________________
૮૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
વેડફાઈ જાય છે ?
દાદાશ્રી : આ મોહમાં જ, મોહ અને અજાગૃતિમાં. બાકી જેટલો મોહ ઓછો એટલી શક્તિ વધારે.
મોહરાજાએ છેલ્લો પાસ નાખ્યો છે. અત્યારે વિષયનો જ મોહ બધે વ્યાપી ગયો છે. પહેલાં તો માનનો મોહ, કીર્તિનો મોહ, લક્ષ્મીનો મોહ, મોહ બધે જ વેરાયેલો હતો. આજે બધો મોહ એકલા વિષયમાં જ વ્યાપી
ગયો છે ને ભયંકર બળતરામાં જ જીવન જીવી રહ્યાં છે. આ એકલા સાધુમહારાજો વિષયથી છૂટા પડ્યા છે, તેથી તેમને કંઈક શાંતિ છે.
જ્ઞાનશક્તિ જબરજસ્ત હોય અને વિષય તો વિચારમાં ય ના આવે, તો તે ના પરણે, પણ જ્યાં સુધી રૂપ પર મોહ છે ત્યાં સુધી પરણી લેવું. પરણવું એ ફરજ઼્યિાત છે ને પરણવું એ બહુ જોખમ છે ને જોખમમાં ઊતર્યા વગર પાર આવે તેમ પણ નથી. મોહ છે, તેણે પરણવું જ જોઈએ. નહીં તો હરૈયા ઢોર થઈ જાય. કો'કના ખેતરમાં પેઠો કે માર્યો જાય ને ભયંકર અધોગતિ નોંતરે ! પરણે એટલે શું કે હક્કનું ભોગવે; ને પેલું તો અણહક્કનો વિચાર આવે તો અધોગતિએ જાય ! શરીર પર રાગ જ કેમ થવો જોઈએ ? શરીર શેનું બનેલું છે ?
પ્રશ્નકર્તા : પુદ્ગલનું.
દાદાશ્રી : હા, પુદ્ગલ ખરું, પણ કેવું પુદ્ગલ ? એકલું જો સોનાનું બનેલું હોય તો ગંધાય નહીં, હાથ બગડે નહીં, કશું ય નહીં, પણ આ તો સારી ચાદરથી પોટલું બાંધેલું છે, એટલે કેટલી બધી ફસામણ થઈ છે ! એનું નામ જ મોહ ને ! જે છે તે દેખાતું નથી, નથી તે દેખાય છે ! નિર્મોહી કોણ ? જ્ઞાની પુરુષ, કે એમને જે છે એ જ દેખાય ! આરપાર મહીં, હાડકાં-બાડકાં, આંતરડાં-બાંતરડાં બધું જ દેખાય, એમ ને એમ સહજ સ્વભાવે બધું દેખાય.
પ્રશ્નકર્તા : એ જાતની દ્રષ્ટિ હોય, તો પછી આકર્ષણ રહે જ નહીં
દાદાશ્રી : આ સંડાસ જોઈએ છીએ, ત્યાં આકર્ષણ થાય છે ?
ને ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૮૩
દેખીએ ને મૂર્છિત થાય, એ ગયા અવતારનો મોહ છપાઈ ગયો છે, તેથી. આ ચામડીથી ઢાંકેલું માંસ જ છે, પણ એવું રહે નહીં ને ! જેને મૂર્છા ના હોય, એને એ જાગૃતિ રહે. જે છે તે દેખાવું, એનું નામ જાગૃતિ ! ફક્ત શુદ્ધાત્માનાં દર્શન કરવા જેવું છે, બીજું બધું તો રેશમી ચાદરે વીદ્યું માંસ જ છે !
અમારી આજ્ઞા પાળશો તો તમારો મોહ જશે. મોહને તમે જાતે કાઢવા જશો તો એ તમને કાઢી મૂકે એવો છે ! માટે એમને કાઢી મૂકવા કરતાં એમને કહીએ, ‘બેસો સાહેબ, અમે તમારી પૂજા કરીએ!' પછી જુદા થઈને આપણે તેના પર ઉપયોગ દીધો ને દાદાની આજ્ઞામાં આવ્યા કે મોહને તરત એની મેળે જવું જ પડશે. પછી મોહ જ કહેશે કે, ‘અપના તો ઇધર કુછ ચલેગા નહીં, ઇધર દાદાકા સામ્રાજ્ય હો ગયા હૈ, અબ અપના કુછ નહીં ચલેગા !' તે મોહ બધા બીસ્તરા-પોટલાં લઈને જતો રહેશે. બાકી બીજી કોઈ રીતે મોહને કોઈ કાઢી શકેલો નહીં. એ તો મોહરાજા કહેવાય !
વિષયતી ‘છૂપી રુચિ’ તો નથી ને ?!
વિષયનું વિરેચન કરનાર દવા વર્લ્ડમાં કોઈ હોય નહીં. આપણું જ્ઞાન એવું છે કે વિષયનું વિરેચન થાય. મહીં વિચાર આવે કે એ અવસ્થા ઊભી થઈ, કે તરત જ એની આહૂતિ અપાઈ જાય. આ વિષય એક જ એવો છે કે નર્યા કપટનું જ સંગ્રહસ્થાન છે ને ! જેમાં અનંતા દોષ બેસે છે અને કેટલાય અવતાર બગાડી નાખે છે ! વિષય હોય તે કંઈ એકદમ જતા ના રહે. પણ એનો કંટાળો આવે ને એનું પ્રતિક્રમણ કર કર કરે તો ઉકેલ આવે. પ્રતિક્રમણ કોનું નામ કહેવાય કે ડાઘ પડ્યો કે તરત ધોઈ નાખવું, એને પ્રતિક્રમણ કહેવાય. આ ડાઘને કેમ ધૂઓ છો ? કારણ એ ક્રમણ નથી, આ અતિક્રમણ છે. માટે એનું પ્રતિક્રમણ કરો અને એ ‘શૂટ ઓન સાઈટ' જોઈએ. અક્રમ વિજ્ઞાનનું પ્રતિક્રમણ ‘શૂટ ઓન સાઈટ’ છે. નહીં તો આ લફરાં છૂટે જ નહીંને ?! એકાવતારી થવું છે, પણ આ લફરાં ક્યારે છૂટી રહે ! ‘શૂટ ઓન સાઈટ’ પ્રતિક્રમણથી છૂટાય.
વિષયનું પ્રતિક્રમણ રવિવારે આખો દહાડો ચાલુ રાખ્યું હોય, એટલે