________________
૨૯૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય કરાવીને, દુકાન ફરી ચાલુ કરી દેવડાવી આપે. આ સંસારમાં ય કોઈ ભાઈબંધ હોય, ઓળખાણવાળો હોય, તે એનું ના ચાલતું હોય તો આમતેમ કરીને ચાલુ કરાવી દે. વ્યવહારમાં ય રાગે પડાવી દે ! એવું કરાવી દે છે ને ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૯૯ પ્રશ્નકર્તા એવો ધંધાનો બહુ મોટો વિચાર કર્યો નહોતો.
દાદાશ્રી : પણ એ તો થઈ જ જવાનું અને મોટી ઑફિસો તે મોટું કામકાજ ના કરે તો ખર્ચો ય ના નીકળે. નોકરી કરું તો ઠીક છે, તો ય તને કંઈક અવકાશ મળે. કેટલાંક તો એવાં પુણ્યશાળી હોય છે કે ધંધા સંબંધી કંઈ બોધરેશન જ નહીં. હે.... ય.... આખો દહાડો ધંધા એની મેળે ચાલ્યા કરે, એ પુણ્ય કહેવાય. હવે બધું તારું રાગે પડી જશે ને ?
અત્યારે તો તું ભણું છું, કૉલેજ પૂરી થઈ નથી. એટલે અત્યારે બધા હિસાબ કાઢે તો ચાલશે અને અત્યારે કરી લીધું હોય તો તે વખતે કામ લાગે. પછી કૉલેજ પૂરી થાય પછી તો ઑફિસ લઈને બેસીશ અને
ઑફિસમાં એક મિનિટની નવરાશ નહીં મળે. આપણે જાણીએ કે હજી તો બહુ ટાઈમ છે ને પછી આ પૂરું કરી લઈશું ! પણ આ કાળમાં ધંધા બધા એવાં છે કે એક મિનિટ નવરાશ મળે નહીં અને આખો દહાડો મગજમારી, ભલે પૈસા કમાતો હોય પણ અહીંનું કામ કશું થાય નહીં. અત્યારે કર્યું હોય તો તે ઘડીએ ત્યાં બેઠાં બેઠાં બધો ખ્યાલ રહેશે, તે કંઈકે ય થોડું થશે. આ તો દાદા ય ફરી ભેગા થાય નહીં એવાં બધાં કામકાજ ! અત્યારે આ બધું તમારે લક્ષમાં ના હોય ને ? આમાંનું તો કશું ભાને ય ના હોય ને ? આ તો કુદરત ચલાવે એમ ચાલે છે. પોતાની જાગૃતિનો એક અંશે ય નહીં. આપણે ત્યાં ઘણાં ઑફિસરો દર્શન કરી ગયેલા. કહે ય ખરાં કે આ જ કરવા જેવું છે, પણ કરે શી રીતે ? ધંધો એ તો એક પ્રકારની જેલ છે. એ જેલમાં બેસીને પૈસા કમાવવા. એટલે હવે તારે શું કરવું જોઈએ ? તારે ધંધો ચાલુ થયા પછી એક મિનિટનો ય ટાઈમ નહીં મળે.
પ્રશ્નકર્તા : પહેલાં કામ કાઢી લેવું પડે.
દાદાશ્રી : હા, પહેલાં કામ કાઢી લેવું પડે, એટલે આ યાદ રાખજે. એટલાં માટે તને આ તારણ કાઢી આપ્યું છે. પછી ફરી ફરી અમે કહેવા આવીએ નહીં. અમે તો પૂરેપૂરી સમજણ પાડી છૂટીએ કે તમારું અહિત ના થાય. આ તો આજે ભેગો થયો અને ઇચ્છા ય છે એવું આપણે જાણીએ, પણ મોહનો માર્યો પેલો નિશ્ચય થાય નહીં ને ? નિશ્ચય રહે નહીં. અમે એક-એક એવો નિશ્ચય જોયા છે કે પરસેન્ટ ટુ પરસેન્ટ કરેક્ટ.
જ્યારે જુઓ ત્યારે કરેક્ટ. એટલે જેટલું થાય એટલું કરી લેવું ! તને ખબર છે ને, આ ઑફિસ એવો ધંધો છે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : બહુ પગથિયાં પડી જાય પછી કોણ પકડી રાખે ? પહેલાં તો એક પગથિયું પડે પછી બીજાં બે થાય, ચાર થાય, બાર થાય, એમ વધતાં જાય ! હવે આ ગાડી ક્યાં અટકે ? પછી એને કોણ ઊભી રાખે ને પાછું કોણ પકડે ? આટલે ઊંચે હતો, ઊંચી દશામાં હતો ત્યારે સીધો ના રહ્યો, તે હવે પડ્યા પછી શું રહે ? લપસ્યો એ લપસ્યો ! મહીં ભરપટ્ટે સુખ પડ્યું છે ! યાદ કરતાં જ મળે એવું મહીં નવું સુખ હોય છે ! જ્યાં સાંકળ ખેંચો ત્યાં ગાડી ઊભી રહે, એટલી બધી પોતાની શક્તિઓ છે ! પણ જ્યાં લપટું પડ્યું ત્યાં શું થાય ? તને દાદાનું નિદિધ્યાસન રહે છે કે ?
પ્રશ્નકર્તા : આ બે દિવસથી તો રહે છે.
દાદાશ્રી : જેને દાદાનું નિદિધ્યાસન રહે, તેને બધાં જ તાળાં ઊઘડી જાય. દાદા જોડે અભેદતા એ જ નિદિધ્યાસન છે !!! બહુ પુણ્ય હોય ત્યારે એવું જાગે, અને “જ્ઞાની'ના નિદિધ્યાસનનું સાક્ષાત્ ફળ મળે છે. એ નિદિધ્યાસન, પોતાની શક્તિ એ પ્રમાણે કરી આપે, તે રૂપ કરી આપે. કારણ કે “જ્ઞાની'નું અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ છે, એટલે તે રૂપ કરી નાખે. ‘જ્ઞાની'નું નિદિધ્યાસન નિરાલંબ બનાવે. પછી ‘આજે સત્સંગ થયો નહીં, આજે દર્શન થયાં નહીં.’ એવું કશું એને ના રહે. જ્ઞાન પોતે નિરાલંબ છે, એવું પોતે નિરાલંબ થઈ જવું પડે, ‘જ્ઞાની'ના નિદિધ્યાસનથી.
એક ધ્યેય, એક જ ભાવ ! આપણે આંગણામાં ઝાડ ઉછેર્યું હોય, રોજ ખાતર-પાણી નાખીએ