________________
૮૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : એક્કેક્ટ પ્રતિક્રમણ કરે તો થાય. અરુચિ જોવાનાં બીજાં બધા સાધનો તેની મહીં આવે અરુચિ જોવાનાં, એ બધું હેલ્પ કર્યા કરે.
પ્રશ્નકર્તા: સ્ત્રી પરનો મોહ ને રાગ જાય, ત્યારે રુચિ ખલાસ થવા માંડે ?
દાદાશ્રી : સચિની ગાંઠ તો અનંત અવતારની પડેલી છે, ક્યારે ફૂટી નીકળે એ કહેવાય નહીં. એટલે આ સંગમાં જ રહેવું. આ સંગની બહાર ગયા કે ફરી એ સચિના આધારે બધું ફૂટી નીકળે પાછું. એટલે આ બ્રહ્મચારીઓનાં સંગમાં જ રહેવું પડે. હજુ આ રુચિ ગઈ નથી, એટલે બીજા કુસંગમાં પૈસો કે પેલું તરત ચાલુ થઈ જાય. કારણ કે કુસંગનો બધો સ્વભાવ જ એવો છે.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ તો ય ?
દાદાશ્રી : ત્યાં તું લાખ પ્રતિક્રમણ કરું, તો ય કુસંગ હશે તો બધું અવળું થશે !
પ્રશ્નકર્તા : પણ એ કુસંગ તો આપણને જોઈતો નથી. એની તો આપણને ઇચ્છા જ નથી તો ય ?
દાદાશ્રી : કુસંગ તો આપણને જોઈતો નથી, પણ કોઈ વખત એવો સંજોગ આવી જાય ને ? સત્સંગ છુટી ગયો ને કુસંગમાં આવી ગયો, તો રુચિ અંદર પડેલી છે એટલે કુસંગ ફરી વળે. પણ જેને રુચિ ઉડી ગયેલી હોય તો કુસંગ ના અડે પછી. રુચિ ઉડી ગયેલી હોય એટલે એને રુચિનું બીજ નથી, પછી સંજોગ ભેગા થાય તો ય બીજ ઊગે જ નહીં ને !
[3] દ્રઢ નિશ્ચય, પહોંચાડે પાર !
ન ડગે કદિ, તે નિશ્ચય ! એક ભાઈ મને કહે કે “ઘણી ય ઇચ્છા નથી તો ય વિષયના વિચારો આવે છે, તો મારે શું કરવું ?” આ સિવાય બીજું કર્યું જ નથી ને ! અનંત અવતાર આને આ જ સેવન કર્યું, એનાં જ એને પડઘા પડ્યા કરે છે ! જ્ઞાનીઓ મળે તો એને છોડાવડાવે, નહીં તો કોઈ છોડાવે નહીં. શી રીતે છોડાવે ? કોણ છોડાવે ? છૂટેલો હોય તે જ છોડાવે અને વિષયમાંથી છૂટ્યો તો મુક્ત થયો જાણવું ! આ એકલા વિષયમાંથી જ છૂટ્યો કે કામ થઈ ગયું. જેને છુટવાની ઇચ્છા છે, એને સાધન જ્યારે ત્યારે મળી આવે છે. સ્ટ્રોંગ ઇચ્છાવાળાને જલ્દી મળી આવે ને મંદ ઇચ્છાવાળાને મોડું મળી આવે, પણ ઇચ્છા સાચી છે તો મળી જ આવે. લગ્નની ઇચ્છાવાળાને લગ્ન થયા વગર રહે છે ? એવું આ ય ઇચ્છા સ્ટ્રોંગ હોવી જોઈએ.
નિશ્ચય કોનું નામ કહેવાય ? કે ગમે તેવું લશ્કર ચઢી આવે તો કે આપણે તેને ગાંઠીએ નહીં ! મહીં ગમે એવા સમજાવનારા મળે તો ય આપણે તેને ગાંઠીએ નહીં ! નિશ્ચય કર્યો, પછી એ ફરે નહીં, એનું નામ નિશ્ચય કહેવાય.