________________
રાખવા જોઈએ. અક્રમજ્ઞાન વીર્યનું ઉર્ધ્વગમન કરાવનારું છે ! વીર્યને અજ્ઞાન અધોગામી કરાવે ને જ્ઞાન ઉર્ધ્વગામી કરાવે ! છે તો બન્ને રિલેટીવ. પણ વીર્યનાં પરમાણુઓ સૂક્ષ્મરૂપે ઓજસમાં પરિણામ પામે છે, પછી અધોગામી થતું નથી. વીર્ય કાં તો સંસારરૂપે પરિણમે કાં તો ઐશ્વર્યરૂપે !
સાધકને વ્યવહારમાં રીવોલ્યુશન ફરતાં અટકે છે. એનું શું કારણ ? આત્મવીર્ય પ્રગટ થતું નથી. તેથી મન વ્યવહાર સહન કરવાની શક્તિ ધરાવતું નથી. એટલે ભાગેડુ બને છે. તેના કરતા આત્મામાં પેસી જવા જેવું. આત્મવીર્યનો અભાવ એટલે વ્યવહારનું સોલ્યુશન ના કરી શકે. આત્મવીર્ય ક્યારે પ્રગટ થાય ? આત્મ સિવાય બીજે ક્યાંય રૂચિ ના રહે. દુનિયાની કોઈ ચીજ લલચાવી ના શકે ત્યારે.
વીર્ય ઉર્ધ્વગમન થાય તેનાં લક્ષણો શું ? મોઢાં ઉપર તેજી આવે. બ્રહ્મચર્યનું નુર ઝળકે ! વાણી, વર્તન, મીઠું બને, મનોબળ ખૂબ વધે !
સ્વપ્નદોષનું શું કારણ ? ટાંકી છલકાઈને ઉભરાય એના જેવું. ખોરાકનો કંટ્રોલ કરે તો સ્વપ્નદોષ ના થાય. એમાં ય રાતના ખોરાક ના લેવો જોઈએ. ઉણોદરી ચા-કોફી ના લે વિ. છતાં ય સ્વપ્નદોષને એવો ગુનો નથી ગણ્યો. પણ જાણી જોઈને ના કરાય. એ ભયંકર ગુનો છે. આપઘાત કહેવાય. જાણી જોઈને ડિસ્ચાર્જની છૂટ ના હોય. કૂવામાં જાણી જોઈને કોઈ પડે ?
સામાન્ય રીતે એવું લૌકિકમાં પ્રચલિત છે કે વીર્યનું ગલન એ પુદ્ગલ સ્વભાવ જ છે. એ લીકેજ નથી. જ્ઞાનીઓની જ્ઞાનદ્રષ્ટિ શું કહે છે કે, આપણી દ્રષ્ટિ બગડી કે વિચારો બગડ્યા એટલે વીર્યનો અમુક ભાગ ‘એક્ઝોસ્ટ’ થઈ ગયો કહેવાય. પછી તે ડિસ્ચાર્જ થયા કરે. સ્વપ્નદોષને ગુનેગાર ના ગણાય. પણ છતાં ય સવારના એનું પ્રતિક્રમણ કરવું પડે. પસ્તાવો કરવો પડે. દાદાની પાંચ આજ્ઞા પાળે તેને વિષય-વિકાર થાય એવું નથી. બાહ્ય ઉપાયોમાં ઉપવાસ, આંબેલ, શરીરને હૃષ્ટપુષ્ટ ના થવા દેવું, ટાઢ તડકાને ખમી શકે અને સાદો સાત્વિક આહાર લે. વીર્ય ઉર્ધ્વગામી થાય તે જ્ઞાન ધારણ કરી શકે, જૈન શાસ્ત્રમાં નવ વાડના નિયમો આપ્યા
33
છે બ્રહ્મચારીઓને માટે. નિરોગી વિષયી ના હોય. પૂરેપૂરા નિરોગી તો તીર્થંકરો જ હોય.
આત્મજ્ઞાનની અપેક્ષાએ વિચારો સારા ખોટા હોતા નથી. બન્નેવ શેય છે. તેને જ્ઞાતા રહીને જોયા કરે તો તે પૂરાં થાય છે. પણ તેમાં તન્મયાકાર થઈ જાય તો કર્મ ઝમવા માંડ્યું. પણ તુર્ત જ પ્રતિક્રમણ કરી લે તો એ ભૂંસાઈ જાય. જો એનો કાળ પાકે ને અવિધ પૂરી થઈ જાય તો બંધ પડે, પણ તે પહેલાં પ્રતિક્રમણથી ભૂંસી નાખે તો બંધ ના પડે.
વિષયની બાબતમાં ઇન્દ્રિયો પરની ઈફેક્ટ અને મન બન્ને જુદું પણ હોઈ શકે. સ્થૂળ વિષય ભોગવતાં પહેલાં મન વિષય ભોગવે કે ના પણ ભોગવે. ચિત્તથી ભોગવવું એટલે તરંગોથી, ફિલ્મથી ભોગવવું. ચિત્તથી કે મનથી ભોગવે તેને ભોગવ્યું કહેવાય. મનથી મંથનમાં જતું રહ્યું એટલે સાર બધો મરી જાય. તે મરેલું પડી રહેશે ને તે પછી ડિસ્ચાર્જ થવાનું જ. વિષયના વિચારમાં તન્મયાકાર થયો એ જ મંથન. તન્મયાકાર ના થાય તો પાર ઉતરી ગયો બ્રહ્મચર્યના સાયન્સમાં ! મંથન થવા માંડે કે તર્ત જ પ્રતિક્રમણ કરી લેવું. પ્રતિક્રમણનું ટાઈમીંગ સાચવવું અગત્યનું છે ! જો થોડોક વધુ ટાઈમ જતો રહે તો પછી મંથન થઈ જ જાય. માટે વિચાર આવતાં ની સાથે જ, આઁન ધી મોમેન્ટ પ્રતિક્રમણ થઈ જવું જોઈએ. વિચાર આગળને પ્રતિક્રમણ પાછળ જ થવું જોઈએ. ઝેર પીધું પણ ગળા નીચે ઉતરે એ પહેલાં જ જો ઉલ્ટી કરી નાખે તો બચે ! તેમ આ પ્રતિક્રમણ તરત જ થવું ઘટે. સ્હેજ જો અટકી ગયો વિચારોમાં તો પછી મંથન શરૂ થઈ જાય. પછી સ્ખલન થયા વિના ના રહે. અડધો કલાક ઊંધો ચાલતો હોય પણ જાગૃત થયો કે પ્રતિક્રમણથી બધું ધોઈ નાખી શકે ! એવું ગજબનું છે આ અક્રમ વિજ્ઞાન !!!
૧૪. બ્રહ્મચર્ય પમાડે, બ્રહ્માંડનો આનંદ !
બ્રહ્મચર્યમાં અપાર આનંદ આવે. બીજા કશામાં ક્યારે ય ચાખ્યો ના હોય એવો આનંદ ઉત્પન્ન થઈ જાય ! મહા મહા પુણ્યાત્માને પ્રાપ્ત થાય બ્રહ્મચર્ય ! સાચું બ્રહ્મચર્ય જ્ઞાનીની આજ્ઞાપૂર્વકનું હોવું ઘટે. અને ભૂલ થાય તો તેમની પાસે માફી માગવાની. સંપૂર્ણ બ્રહ્મચર્યમાં આવે તેની
34