________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
હશે જ ને ? ગુફાઓમાં જવું, એના કરતાં ઘર સારું. ત્યાં ગુફાઓમાં નવી જાતના વિકાર ઊભા થાય, એના કરતાં આ જૂના વિકારો સારા, જૂના તો
થૈડા થઈ ગયેલા હોય. તે વિકાર મરશે કો'ક દા'ડો. જ્યારે આ નવા વિકાર નહીં મરે.
૨૯
પ્રશ્નકર્તા : ઘરમાં રહીને મનના વિકારો છૂટી શકે ?
દાદાશ્રી : હા, બધું છૂટી જ જાય છે ને ! ઘરમાં રહીને તો શું, ગમે ત્યાં રહીને છૂટી જાય, જો ‘જ્ઞાની પુરુષ’ મળે તો. ‘જ્ઞાની પુરુષ’ મળે અને જો કદી વિકાર ના છૂટી જાય, તો એ જ્ઞાની જ ન હોય. આપણે જ્ઞાનીને કહેવું, કે આપ કેવા મળ્યા અમને, તે અમને આ વિકાર ઉત્પન્ન થયા ? પણ આપણા લોકો વિનયી એટલે એવું નથી બોલતાં બિચારા. અફળાય, અફળાય કરે છે તો ય નથી બોલતાં.
ત જાણ્યુ જગતે સ્વરૂપ વાસનાતું
પ્રશ્નકર્તા : કામવાસનાનું સુખ ક્ષણિક જાણવા છતાં ક્યારેક તેની પ્રબળ ઇચ્છા થવાનું કારણ શું ? અને તે કઈ રીતે અંકુશમાં લઈ શકાય ?
દાદાશ્રી : કામવાસનાનું સ્વરૂપ જગતે જાણ્યું જ નથી. કામવાસના શાથી ઉત્પન્ન થાય છે, એ જો જાણે તો એ કાબૂમાં લઈ શકાય. પણ વસ્તુસ્થિતિમાં એ ક્યાંથી ઉત્પન્ન થાય છે, એ જાણતો જ નથી. પછી શી રીતે કાબૂમાં લઈ શકે ? કોઈ કાબૂમાં લઈ ના શકે. જેણે કાબૂમાં લીધેલું છે, એવું દેખાય છે, એ તો પૂર્વેની ભાવનાનું ફળ છે, બાકી કામવાસનાનું સ્વરૂપ ક્યાંથી ઉત્પન્ન થયું, એ ઉત્પન્ન દશા જાણે, ત્યાં જ તાળું મારવામાં આવે તો જ એ કાબૂમાં લઈ શકે. બાકી પછી એ તાળાં મારે કે ગમે તે કરે તો ય કશું ચાલે નહીં. કામવાસના ના કરવી હોય તો અમે રસ્તો દેખાડીએ.
અજ્ઞાતના વાંકે ઇન્દ્રિયોને ડામ !
પ્રશ્નકર્તા : આ ઇન્દ્રિયો છે, તે ભોગવ્યા સિવાય શાંત પડતી નથી. તો એ સિવાય બીજો ઉપાય ખરો ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
દાદાશ્રી : એવું કશું નથી. ઇન્દ્રિયો તો બિચારી ભોગ ઠેઠ સુધી ભોગવ્યા જ કરે છે. એનામાં જ્યાં સુધી સત્ત્વ હોય ત્યાં સુધી, જીભમાં બરકત હોય ને એટલે એની ઉપર આપણે કોઈ વસ્તુ મૂકીએ કે તરત એનાં સ્વાદ
આપણને કહી આપે, અને ઉંમર થૈડી થયેલી હોય ને જીભમાં બરકત ના હોય તો ના કહી આપે. આંખમાં બરકત હોય તો બધી ગમે તે વસ્તુ હોય તો કહી આપે. બરકત જરા ઓછી થયેલી હોય, ધૈડપણને લઈને તો ના કહી આપે. એટલે ઇન્દ્રિયો તો બિચારી, એમ ને એમ મોળી થઈ જાય છે, ઉંમર થાય એટલે. પણ એ વિષય મોળા ના થાય. આ ઇન્દ્રિયો વિષયી નથી.
૩૦
વિષય આ ઇન્દ્રિયોનો દોષ નથી. ઇન્દ્રિયોને વગર કામનાં ડામ દે છે આ લોકો. ઇન્દ્રિયોને, શરીરને બધા ડામ દે છે ને ? એ પાડાનાં વાંકે પખાલીને ડામ દે છે. વાંક પાડાનો છે અને દે છે પખાલીને ડામ. ભૂખે મારે છે, વગર કામનું મૂઆ. એનું શું કામ નામ દે છે તું ? પાંસરો મરને. તારું વાંકું છે મહીં, દાનત ચોર છે અને તે ય જ્ઞાની મળ્યા નથી, જ્ઞાની મળે તો સવળે રસ્તે ચડાવી દેવાય, વાર ના લાગે.
પ્રશ્નકર્તા : વિષયોમાંથી વાળવા માટે જ્ઞાન મહત્ત્વની વસ્તુ છે.
દાદાશ્રી : બધા વિષયો છૂટી જવા માટે જ્ઞાન જ છે જરૂરી. અજ્ઞાનથી જ વિષયો વળગ્યા છે. તે ગમે એટલાં તાળાં વાસે તો ય કંઈ વિષય બંધ ન થાય. ઇન્દ્રિયોને તાળાં મારનારા મેં જોયા, પણ એમ કંઈ વિષય બંધ થાય નહીં.
જ્ઞાનથી બધું જતું રહે. આપણે આ બધા બ્રહ્મચારીઓને વિચાર સરખો નહીં આવતો જ્ઞાનથી.
વિષયતો શોખ, વધારે વિષય
પ્રશ્નકર્તા : આપણા બધા શોખ હોય, એ પૂરા કરવાથી આપણને ટેમ્પરરી આનંદ મળે ખરો ?
દાદાશ્રી : પણ હમણે આઈસ્ક્રીમ હોય તો સારું ના લાગે પેટમાં ?! પણ પછી શું, ખઈ રહ્યા પછી ? પછી લાવ, જરા સોપારી ! કેમ પાછું