________________
[૨] વિકારોથી વિમુક્તિની વાટ....
વિકારો હઠાવવાં છે ? પ્રશ્નકર્તા : ‘અક્રમ માર્ગ'માં વિકારો હઠાવવાનું સાધન કયું ?
દાદાશ્રી : અહીં વિકાર હઠાવવાના નથી. આ માર્ગ જુદો છે. કેટલાંક માણસો અહીં મન-વચન-કાયાનું બ્રહ્મચર્ય લે છે અને કેટલાંક સ્ત્રીવાળા હોય, તેને અમે રસ્તો બતાડ્યો હોય તે રીતે એનો ઉકેલ લાવે. એટલે ‘અહીં’ વિકારી પદ જ નથી, પદ જ ‘અહીં’ નિર્વિકારી છે ને ! વિષયો એ વિષ છે, તે તદન વિષ નથી, વિષયમાં નીડરતા એ વિષ છે. વિષય તો ના છુટકે, પોલીસવાળો જેમ પકડીને કરાવે ને કરે તેમ હોય, તો, તેનો વાંધો નથી. પોતાની સ્વતંત્ર મરજીથી ના હોવું જોઈએ. પોલીસવાળો પકડીને જેલમાં બેસાડે ત્યાં તમારે બેસવું જ પડે ને ? ત્યાં કંઈ છૂટકો છે ? એટલે કર્મ એને પકડે ને કર્મ એને અથાડે, એમાં ના કહેવાય નહીં ને ! બાકી જ્યાં વિષયની વાત જ હોય, ત્યાં ધર્મ નથી, ધર્મ નિર્વિકારમાં હોય. ગમે તેવો ઓછા અંશે ધર્મ હશે, પણ ધર્મ નિર્વિકારી હોવો જોઈએ.
વિકારથી જ સંસાર ઊભો થયો છે. આ બધો સંસાર એટલે
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય વિષયોનો વિકાર, આ પાંચ ઇન્દ્રિયોના વિષયોના વિકારો છે અને મોક્ષ એટલે નિર્વિકાર, આત્મા નિર્વિકાર છે. ત્યાં રાગે ય નથી ને એ ય નથી.
પ્રશ્નકર્તા : વાત બરાબર છે, પણ એ જે વિકારી કિનારાથી નિર્વિકારી કિનારામાં પહોંચવા માટે કંઈક તો નાવડું હોવું જોઈએ ને ?
દાદાશ્રી : હા, એના માટે જ્ઞાન હોય છે. એના માટે ગુરુ એવા મળવા જોઈએ. ગુરુ વિકારી ના હોવાં જોઈએ. ગુરુ વિકારી હોય તો આખું ટોળું નર્યું જાય. ફરી મનુષ્યગતિ ય ના દેખે. ગુરુમાં વિકાર ના શોભે.
કોઈ ધર્મે વિકારનો સ્વીકાર કર્યો નથી. વિકારનો સ્વીકાર કરે એ વામમાર્ગી કહેવાય. પહેલાના કાળમાં વામમાર્ગી હતા, વિકાર સાથે બ્રહ્મ ખોળવા નીકળેલા.
પ્રશ્નકર્તા : એ પણ એક વિકૃત સ્વરૂપ જ થયેલું કહેવાય ને ?
દાદાશ્રી : હા, વિકૃત જ ને ! તેથી વામમાર્ગી કહ્યું ને ! વામમાર્ગી એટલે મોક્ષે જાય નહીં ને લોકોને ય મોક્ષે જવા દે નહીં. પોતે અધોગતિમાં જાય ને લોકોને ય અધોગતિમાં લઈ જાય.
પ્રશ્નકર્તા દરેક કાળમાં આવા વામમાર્ગ હશે તો ખરાં જ ને ?
દાદાશ્રી : હા, દરેક કાળમાં વામમાર્ગ તો હોય છે જ. વધતા-ઓછા પ્રમાણમાં વામમાર્ગ તો હોય. પહેલાં બહુ ઓછા પ્રમાણમાં હતા. અત્યારે કળિયુગમાં જબરજસ્ત પ્રમાણમાં હોય.
સહેજ વિકારી સંબંધવાળો હોયને ત્યાં સુધી દુનિયામાં કોઈને સુધારી શકે નહીં. વિકારી સ્વભાવ જ આત્મઘાતી સ્વભાવ. અત્યાર સુધી કોઈએ શીખવાડ્યું નહીં કશું ?
બ્રહ્મચર્ય, પ્રોજેકટતું પરિણામ ! પ્રશ્નકર્તા : કુદરતને જો સ્ત્રી-પુરુષની જરૂરિયાત ન હોય, તો એ શા માટે આપ્યું ?
દાદાશ્રી : સ્ત્રી-પુરુષ એ કુદરતી છે અને બ્રહ્મચર્યનો હિસાબ એ