________________
અનંત અવતારની બધી જ ખોટ પૂરી થઈ ગઈ ગણાય. નિર્ભય થાયને બ્રહ્મચર્યનું તેજ તો સામી ભીંત ઉપર પડે ! જેને શુદ્ધાત્માનો વૈભવ જોઈતો હોય તેણે બહ્મચર્ય પાળવું આવશ્યક છે. જ્ઞાનમાં ખૂબ મદદ કરે એ ! બ્રહ્મચર્ય એ મહાવ્રત છે એનાથી આત્માને સ્પેશ્યલ અનુભવ થાય !
બ્રહ્મચર્ય વ્રત લીધા પછી તોડવું એ ભયંકર દોષ લાગે. માર્યો જ જાય એ. વ્રત આપનાર નિમિત્તને પણ દોષ લાગે. માટે એના માટે બહુ ઊતાવળ કરવાની જરૂર નહીં. બ્રહ્મચર્યનું અંતિમ ફળ છે સર્વસંગ
પરિત્યાગ !
એક જ માણસ સાચો હોય તો જગત કલ્યાણ કરી શકે. જગત કલ્યાણ વધુ ક્યારે થાય ? ત્યાગમુદ્રા હોય ત્યારે વધારે થાય. ગ્રહસ્થમુદ્રામાં જગતનું કલ્યાણ વધુ થાય નહીં. ઉપલક બધું થાય. પણ અંદરખાને બધી પબ્લીક ના પામે. ઉપલકતામાં બધો મોટો મોટો વર્ગ પામી જાય, પણ પબ્લીક ના પામે. ત્યાગ પાછો આપણો, અહંકાર વગરનો જોઈએ ! અક્રમનું ચારિત્ર તો બહુ ઊંચું કહેવાય ! ગજબનું સુખ વર્તે.
‘હું શુદ્ધાત્મા છું’ એ નિરંતર લક્ષમાં રહે, એ મહાનમાં મહાન બ્રહ્મચર્ય. બ્રહ્મમાં ચર્યા એનું નામ રિયલ બ્રહ્મચર્ય.
વિષયમાંથી છૂટ્યો ક્યારે કહેવાય ? વિષય સબંધી કોઈ પણ વિચાર ના આવે, દ્રષ્ટિ ના ખેંચાય ત્યારે.
૧૫. વિષય સામે, વિજ્ઞાતતી જાગૃતિ !
આકર્ષણ થાય તેનો વાંધો નથી, પણ તેમાં ચોંટ્યો, તન્મયાકાર થયો તે વાંધાજનક છે. આકર્ષણ થાય તેની સામે આપણો વિરોધ એ જ તન્મયાકાર ના થવાની વૃત્તિ. તન્મયાકાર થયા એટલે ગોથું ખાઈ ગયા જાણવું. કોઈ જાણી જોઈને લપસી પડે ? ચીકણી માટી આગળથી ઉતરતાં કેવાં પગનાં આંગળા દબાવીને ચાલે છે ? પડવાના વિરોધમાં આપણે કેટલા બધા હોઈએ છીએ ?
એક જણ પૂજ્યશ્રીને પૂછે કે દ્રષ્ટિ પડતાં જ મહીં ચંચળ પરિણામ
35
ઊભાં થઈ જાય છે, ત્યાં શું કરવું ? તેને પૂજ્યશ્રી વિજ્ઞાન આપે છે, દ્રષ્ટિ એ ‘આપણા’થી જુદી વસ્તુ છે. તો પછી દ્રષ્ટિ પડે તેમાં આપણને શું થયું ? આપણે ના ચોંટીયે તો દ્રષ્ટિ શું કરે ? હોળીને જોવાથી આંખ દાઝે ખરી ? ‘પોતાના’ મહીંના વાંકે આકર્ષણ થાય છે.
બન્ને દ્રષ્ટિ એટ એ ટાઈમ રાખવાની. રિયલમાં શુદ્ધાત્મા જોવાના ને રિલેટીવમાં શ્રી વિઝન જોવાનું.
દ્રષ્ટિ મલીન થાય કે તરત જ દાદાએ આપેલા જ્ઞાનના ઉપાયો કરી તરત નિર્મળ કરી નાખવી.મહીં ફોર્સફુલી પાંચ-દસ વખત બોલી નાખીએ કે, ‘હું શુદ્ધાત્મા છું.... તો ય પાછું ઠેકાણે આવી જાય. અથવા ‘દાદા ભગવાન જેમ હું નિર્વિકારી છું, નિર્વિકારી ’ બોલવું. આનો ઉપયોગ કરવો આ તો વિજ્ઞાન છે. તરત ફળ આપનારું છે. નહીં તો ગાફેલ રહ્યા તો ઊડાડી મૂકે બધું !
જો એક કલાક કોઈ પણ સ્ત્રી સંબંધી વિષયી ધ્યાન રહે તો આવતા ભવે એ મા થાય, વાઈફ થાય ! માટે ચેતો. માટે વિષયનો વિચાર ધ્યાનરૂપ ના થવો જોઈએ. એના એ જ વિચારમાં રમણતા કરવી એનું નામ ધ્યાનરૂપ. તેને ઉખાડીને ફેંકી દેવાનું. વિચારોને જોવાથી જ ગાંઠો ઓગળે, પુદ્ગલ શુદ્ધ થઈ જાય. સ્ત્રીને જોતાં જ મહીં સ્પંદન આવે તો તેનું તરત પ્રતિક્રમણ કરવું.
જાગૃતિ જરાક મંદ પડી કે વિષય પેસી જ જાય. એનું આવરણ આવી જ જાય !
એક ફેરો સ્લિપ થયા, પછી સ્લિપ નહીં થવાની શક્તિ ઘસાઈ જાય. તે પાછું સ્લિપ કરે એટલે એ લપટી પડી જાય. અસંયમ થયો કે લપટું પડી જાય. સંયમ વધઘટ થાય તેનો વાંધો નહીં પણ સંયમ તૂટી જાય કે પછી થઈ રહ્યું !
બ્રહ્મચર્યના આગ્રહી થવાની છૂટ, પણ બ્રહ્મચર્યના દુરાગ્રહી ના થવાય. અંતે તો આત્મરૂપ થવાનું છે. બ્રહ્મચર્યના નિમિત્તે કષાય થઈ જાય તે ના ચાલે. આત્મામાં રહેવાનું કે બ્રહ્મચર્યમાં ?
36