________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૨૫ ગો કરે છે. કુદરતનો ન્યાય લેટ ગો કરે છે. અને બ્રહ્મચારીઓ બધા ભેગા રહે તો બ્રહ્મચર્ય રહે. નહીં તો અહીં શહેરમાં એકલો રહે તો, એને બ્રહ્મચર્ય રહે જ નહીં ને !
પ્રશ્નકર્તા : પણ ખરું તો એ જ કહેવાય ને ?
દાદાશ્રી : ખરું તો એ કહેવાય. પણ એ તો ટેસ્ટેડ એટલો બધો કોઈ આ કાળમાં ના હોય ને ! એ તો જ્ઞાની પુરુષ સિવાય બીજો કોઈ ટેસ્ટિંગ આપી શકે નહીં. જ્ઞાની પુરુષને તો “ઓપન ટુ સ્કાય’ જ હોય. રાત્રે ગમે તે ટાઈમે એમને ત્યાં જાવ તો ય “ઓપન ટુ સ્કાય’ હોય. અમારે તો બ્રહ્મચર્ય પાળવું પડે એવું ય ના હોય. અમારે તો વિષય યાદે ય ના હોય. આ શરીરમાં એ પરમાણુ જ ના હોય ને ! તેથી આવી બ્રહ્મચર્ય સંબંધી વાણી નીકળે ને ! વિષય સામે તો કોઈ બોલ્યા જ નથી. લોક વિષયી છે એટલે લોકે વિષય પર ઉપદેશ જ નથી આપ્યો. અને આપણે તો અહીં આખું પુસ્તક થાય એવું બ્રહ્મચર્યનું બોલ્યા છીએ, તે ઠેઠ સુધી વાત બોલ્યાં છીએ. કારણ અમારામાં તો એ પરમાણુ જ ખલાસ થયા, દેહની બહાર અમે રહીએ. બહાર એટલે પાડોશી જેવા નિરંતર રહીએ ! નહીં તો આવી અજાયબી મળે જ નહીં ને કોઈ દહાડો ય !
બ્રહ્મચર્યનું એક છે અબ્રહ્મચર્યનાં અનેક દુઃખો ! પ્રશ્નકર્તા : પણ આ બ્રહ્મચર્ય એ કંઈ ખાવાના ખેલ નથી.
દાદાશ્રી : બ્રહ્મચર્ય એ કંઈ ખાવાના ખેલ નથી, તો અબ્રહ્મચર્ય એ પણ ખાવાના ખેલ નથી. અબ્રહ્મચર્યની જે પીડા છે ને, એના કરતાં બ્રહ્મચર્યમાં બહુ ઓછી પીડા છે. બ્રહ્મચર્યમાં એક જ પ્રકારની પીડા કે પેલા વિષય બાજુ ધ્યાન જ નહીં આપવાનું.
પ્રશ્નકર્તા: પણ આ પીડાથી સુખ તો બહુ ઉત્પન્ન થાય. જો એટલું સચવાઈ ગયું કે એ બાજુ ધ્યાન જ ના આપે, તો પીડાને બદલે મહીં સુખ ઉત્પન્ન થાય.
દાદાશ્રી : એ તો સ્વાભાવિક રીતે સુખ જ ઉત્પન્ન થાય. પણ એ
૩૨૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ધ્યાન નહીં આપવા માટે વિષયનો વિચાર આવતાં પહેલાં ઉખેડી નાખે ને બધું પ્રતિક્રમણ કરીને બધું એકઝેક્ટનેસમાં રહેવું પડે. એ ખેતરમાં બીજા પડવા જ નહીં દઈએ, તો ઊગે જ શી રીતે ?! તારે મહીં કંઈ પાંસરું રહે છે કે બગડી ગયું છે ? આખું ય બગડી ગયું છે ? થોડું થોડું ? તો કંઈ હવે સુધારો કરી લે ! આ વિષયનાં દુઃખો તો તારાથી સહન ના થાય. આ તો જાડી ખાલના લોકો તે સહન કરે, એ યાતનાઓ. બાકી તું તો પાતળી ખાલનો, તે શી રીતે આ યાતના સહન થાય ?
પ્રશ્નકર્તા : પણ બી પડી ગયું ને ઝાડ થઈ જાય તો શું કરે ? પછી ફળ ખાધે જ છૂટકો ને ?
દાદાશ્રી : ના, પણ આ તો ચેતેલા છે, તેમને કહું છું.
પ્રશ્નકર્તા : પણ આ જે સંસારમાં હોય, તેને બીજ પડી ગયું ને ઝાડ થઈ ગયું તો ?
દાદાશ્રી : એ તો ઉપાય નહીં ને ! પ્રશ્નકર્તા : પછી ફળ ખાધ જ છૂટકો ને ?
દાદાશ્રી : ફળ ખાય પણ પસ્તાવા સાથે ખાય, તો એ ફળમાંથી ફરી બીજ ના પડે અને ખુશીથી ખાય કે ‘હા, આજ તો બહુ મઝા આવી', તો ફરી પાછું બીજ પડે.
બાકી આમાં તો લપટું પડી જાય. સહેજ ઢીલું મૂક્યું ને ત્યાં લપટું પડી જાય. એટલે ઢીલું મૂકવાનું નહીં. કડક રહેવાનું. મરી જઉં તો ય પણ આ નહીં જોઈએ. એવું કડક રહેવું જોઈએ.
દ્રષ્ટિથી જ બગડે, બ્રહ્મચર્ય ! આ છોકરાઓ અમારી વાતનો દુરુપયોગ કરે, માટે અમે જ્ઞાનની એક્કેક્ટ વસ્તુ કહેતા નથી. અમે તો જ્ઞાનમાં બધું જોયેલું હોય, પણ એક્કેક્ટ કહેવાય નહીં. કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે અને કર્મો ખપાવ્યા સિવાયનું છે. કર્મો ખપાવ્યાં નથી એટલે એક બાજુ જબરજસ્ત