________________
૪૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય એ સિદ્ધાંત રાખવો જોઈએ અને તે પહેલેથી જ જાણવો સારો ! એંસી વર્ષે આ સિદ્ધાંત જાણીએ તો શું કામનો ? આપણું અસ્તિપણું એક જ જગ્યાએ હોય, બે જગ્યાએ ના હોય. એટલે બને ત્યાં સુધી સિદ્ધાંતને પાળવો. અત્યારે ચારિત્રની કિંમત જ ઊડી ગઈ છે. બ્રહ્મચર્યની તો કિંમત જ ઊડી ગઈ છે ને ? સ્વસ્થ જીવન જીવવાની કિંમત જ ઊડી ગઈ છે ! પવિત્ર જીવન જ જીવવાનું છે.
અભિપ્રાય બદલ્ય નીકળવા માંડે !
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૪૩ લઈને બ્રહ્મચર્ય ટકતું નથી. બ્રહ્મચર્યને માટે, જ્ઞાની પુરુષની પાસે સમજણ જો સમજી લે તો બ્રહ્મચર્ય સરસમાં સરસ ટકે. સમજવાની જ જરૂર હોય છે એમાં. આ વ્યસન એ જુદું છે ને અબ્રહ્મચર્ય એ જુદી વસ્તુ છે. આ તો અનાદિથી લોકપ્રવાહ આવો ને આવો ચાલ્યો આવે છે, ને તેનાથી લૌકિક જ્ઞાન ઊભું થઈ ગયું છે અને પાછી એની અવળી સમજ બેસી ગઈ. હવે જેવી સમજ બેસી ગઈ એટલે પછી એવું વર્તનમાં આવ્યા વગર રહે નહીં.
વ્યવહારમાં પણ બ્રહ્મચર્ય પાળવાનું શાથી કહ્યું છે કે નોર્માલિટીમાં રહે. તેનાથી દેહ, મન બધું સારું રહે. જગતના લોકોને તો મન-વચનકાયાથી બ્રહ્મચર્ય પળાય જ નહીં ને ?! આ તો ફક્ત આપણે અહીં પાળી શકાય. આ લોકો વ્રત લે છે. તે પછી વ્રત લેવાથી શું થાય કે મન બધું ઠેકાણે રહે, મન બાઉન્ડ્રીમાં રહ્યા કરે અને વ્રત ના લે તો એમનું ચિત્ત બધું ભટકતું જ હોય ! છતાં, સંસારમાં ય જો કદી આ દ્રષ્ટિ સાચવે તો એ આગળ આગળ વધતો જાય અને એને પણ મોક્ષનો રસ્તો મળી આવે. આ તો જે મને ભેગો ના થયો હોય, એવા બહારના લોકો માટે કહું છું !
બ્રહ્મચર્ય એ કદી એક છ જ મહિના સાચા દિલથી પાડ્યું હોય. મન-વચન-કાયાએ કરીને, તો એ ગુલાબ આવડાં આવડા મોટાં થાય. બ્રહ્મચર્ય એ તો મોટામાં મોટું ખાતર છે. જેમ ગુલાબને ખાતર નાખીએ તો આવડાં નાનાં હોય તે પછી આવડાં મોટાં થાય. એટલે એક છ જ મહિના જેને પાળવું હોય તે પાળે ! છ મહિનાના બ્રહ્મચર્યથી તો શરીરમાં કેટલો બધો ફેરફાર થઈ જાય ! પછી વાણી બોલે તે આમ બોમ્બ પડે એવી નીકળે ! જ્યાં સુધી સંસારના કોઈ પણ વિષયમાં મન ઘૂસી ગયું હોય ત્યાં સુધી બધા જ ડીપાર્ટમેન્ટ ઉપર ફૂલ (full) શક્તિ ચાલે નહીં ! કોઈ પણ દિશામાં પ્રવહન કરવું એ મનનો સ્વભાવ છે ! આથી મનને ધાર્યું વાળી શકાય એવું છે, એને ડાયવર્ટ કરી શકાય એવું છે. બે-પાંચ વર્ષ જ જો મનને આ બ્રહ્મચર્ય તરફ વાળે, આ એક જ દિશામાં વહન કરે તો એની સામે કોઈ આંખ પણ માંડી ના શકે !
અબ્રહ્મચર્યથી જ બધા રોગ ઊભા થાય છે. એટલે બ્રહ્મચર્ય પાળવું
પ્રશ્નકર્તા : પણ માનસશાસ્ત્રીઓ કહે છે કે વિષય બંધ થાય જ નહીં, છેક સુધી રહે. એટલે પછી વીર્યનું ઉર્ધ્વગમન થાય જ નહીં ને ?
દાદાશ્રી : હું શું કહું છું કે વિષયનો અભિપ્રાય બદલાય કે પછી વિષય રહેતો જ નથી ! જ્યાં સુધી અભિપ્રાય બદલાય નહીં ત્યાં સુધી વીર્યનું ઉર્ધ્વગમન થાય જ નહીં. આપણે અહીં તો સીધો આત્મામાં જ ઘાલી દેવાનો છે, એનું નામ જ ઉર્ધ્વગમન છે ! વિષય બંધ કરવાથી એને આત્માનું સુખ વર્તાય અને વિષય બંધ થયો એટલે વીર્યનું ઉર્ધ્વગમન થાય જ. અમારી આજ્ઞા જ એવી છે કે વિષય બંધ થઈ જાય છે.
પ્રશ્નકર્તા : આજ્ઞામાં શું હોય છે ? શૂળ બંધ કરવાનું ?
દાદાશ્રી : સ્થળને અમે કંઈ કહેતા જ નથી. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બ્રહ્મચર્યમાં રહે એવું હોવું જોઈએ. અને મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર, બ્રહ્મચર્ય માટે ફરી ગયાં એટલે ધૂળ તો એની મેળે આવે જ. તારાં મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકારને ફેરવ. અમારી આજ્ઞા એવી છે કે આ ચારે ય ફરી જ જાય છે !!
ગજબના એ બ્રહ્મચારી !
‘આ’ ‘પબ્લિક ટ્રસ્ટ’ એવું છે કે સંપૂર્ણ નીરોગી છે. વર્લ્ડનું ટોપમોસ્ટ છે આ ! તમારે જે રોગો કાઢવા હોય, તે કાઢી શકાય એમ છે ! જે સુંદર બ્રહ્મચર્ય પાળતા હોય, એમને આધીન રહીને બ્રહ્મચર્ય પાળી શકાય. નહીં તો પોતે પાળતા ના હોય, પોતાની મહીં ગુપ્ત ‘ડિફેક્ટ’ હોય, તો પોતાને જ