________________
અસર પડે ને તેને પણ વિચારો ચાલુ થઈ જ જાય.
૧૦. વિષયી વર્તત ? તો ડિસમીસ ! સત્સંગમાં ક્યાંય દ્રષ્ટિ ના બગડવી જોઈએ. દ્રષ્ટિ બગડે તો પ્રતિક્રમણ કરીને ઊડાડી મૂકવાનું, તો ય ચાલે. પણ અહીં વર્તનમાં તો ના જ આવવું જોઈએ. એવું જે કોઈને થાય તે ના જ ચલાવી લેવાય. તેને પછી ડિસમીસ કરવા પડે. ફરી ક્યારે ય સત્સંગમાં પેસવાનું નહીં. ‘ધર્મ ક્ષેત્રે કૃતમ્ પાપમ્, વ્રજલેપમ્ ભવિષ્યતિ.” ધર્મક્ષેત્રમાં કરેલું પાપ વ્રજલેપ જેવું હોય છે, જે નર્કે જ લઈ જાય ! અહીં પાશવતા કરવી એના કરતાં પરણી જવું સારું. હક્કનું તો કહેવાય. બ્રહ્મચર્યવાળો એક જ ફેર લપસ્યો કે ખલાસ થઈ ગયો ! સંયોગ સબંધ થયો તે આપઘાત થયા બરાબર છે. એનું બહુ જોખમ. એ ના જ ચાલે. બીજી બધી ભૂલો ચલાવાય પણ આ ના ચલાવીએ. ત્યાં દાદાની નજર બહુ જ કડક થઈ જાય, આંખો લાલ જ હોય તેની પર. તેથી બ્રહ્મચારીઓ પાસે બે નિયમો લખાવેલા એક તો વિષય સંયોગ થાય તો જાતે જ અહીં સત્સંગ છોડી કાયમ દૂર જતા રહેવું અને બીજું પૂજ્ય દાદાશ્રીની હાજરીમાં કોઈથી ઝોકાં ના ખવાય. ઝોકાં ખાય તેણે જાતે જ રૂમ છોડી જતું રહેવું.
૧૧. સેફસાઈડ સુધીની વાડ. બ્રહ્મચર્ય પાળવા આટલાં કારણો તો હોવાં જોઈએ. એક તો આપણું આ જ્ઞાન હોવું જોઈએ. બીજુ બ્રહ્મચારીઓનું સંગબળ જોઈએ. શહેરથી દૂર રહેઠાણ જોઈએ. બહારનો કુસંગ અડવો ના જોઈએ. જેને દાદાનું નિદિધ્યાસન નિરંતર રહે એને કુસંગ અડે જ નહીં !
પરમ પૂજ્ય દાદાશ્રી પોતાના સિદ્ધાંત માટે શું કહે છે ‘આપણે કંઈ પેઢી કાઢવા ઓછા આવ્યા છીએ ? કંઈ ગાદી સ્થાપવા આવ્યા છીએ ? આ તો આપણે નિકાલ કરવા માટે આવ્યા છીએ.”
૧૨, તિતિક્ષાતાં તપે કેવળો મત-દેહ ! તિતિક્ષા એટલે શું ? ઘાસ કે પરાળમાં સૂવાનું થાય, કાંકરા ખેંચતા હોય, તે ઘડીએ ઘર યાદ આવે તો તે તિતિક્ષા ના કહેવાય. કાંકરા ખેંચે
તે ય સરસ લાગવું જોઈએ.
રાત્રે બે વાગે સ્મશાનમાં મૂકી આવે તો શું થાય ? ચિત્તા જોઈને ? ભડકાટ પેસી જાય ? તાવ ચઢી જાય ?
મનોબળ મોક્ષમાર્ગમાં જબરજસ્ત જોઈએ ! ગમે તેવા વિકટ સંયોગોમાં ય ‘હવે મારું શું થશે ?” એવું ક્યારે ય ના થાય. સ્થિરતાથી પાર નીકળી જાય.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે મેં મારી જિંદગીમાં એક પણ ઉપવાસ નહીં કરેલો ! પિત્ત પ્રકૃતિ એટલે એમનાથી ઉપવાસ ના થાય. ચોવીયાર, કંદમૂળ ત્યાગ, ઉણોદરી તપ વિ. કરેલું. ઉપવાસથી જાગૃતિ વધે મહીં કચરો જામી ગયો હોય તે બળી જાય. વાણી ય ઓછી થાય. ને બ્રહ્મચારીઓએ અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવો.
જ્ઞાનીઓ ઉણોદરી તપને વધુ મહત્વ આપે. દાદાશ્રીએ કાયમ ઉણોદરી કરેલું. ઉણોદરી એટલે પેટને અડધું ખાલી રાખવું. એનાથી જાગૃતિ ખૂબ વધે. વચ્ચે વચ્ચે ફાકા મારવાના ના હોય. ખોરાકથી મહીં મેણો ચઢે, દારૂ થાય. ચરબીવાળો, મીઠાઈ, તળેલો ખોરાક ના લેવાય. આપણાં રોટલી-દાળ-ભાત-શાક એ આદર્શ ખોરાક ગણાય. ઊંધે ય ખૂબ ઓછી હોય. ઘી, તેલથી માંસ વધે ને માંસ વધે એટલે વીર્ય વધે. નાના છોકરાંઓને મગસ કે શીયાળુ પાક ના ખવડાવાય. પછી મોટાં થતાં ખૂબ જ વિકારી થઈ જશે ! મા-બાપ જ બગાડે એમને ! નહાવાથી ય વિષય જાગૃત થઈ જાય. તેથી સ્પંજ કરી લે. માંદા માણસને વિષય સાંભરે ? ત્રણ દહાડાનો ભૂખ્યો હોય તેને વિષય સાંભરે ? આ કંદમૂળ ખાવાથી બ્રહ્મચર્ય ટકે નહીં. માટે એ ના ખવાય.
૧૩. ત હો અસાર, પુદ્ગલસાર ! બ્રહ્મચર્ય એ પુદ્ગલ સાર છે. ખોરાકનો સાર શું ? વીર્ય. માટે બ્રહ્મચર્ય એ મોક્ષમાર્ગનો આધાર છે. જ્ઞાન સાથે બ્રહ્મચર્ય હોય તો સુખનો પાર નથી. લોકસાર એ મોક્ષ અને પુદ્ગલસાર એ વીર્ય છે. મોંઘામાં મોંઘી વસ્તુ વીર્ય છે. એને કેમ કરીને મફતમાં વેડફાય ? વીર્ય ઉર્ધ્વગામી થાય એવા ભાવ
32