાથે દાઝી ગઈ હોય, રોજ આખા શરીરે પુરુષ અડતો હોય, પણ હાથે દાઝી ગયેલું હોય ને પછી ફોલ્લાં પડે અને પછી પરું નીકળતું હોય, એ ઘડીએ પેલી સ્ત્રી કહે કે ‘અહીંયા આ જરા ધોઈ આલો.' તો શું કહે ?
પ્રશ્નકર્તા : ના પાડે.
દાદાશ્રી : હવે એ રુચિ હતી, તે ત્યાં આવું જોઈને અરુચિ થઈ જાયને ! પછી ફરી રુચિ ઉત્પન્ન ના થાય. પણ સ્ટેબીલાઈઝ રહેવું જોઈએ. આ તો આમ પાછાં સાજા થઈ જાય તો, ત્યારે હતા તેવાં ને તેવાં થઈ જાય, એવું નહીં. સ્ટેબીલાઈઝ થઈ જવું જોઈએ.
પ્રશ્નકર્તા : સ્ટેબીલાઈઝ કેવી રીતે થાય ?
દાદાશ્રી : એ તો આ અહીં આગળ છે તે, આ રોડ ઉપર જઈને પૂછી આવજે ને ! એ લોકો કરે છે એવી રીતે તું ય કરજે. આ કાંકરા-મેટલ નાંખીને ત્યાં રોલર ફેરવે છે, એ સ્ટેબીલાઈઝ થઈ જાય એવું જોઈ લે.
પ્રશ્નકર્તા : પણ કયું રોલર ફેરવવું પણ ?
દાદાશ્રી : તો પેલા રોલરથી આપણે પસ્તાવો કરી કરીને, દોષને
કાઢવાના.
પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધા પછી પોતાનો નિશ્ચય છે, ધ્યેય છે, તેમ છતાં પણ જે રુચિ રહેલી છે, એ રુચિને તોડવા માટે, એને છેદવા માટે શું હોવું જોઈએ ?