________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૪૧
જો કદી સાચવતાં ના આવડ્યું તો માણસ મેડ થઈ જાય. અમારી આ શોધખોળ બહુ સુંદર છે, આખું વિજ્ઞાન બહુ સુંદર છે અને આખું વર્લ્ડ એક્સેપ્ટ કરે એવું છે. આ સાયન્ટિસ્ટો બધાને ય આ એકસેપ્ટ કરવું પડશે. બ્રહ્મચર્ય તો કેવું હોવું જોઈએ ?!
આ ‘અક્રમ વિજ્ઞાન’ છે. આ તો બહુ અજાયબ વિજ્ઞાન છે. જગત જ્યારે જાણશે ત્યારે કૂદાકૂદ કરશે.
તમને સ્ત્રી ઉપર વૈરાગ આવ્યો કે ના આવ્યો ? કેટલી વારમાં? અત્યારે પા કલાકમાં જ ? ત્યારે જ્ઞાનીઓની ચાવીઓથી કેવા વૈરાગ આવે છે !!! અને આમ પહેરો ભરીએ, તે ક્યારે પાર આવે ? આમ પહેરો ભરે તો પેલી બાજુ પેસી જશે. અમે કોઈની ઉપર પહેરો જ ભરીએ નહીં ને ! અમે ક્યાં પહેરો ભરીએ ? આ ગંદવાડામાં જેને લબદાવું જ છે,
તેને પછી અમે છોડી દઈએ !
અહીં આ છોકરાઓ બ્રહ્મચર્ય પાળે છે એ તો સહજ સ્વભાવે રહે, એક ક્ષણ પણ ચૂક્યા સિવાય નિરંતર રહે.
સાતમી નર્કનું વર્ણન કરે તો ય માણસ સાંભળતા જ મરી જાય. ત્યારે બોલો, ત્યાં કેટલો ભોગવટો હશે ? કે ફરી સંસાર ભોગવવાની તો ચડીચૂપ ! એક વિષયને લીધે આ સંસાર ઊભો રહ્યો છે. આ સ્ત્રી વિષય ના હોય ને, તો બીજા બધા વિષય તો કોઈ દહાડો ય નડતા નથી. એકલા આ વિષયનો અભાવ થાય તો ય દેવગતિ થાય. આ વિષયનો અભાવ થયો કે બીજા બધા વિષયો બધું જ કાબૂમાં આવી જાય અને આ વિષયમાં પડ્યો કે વિષયથી પહેલાં જાનવર ગતિમાં જાય અને એથી વધારે વિષયી હોય તો નર્કગતિમાં જાય. વિષયથી બસ અધોગતિ જ છે. કારણ કે એક વિષયમાં તો કંઈ કરોડો જીવ મરી જાય છે ! સમજણ ના હોય છતાં ય જોખમદારી વહોરે છે ને ! એટલે જ્યાં હિંસા છે, ત્યાં ધર્મ જેવું કશું જ નથી.
પ્રશ્નકર્તા : સમજવા છતાં જગતના વિષયોમાં મન આકર્ષાયેલું રહે છે, સમજીએ છીએ કે સાચું-ખોટું શું છે, છતાં વિષયોમાંથી છૂટાતું નથી. તો એનો ઉપાય શો ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
દાદાશ્રી : જે સમજણ ક્રિયાકારી હોય તે જ સાચી સમજણ કહેવાય. બીજી બધી વાંઝિયા સમજણ કહેવાય. બે શીશી હોય. એક શીશીમાં વિટામીનનો પાવડર હોય, બીજી શીશીમાં પોઈઝન હોય, બંનેમાં સફેદ પાવડર હોય તો આપણે છોકરાંને સમજ પાડીએ કે આ વિટામીન છે તે લેજે અને આ બીજી શીશીમાંથી ના લઈશ. બીજી શીશીમાંથી લઈશ તો મરી જવાશે. એટલે એ છોકરો ‘મરી જઈશ’ શબ્દ સાંભળ્યો એટલે એ સમજી
ગયો નથી. બોલે ખરો કે આ દવા લેવાથી મરી જવાય, પણ મરી જવું એટલે શું, એ સમજતો નથી. આપણે એને કહેવું પડે, કે ફલાણા કાકા તે દહાડે મરી ગયા’તા ને ? પછી બધાએ એને ત્યાં બાળી મેલ્યા’તા, એવું આ દવાથી થાય. એવી એક્ઝેક્ટલી જ્યારે સમજ પડે ત્યારે એ સમજ જ ક્રિયાકારી થાય. પછી એ પોઈઝનને અડે જ નહીં. અત્યારે આ સમજની એને એક્ઝેક્ટનેસ આવી નથી. આ સમજ તો લોકોએ શીખવાડેલી લોન તરીકે લીધેલી છે.
૪૨
પ્રશ્નકર્તા : એ સમજ ક્રિયાત્મક થાય, તે માટે શું પ્રયત્ન કરવો ? દાદાશ્રી : હું તમને વિગતવાર સમજણ પાડું. પછી એ સમજણ જ ક્રિયા કર્યા કરે. તમારે કશું કરવાનું નહીં. તમે ઉલટો ડખો કરવા જાવ તો બગડી જાય. જે જ્ઞાન, જે સમજણ ક્રિયાકારી હોય, તે સાચી સમજણ છે અને તે સાચું જ્ઞાન છે.
મારી વાત તમને ઠોકી બેસાડવાની નથી. તમને તમારી પોતાની જ સમજમાં આવવું જોઈએ. મારી સમજ મારી પાસે અને એ સમજ તમને ઠોકી બેસાડાય નહીં અને એમ ઠોકી બેસાડવાથી તો કશું કામ જ ના થાય. તમને એ સમજ બેસી જાય અને તમે તમારી સમજથી ચાલો.
આ દુનિયામાં કોઈ ચીજની નિંદા કરવા જેવી હોય તો તે અબ્રહ્મચર્ય. બીજી બધી એટલી નિંદા કરવા જેવી ચીજ નથી.
બ્રહ્મચર્ય ન પળાય એની વાત જુદી છે, પણ બ્રહ્મચર્યના વિરોધી તો ન જ થવું જોઈએ. બ્રહ્મચર્ય તો મોટામાં મોટું સાધન છે. આપણું બ્રહ્મચર્ય એ પવિત્ર વસ્તુ હોવી જોઈએ. બ્રહ્મચર્ય એ માનસિક વસ્તુ નથી, આ બીડીના વ્યસન જેવું અબ્રહ્મચર્યનું નથી. વિષય સંબંધી અણસમજણને