________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૭
પણ કુદરતી છે. માણસ જેવી રીતે જીવવા માગે, તે જેવી ભાવના પોતે કરે છે, એ ભાવનાના ફળરૂપે આ જગત છે. બ્રહ્મચર્યની ભાવના ગયા અવતારમાં ભાવી હોય તો અત્યારે બ્રહ્મચર્યનો ઉદય આવે. આ જગત પ્રોજેકટ છે.
પ્રશ્નકર્તા : પણ હજુ મને એ વાત સમજાતી નથી કે માણસે શા માટે બ્રહ્મચર્ય પાળવું ?
દાદાશ્રી : એ લેટ ગો કરો આપણે. બ્રહ્મચર્ય નહીં પાળવાનું. હું કંઈ એવા મતનો નથી. હું તો લોકોને કહું છું કે પૈણી જાવ. કોઈ પૈણે એમાં મને વાંધો નથી.
એવું છે, જેને સંસારિક સુખોની જરૂર છે, ભૌતિક સુખોની જેને ઈચ્છા છે, તેણે પૈણવું જોઈએ. બધું જ કરવું જોઈએ અને જેને ભૌતિક સુખો ના જ ગમતાં હોય અને સનાતન સુખ જોઈતું હોય, તેણે નહીં. પ્રશ્નકર્તા : ‘બ્રહ્મચર્ય ના જ પાળવું' એવી મારે ચેલેન્જ નથી, પણ એ વાતની સમજ નથી.
દાદાશ્રી : બરોબર છે. વાત સાચી છે. તમારી ચેલેન્જ નથી, એ વાત ખરી છે ! અને ચેલેન્જ અપાય એવું ય નથી. કારણ કે આ દુનિયામાં કઈ જાતના ભાવ કર્યા હોય, એણે શું પ્રોજેકટ કર્યો હોય, એ શું આપણે કહી શકીએ ?! કોઈએ આખી જિન્દગી ભક્તિનો જ પ્રોજેકટ કર્યો, તો આખી જિન્દગી ભક્તિ જ કર્યા કરે. કોઈએ દાન જ આપવાનો પ્રોજેક્ટ કર્યો હોય તો દાન આપે. કોઈએ ઓબ્લાઈઝિંગ નેચરનો કર્યો હોય તો ઓબ્લાઈઝ કર્યા કરે. કોઈ છે તે વિકારી નેચરનો હોય, એ પોતાની સ્ત્રીનું સુખ ભોગવતો હોય. પણ બીજી કેટલીક છોકરીઓનો ખોટો લાભ ઊઠાવે. એ બધું ગમે તેવાં માણસો હોય, જેવો પ્રોજેકટ કર્યો હોય, તેવું આ ફળ મળ્યું છે. એનાં ફળ મળે છે કડવાં. તે નર્કગતિમાં ભોગવવા જવું પડે.
એના હેતુ પર આધાર...
વિષય વિકાર હોય તો ગમે તેટલો યોગ ફળે નહીં.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
પ્રશ્નકર્તા : વિષય જે હોય છે, વિકાર અંદર ભરેલો હોય છે, તે નાનો જીવ હોય ત્યાંથી મોટાં સુધીમાં, દરેકનો વિષય પુત્રદાન માટે જ હોય છે ને ?
૨૮
દાદાશ્રી : પુત્ર કે પુત્રી ગમે તે હોય, પણ તે સંસાર વધારવા માટે જ. વેલો વધે એ માટે જ છે ને !
પ્રશ્નકર્તા : વિષય કરે છે તે ઇચ્છાથી નહીં, ખાલી સંતાન પ્રાપ્તિ માટે જ વિષય હોવો જોઈએ, એ સારું કહેવાય ?
દાદાશ્રી : એવું છે ને, પુત્રના હેતુ માટે અબ્રહ્મચર્ય કરે છે તેને, ને બ્રહ્મચર્યને કંઈ લાગતું-વળગતું નથી. બ્રહ્મચર્ય તો બહુ ઊંચી વસ્તુ છે. અબ્રહ્મચર્ય તો પ્રજાની ઉત્પત્તિ માટે વાપરવાની કંઈ જરૂર નથી. પ્રજાની ઉત્પત્તિ માટે તો આ જાનવરો બધા કર્યા જ કરે છે ને ! એમાં નવું શું છે તે ? એના કરતાં મોજશોખ માટે વાપરે તે સારું. મોજશોખ માટે થઈ રહ્યું છે અને પેલું તો એમ લાગે કે મને આ ફળ મળ્યું છે. આ તો છેલ્લામાં છેલ્લી કક્ષાની વાત છે. જેવું મારી દ્રષ્ટિમાં છે, તે તમને કહું છું. પછી તમને જે ઠીક લાગે તેમ અનુકૂળ લેજો.
પ્રશ્નકર્તા : એમાં દોષ ખરો કે ?
દાદાશ્રી : દોષ તો ખરો જ ને ! એ પ્રજા ઉત્પત્તિ માટે ના હોવું જોઈએ. એના કરતાં તમે શોખને માટે કરતા હોય તો છેવટે એનો ધક્કો વાગે એટલે પાછો ફરે અને આમાં તો પાછો જ ના ફરે ને, પ્રજાની ઉત્પત્તિમાં નવ છોકરાં થાય તો ય !!!
પ્રશ્નકર્તા : આજના વિકારમય વાતાવરણમાં, ઘરમાં રહીને પણ આત્માનો, ભગવાનનો અનુભવ કેવી રીતે થાય ?
દાદાશ્રી : ઘરમાં રહીને એટલે ઘર વાંધો કાઢે છે ?
પ્રશ્નકર્તા : વાતાવરણ વિકારી છે.
દાદાશ્રી : હા, પણ કઈ જગ્યા વિકારી નથી ? જ્યાં મન હોય, તે જગ્યાએ વિકા૨ી વાતાવરણ હોય જ. તમે જ્યાં જશો ત્યાં મન તો જોડે