________________
બ્રહ્મચર્ય વ્યવહારને આધીન છે. નિશ્ચય તો બ્રહ્મચારી જ છે ને ? આત્મા તો સદા બ્રહ્મચારી જ છે ને !!
૧૬. લપસતારાંઓને, ઊઠાડી દોડાવે....
વિષયના ગુનાનું શું ફળ છે એ પ્રથમ જાણવું જોઈએ. એની સમજ પડે તો જ એ ગુનામાંથી અટકે. જ્ઞાનીને જે વળગી રહ્યો, તે છૂટે એક દહાડો.
જેને દાદાનું નિદિધ્યાસન રહે તેનાં તમામ તાળાં ખુલે છે. દાદાના નિદિધ્યાસનું સાક્ષાત્ ફળ મળે છે !
જગત કલ્યાણનો નિમિત્ત બનવાનો જેણે ભેખ લીધો છે એને જગતમાં કોણ આંતરી શકે ? દેવલોકો ય પુષ્પવૃષ્ટિ કરે છે.
આ માર્ગમાં આગળ વધ્યા છે ત્યાંથી પૂર્ણાહુતિ થઈ શકે ! તમે ચોખ્ખા છો તો તમારું કોઈ નામ દેનારું નથી.
૧૭. અંતિમ અવતારમાં ય બ્રહ્મચર્ય તો આવશ્યક !
મોક્ષ અને બ્રહ્મચર્યને શું લાગે વળગે ? ઘણુ બધું લાગે વળગે. બ્રહ્મચર્ય વગર આત્માનો અનુભવ જ ખબર ના પડે. આ સુખ આવે છે તે આત્માનું છે કે પુદ્ગલનું છે, એ ખબર જ ના પડે ને ! હવે કેટલાંય અબ્રહ્મચારી મોક્ષે ગયેલા. ત્યાં શું હોય કે બ્રહ્મચર્ય માટે પોઝીટીવ હોવો જોઈએ. નિગેટીવવાળાને કોઈ દહાડો આત્મા પ્રાપ્ત ના થાય. પરણીને બ્રહ્મચર્ય પાળે તે ઊંચુ કે ના-પરણીને પાળે તે ? જ્ઞાનીઓએ પરણીને પાળે તેને ઊંચું કહ્યું ! છતાં મોક્ષે જનારાઓને છેલ્લા દસ પંદર વર્ષ તો સર્વસંગ પરિત્યાગ વર્તવું જ જોઈએ. બ્રહ્મચર્ય વિના તો મોક્ષે જવાય જ નહીં !
બ્રહ્મચર્યમાં કોઈને દબાણ ના કરાય. બ્રહ્મચર્ય વ્રત એકદમ કોઈને અપાય નહીં. એકાદ વર્ષ માટે આપી ધીમે ધીમે વધાય. તમારો નિશ્ચય ને અમારું વચનબળ વિષયને ઊડાડે. અંતરાયો તોડી નાખે.
અક્રમ માર્ગમાં આશ્રમ જેવું ના હોય. પણ બ્રહ્મચારીઓ થયા તેમના માટે જોઈએ. બ્રહ્મચારીઓના સંગમાં રહેવું પડે.
37
દાદાશ્રી પોતાના વિષે કહે છે, “અમારે બ્રહ્મચર્ય પાળવાનું ના હોય. અમને તો તે વર્તે, વિષય જેવી વસ્તુ કંઈ છે એવું યાદે ય ના આવે. શરીરમાં એ પરમાણુ જ ના હોય ને ! અને પોતે ય પૂર્વભવોથી માલ
ખાલી કરતાં કરતાં આવેલા. એટલે નાનપણથી જ વિષયમાં રુચિ નહીં.
પહેલાંના જમાનામાં બાળલગ્ન થતાં. તેથી બીજે ક્યાં ય દ્રષ્ટિ બગડવાનો પ્રશ્ન જ ના રહે ને !! જીવન કેવું સુંદર ને પવિત્ર જાય ? એની અસર બાળકો પર કેવી સુંદર પડે. છોકરાંઓ પણ સંસ્કારી ને એકધારાં પાકે !
પરણવામાં આટલાં બધો જોખમો છે. છતાં ય કોડથી ઘોડે ચઢીને પૈણે છે એ જ શું અજાયબી નથી ?! એનું કારણ એ કે એ જાણતો જ નથી એનાં પરિણામોને ! થોડુંક દુઃખ પણ સરવાળે તો સુખ જ છે એવી માન્યતાના આધારે જ બધાં પરણે છે.
જેને પુદ્ગલસાર (બ્રહ્મચર્ય) અને અધ્યાત્મસાર (શુદ્ધાત્મા) બેઉ પ્રાપ્ત થઈ ગયો એનું તો થઈ ગયું કલ્યાણ જ ને !
બ્રહ્મચર્ય આત્માના સ્વાભાવિક ગુણો પ્રગટ થવા દે, આત્માનુભવ થવા દે, આત્માના ગુણોનો અનુભવ થવા દે.
બ્રહ્મચર્ય અને પરફેક્ટ વ્યવહાર બેઉ ભેગું થાય તો બ્રહ્મચારીઓ જગતનું કલ્યાણ કરવામાં ખૂબ જ હિતકારી થઈ શકે.
દાદાશ્રીએ પોતાનો વ્યવહાર કેવો છે એ જણાવતાં કહ્યું છે, ‘એક ત્રાડ અમે પાડીએ કે મહાત્માઓના રોગ તુર્ત જ નીકળી જાય. એમનો હાથ અડે ને સામાનું કામ થઈ જાય. એવી બધી સિદ્ધિઓ પ્રગટે.’
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે તમારો નિશ્ચય ને અમારું વચનબળ બેઉ ભેગું થાય તો ‘વ્યવસ્થિત’ આ ફેરફાર થાય ! અહીં જ એક અપવાદ સર્જાય છે !
બ્રહ્મચારીઓને પાંત્રીસ વર્ષ સુધી વિષયની સામે સતત સજાગ રહેવું પડે. નહીં તો મોહનું વાતાવરણ ‘રીજ પોઈન્ટ' પર આવે ત્યારે એને
38