________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૨૭
જોર છે. તેથી પછી મન વળાંક લઈ લે. આ વાતનો દુરુપયોગ કરવા જાય તો માર્યો જાય. આ તો બધી એટલા માટે છૂટ આપી કે તમે ભડકશો નહીં. ખાજો નિરાંતે. આવું આવું પણ બ્રહ્મચર્ય પાળે તો બહુ થઈ ગયું.
પ્રશ્નકર્તા : આનાથી તો બહુ મોટી ‘બ્રેક’ આવી જાય ને ? દાદાશ્રી : હા, મોટી ‘બ્રેક’ આવી જાય. અમે આ ચારિત્ર સંબંધમાં બહુ કડકાઈ રાખીએ. પછી ‘વ્યવસ્થિત’માં પૈણવાનું હશે, તો એને કોઈ બાપો ય છોડવાનો નથી. એ હું સમજું છું ને ?! પણ અત્યારે ચારિત્રમાં હોય તો એમની લાઈફ સુધરી જાય અને વખતે પૈણ્યો તો ય પછી બીજાની જોડે આંખ નહીં માંડે ને !
મોક્ષે જતાં નડતું હોય તો સ્ત્રી વિષય એકલો જ નડે છે અને તે જોવા માત્રથી જ બહુ નડે છે. વ્યવહારમાં આટલો જ ભય છે, આટલું જ ભય સિગ્નલ છે. બીજે બધે ભય સિગ્નલ નથી. એટલે છોકરાઓને કહેલું ને, કે સ્ત્રી તરફ દ્રષ્ટિ સરખી માંડશો નહીં અને દ્રષ્ટિ મંડાઈ જાય તો એનો ઉપાય આપેલો છે. સાબુ ઘાલીને ધોઈ નાખવાનું. આ કાળમાં મોટામાં મોટું પોઈઝન હોય તો વિષય જ છે. આ કાળના મનુષ્યો એવા નથી કે જેને ઝેર ના ચઢે. આ તો પોમલા બિચારા. ધાર્યા પ્રમાણે ગમે તેમ ફરે તો ઝેર ચઢી જાય કે નહીં ?! આ તો આજ્ઞામાં રહે છે એટલે ઝેર નથી ચઢતું,, પણ આજ્ઞામાં ના રહે તો ? એક જ ફેરો આજ્ઞા તૂટી કે પોઈઝન ફરી વળે, હડહડાટ ! આમનું ગજું જ નહીં ને !!
કોઈતી બહેત પર દ્રષ્ટિ બગાડી ?!
મને મોટી ચીઢ આ બાબત માટે રહે કે કોઈની ઉપર દ્રષ્ટિ કેમ બગાડાય તારાથી ? તારી બહેન ઉપર કોઈ ખરાબ દ્રષ્ટિ કરે, તો તને કેવું લાગે ? તો એવું તું કોઈની બહેન ૫૨ દ્રષ્ટિ બગાડું તો ? પણ એવો આ
લોકોને વિચાર નહીં આવતો હોય ને ?
ને ?
પ્રશ્નકર્તા : એવો વિચાર આવતો હોય તો, આવું કોઈ કરે જ નહીં
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : હા, કોઈ કરે જ નહીં. પણ આટલું બધું બેભાનપણું છે ને ! આ છોકરાઓમાં તો આ જ્ઞાન પછી બહુ ફેરફાર થઈ ગયો. એટલે મને આનંદ થાય ને ! નહીં તો તો હું આમને બોલાવું પણ નહીં. કારણ મને તો ચીઢ ચઢે. આપણે ત્યાં તો ચૌદ વર્ષે તો પૈણાવી દેવા જોઈએ. ચૌદ વર્ષની છોડી અને અઢાર વર્ષનો છોકરો, એવી રીતે પૈણાવી દેવા જોઈએ. પણ આ તો નવી જ જાતનું થયું. આ પણ કુદરતે કર્યું છે. માણસ ઓછો કંઈ કરે છે ? પહેલાં તો સાત-સાત વર્ષે પૈણાવી દેતા હતા. એટલે એ લોકોની બીજાં તરફ દ્રષ્ટિ પણ જાય નહીં પછી, અને એ લાઈફ કેવી સરસ !! છોકરાંઓ કેવાં સરસ પાકે. એકધારાં છોકરાંઓ !!
૩૨૮
પ્રશ્નકર્તા : આ એક મોટો પોઈન્ટ છે. જેની દ્રષ્ટિ ના બગડે, એનાં છોકરાંઓ બધાં એકધારાં હોય એ.
દાદાશ્રી : અને એટલે પરંપરાગત સંસ્કાર આવે. આ તો માર્કેટ મટીરિયલ જેવું થઈ ગયું છે. બજારું માલ ના હોય એવું !! આવું તે હોય જ કેમ કરીને ? જો સ્ત્રી એક જ પતિવ્રત પાળે અને પતિ જો એક પત્નીવ્રત પાળે તો બન્ને દર્શન કરવા યોગ્ય કહેવાય.
એટલે આપણે અહીં તો છોકરા-છોકરીને તો વહેલા તૈણાવી દેવા જોઈએ, મેળ પડતો હોય તો. મેળ ના પડતો હોય તો પણ તૈયારી વહેલા પૈણાવવા માટે રાખવી. આ કંઈ રાખી મેલવા જેવો માલ ન હોય. તો પછી સ્લિપ થતું બચે, નહીં તો આ તો બગડતું જ ચાલ્યું છે.
અમને તો નાનપણથી આ ગમે નહીં કે લોકોએ આમાં સુખ કેમ માન્યું છે ? તે ય મને એમ લાગે કે આ કઈ જાતનું છે ? આ લોકોને તો જાપાનીઝ રમકડાં રમાડવાં જોઈએ. આ જીવતાં રમકડાં ય રમાડવાં જોઈએ, પણ જીવતાં રમકડાં મારે તો પછી બચકું ભરે ને ?! આ તો બધું કપડાંથી ઢાંકેલું છે તેથી મોહ થાય છે. અમને તો નાનપણથી આ થ્રી વિઝનની પ્રેકિટસ પડી ગયેલી. એટલે અમને તો બહુ વૈરાગ આવ્યા કરે, બહુ જ ચીઢ ચઢે. એવી વસ્તુમાં જ આ લોકોને આરાધના રહે. આ તે કઈ જાતનું કહેવાય ?