________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
પ્રશ્નકર્તા: નહીં, નહીં, આ દિવસ દરમ્યાન અગર તો જિંદગી દરમ્યાન કાંઈ કર્યું ના હોય, એ પૂર્વાપર સંબંધ વગર એવું આ સ્વપ્નમાં થાય છે ?
દાદાશ્રી : હા, અત્યારના સંબંધ વગર થાય. પણ એ સંસ્કારનો ઉદય આવ્યો કે તરત દેખા દે. કોઈ સાધુ હોય છતાં એને સ્વપ્નામાં રાણીવાસ આવે. અલ્યા, ત્યાગ લીધો, બાયડીને છોડી, છતાં રાણીનાં સ્વપ્નાં આવે ?! કારણ કે પહેલાંના સંસ્કાર છે, તે આવે છે.
પ્રશ્નકર્તા : આ ભવની અતૃપ્ત વાસનાથી એ સ્વપ્નાં આવે છે, એવું નહીં ?
દાદાશ્રી : ના, ના. આ ભવની અતૃપ્ત વાસના હોય ને, તો તે જ્યાં ને ત્યાં ડાફો માર માર કર્યા કરે. જે ભૂખ્યો માણસ હોય ને, તે જ્યાં કંઈક હલવાઈની દુકાન દેખાય, ત્યાં જો જો કર્યા કરે. એટલે જે હલવાઈની દુકાને જો જો કરે તો આપણે ના સમજીએ આ મૂઓ ભૂખ્યો છે. અને જે માણસો આ બધી બાયડીઓને દેખે કે ગાયો-ભેંસોને દેખે ત્યાં ય જો જો કરે તો, આપણે ના જાણીએ કે એને કંઈક અતૃપ્ત વાસનાઓ છે ?
પ્રશ્નકર્તા : પણ એની વૃત્તિઓને બંધ આપણે કેવી રીતે કરી શકીએ ?
દાદાશ્રી : એ તો આપણાથી કશું ના થાય. એ પોતે પાંસરો થાય તો જ થાય.
પ્રશ્નકર્તા : તો એની વૃત્તિઓ કાઢવા માટેનો રસ્તો શો ? સત્સંગ?
દાદાશ્રી : સત્સંગ સિવાય તો બીજો કોઈ ઉપાય નથી. કુસંગથી જ આ બધી વૃત્તિઓ આવી થઈ જાય છે. અને બીજું, વિષયોમાં જો કદી તરછોડાયેલો હોયને, તો તો એને આખો દહાડો વિષયના જ વિચારો આવ્યા કરે. તેથી અમે કહેલું ને, કે એક પૈણજે. કે જેથી કરીને વૃત્તિઓ શાંત થાય. બાકી તરછોડાયેલો માણસ તો બધે જો જો કર્યા કરે. તે ય મનુષ્યની સ્ત્રીને તો જુએ પણ તિર્યંચની સ્ત્રીને ય જુએ, પાછો નિરીક્ષણ હઉ કરે !
૩૨૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : ઉપવાસ કરે તો, હંમેશાં એની વૃત્તિઓ સંયમમાં રહે એવી કંઈ સત્યતા ખરી ?
દાદાશ્રી : હા, રહે. પણ એ તો એના સંયમ ઉપર આધાર રાખે છે, એના સંસ્કાર ઉપર આધાર રાખે છે.
પ્રશ્નકર્તા સંસ્કારનું ઘડતર કરવું પડે ને, કારણ પૂર્વ ભવનું લઈને કશું ના આવ્યો હોય તો ?
દાદાશ્રી : ના. પણ એ સંયમ લઈને આવ્યો હોય ને, તો એ ઉપવાસ કરે ત્યારે તમે એને જલેબી બધું દેખાડો, તો પણ એનું ચિત્ત એમાં ના જાય. એવાં ય માણસો છે.
પ્રશ્નકર્તા : પણ આવાં પૂર્વના ઉદય તો મોટા પુરુષો લઈને આવેલા હોય છે, પણ સામાન્ય માણસો માટે કંઈ થઈ શકે નહીં ?
દાદાશ્રી : સામાન્ય માણસોનું તો ગજું જ નહીં ને ! સામાન્ય માણસનું શું ગજું ?
પ્રશ્નકર્તા : તો સત્સંગથી એનામાં કંઈ જાગૃતિ થાય ?
દાદાશ્રી : હા. સત્સંગમાં આવે, રોજ પડી રહે આ સત્સંગમાં, ત્યારે એનું પૂરું થાય. એનો ઉપાય જ સત્સંગ, સત્સંગ ને સત્સંગ.
દાદાવાણી સરી બ્રહ્મચારીઓ કાજે... બાકી, વિષય એ તો ભયંકર દુ:ખો અને યાતનાઓ જ છે નરી ! પછી આખો દહાડો ચિત્ત છે તે ભટક, ભટક, ભટક કર્યા કરે, નબળું પડી જાય, લપટું પડી જાય. તારે એવું લપટું પડી જાય છે ?
પ્રશ્નકર્તા : કોઈ વાર એવું થઈ જાય.
દાદાશ્રી : કોઈ વાર થાય ને ? પણ આખો દહાડો તો કાયમનું નહીં ને ? એટલે એ કામ થઈ ગયું. જેણે નિયમ જ લીધો છે કે મારે બ્રહ્મચર્ય વ્રત જ પાળવું છે, એમાં લિકેજ થાય તો ય એને ભગવાન લેટ