________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૯
પ્રશ્નકર્તા : હા, અવાય.
દાદાશ્રી : એવી રીતે આમને બધું સાધન આપેલું હોય, નહીં તો મન-વચન-કાયાથી બ્રહ્મચર્યવ્રત શી રીતે પાળી શકાય ? અને તે ય આવાં બળતરાના કાળમાં !
જો તમારે બ્રહ્મચર્ય પાળવું હોય તો તમને ઉપાય બતાવું. તે ઉપાય તમારે કરવાનો હોય, નહીં તો તમારે બ્રહ્મચર્ય પાળવું જોઈએ એવું એ ફરજિયાત વસ્તુ નથી. એ તો જેને મહીં કર્મના ઉદય હોય તો થાય. પૈણવાનો કોઈ જાતનો વાંધો નથી. પણ આ લોકોને પૈણવામાં સુખ દેખાતું જ નથી. એમને પોષાતું જ નથી. એ ના પાડે છે, ત્યારે અમે બ્રહ્મચર્યવ્રત આપીએ છીએ, નહીં તો હું કોઈને એવું બ્રહ્મચર્યવ્રત લેવાનું કહ્યું નહીં. કારણ કે વ્રત લેવું, વ્રત પાળવું એ કંઈ જેવી તેવી વસ્તુ નથી. બ્રહ્મચર્યવ્રત લેવું એ તો એમનો પૂર્વકર્મનો ઉદય હોય તો સચવાય. પૂર્વે ભાવના કરેલી હોય તો સચવાય, અગર તો જો તમે સાચવવા ધારશો તો સચવાશે. અમે શું કહીએ છીએ કે તમારો નિશ્ચય જોઈએ ને અમારું વચનબળ જોડે છે, તો આ સચવાય એવું છે.
વ્રતના પરિણામ !
પ્રશ્નકર્તા : એ તો એની ભૂમિકા પ્રમાણે થાય ને ? આ મનોબળ ઉપર કંઈ બધી વસ્તુનો આધાર રખાતો નથી. એની આધ્યાત્મિક સ્ટેજની ભૂમિકા જોઈએ, તો જ આ વસ્તુ શક્ય છે ને ?
દાદાશ્રી : એ શક્ય હોય કે ના હોય, પણ અત્યારે શક્ય થઈ પડ્યું છે. કેટલાંક સ્ત્રી-પુરુષો અમારી પાસે કાયમનું બ્રહ્મચર્યવ્રત લે છે. આ ભાઈ ને એમનાં વાઇફે નાની ઉંમરથી બ્રહ્મચર્યવ્રત લીધું છે. એવું મુંબઈમાં કેટલાંય જણે લીધું છે. કારણ કે મહીં ગજબનું સુખ વર્તે. સુખ એટલું બધું વર્તે કે આ વિષય એમને યાદ જ નથી આવતો.
પ્રશ્નકર્તા : દેહની સાથે જે કર્મ ચાર્જ થઈને આવેલા હોય તે ફેરફાર તો ના થાય ને ?
દાદાશ્રી : ના, કશો ફેરફાર ના થાય. છતાં વિષય એવી વસ્તુ છે ને,
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
કે જ્ઞાની પુરુષની આજ્ઞાથી આ એકલું જ ફેરફાર થાય. છતાં આ વ્રત બધાને ના અપાય. અમે અમુકને જ આ આપેલું છે. જ્ઞાનીની આજ્ઞાથી બધું જ ફેરફાર થઈ જાય. સામાએ ખાલી નિશ્ચય જ કરવાનો કે ગમે તે થાય, પણ મારે આ જોઈતું જ નથી. તો તેને પછી અમે આજ્ઞા આપીએ છીએ અને અમારું વચનબળ કામ કરે છે. એટલે પછી એનું ચિત્ત બીજે ના જાય.
४०
આ બ્રહ્મચર્ય જો કોઈ પાળે ને, જો ઠેઠ સુધી પાર નીકળી ગયો ને, તો બ્રહ્મચર્ય તો બહુ મોટી વસ્તુ કહેવાય. આ દાદાઈજ્ઞાન’, ‘અક્રમ વિજ્ઞાન’ અને જોડે જોડે બ્રહ્મચર્ય એ બધું હોય, પછી એમને શું જોઈએ ? એક તો આ ‘અક્રમ વિજ્ઞાન' જ એવું છે કે જો કદી એ અનુભવ, વિશેષ પરિણામ પામી ગયો, તો એ રાજાઓનો રાજા છે. આખી દુનિયાના રાજાઓએ પણ ત્યાં નમસ્કાર કરવા પડે !!
પ્રશ્નકર્તા : અત્યારે તો પડોશી ય નમસ્કાર નથી કરતો !
દાદાશ્રી : તે શી રીતે પડોશી કરે ? જ્યાં સુધી હજુ પારકા ખેતરમાં પેસી જાય છે, ત્યાં સુધી શી રીતે એવું બને ?
આજ્ઞાપૂર્વકનું વ્રત તે સાચું !
પ્રશ્નકર્તા : કોઈ વિધવા હોય, વિધુર હોય તે બ્રહ્મચર્યવ્રત પાળે છે, એનાં કરતાં આપનું આપેલું બ્રહ્મચર્યવ્રત પાળે તો બહુ ફેર પડે ને?
દાદાશ્રી : પેલું બ્રહ્મચર્યવ્રત કહેવાય જ નહીં ને ! જ્યાં બ્રહ્મચર્ય મનનું નથી, ત્યાં બ્રહ્મચર્ય કહેવાતું નથી અને જ્ઞાન સિવાય બ્રહ્મચર્ય કોનું પાળે ? પોતાને જ્ઞાન છે નહીં. આ તો ‘હું કોણ છું’, એનું જ ઠેકાણું નથી ને !
પ્રશ્નકર્તા : એ મેડિટેશનવાળામાં એવું કહે છે કે તમે બ્રહ્મચર્યવ્રત
પાળો.
દાદાશ્રી : હા, પણ એવું કંઈ સહેલું નથી. એને કહીએ, ‘તું જ પાળને, મને શું કરવા કહું છું ?' આમ બધાને કહે, પણ પોતે પાછાં પોલ મારે. બ્રહ્મચર્ય તો કોણ પાળી શકે ? જ્ઞાની પુરુષના હાથ નીચે હોય, એ બધા બ્રહ્મચર્ય પાળી શકે. એટલે આ બ્રહ્મચર્ય, જો એમ ને એમ પાળવા ગયો અને