________________
૩૦૧
૩00
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ને હવે કન્સ્ટ્રકશનવાળાનો ઓર્ડર મળે કે આ ઝાડને કાપી નાખો ને ત્યાં આગળ પાયા ખોદવા માંડો તો ? અલ્યા, તે આ છોડવો ઉછેર્યો’તો શું કરવા ? જો ઉછેરીશ તો કાપીશ નહીં, તો પેલાને કહી દે કે કન્સ્ટ્રકશનવાળાએ મકાનની જગ્યા બદલવી જોઈએ. આપણે જેને જાતે ઉછેરીએ અને એને પછી આપણે કાપીએ તો શું થયું કહેવાય ? પોતાના છોકરાની હિંસા કર્યા બરાબર છે. પણ આપણા લોક કશું સમજતાં નથી ને કહેશે, ‘કાપી નાખો ને !' મેં કોઈ વખત આ ભૂલ કરી નથી. અમને તો તરત વિચાર આવે કે જો ઉછેર્યું છે તો કાપીશ નહીં ને કાપવાનું હોય તો ઉછેરીશ નહીં.
જેણે જગત કલ્યાણના નિમિત્ત બનવાનો ભેખ લીધો છે, એને જગતમાં કોણ આંતરી શકે ? કોઈ શક્તિ નથી કે એને આંતરી શકે. આખા બ્રહ્માંડના સર્વ દેવલોકો એની પર ફૂલ વરસાવી રહ્યાં છે. એટલે એ એક ધ્યેય નક્કી કરો ને ! જ્યારથી આ નક્કી કરો ત્યારથી જ આ શરીરની જરૂરિયાતની ચિંતા કરવાની રહેતી નથી. જ્યાં સુધી સંસારીભાવ છે ત્યાં સુધી જરૂરિયાતની ચિંતા કરવી પડે. જુઓને, આ ‘દાદા'ને કેવી જાહોજલાલી છે ! આ એક જ પ્રકારની ઇચ્છા રહે તો પછી એનો ઉકેલ આવી ગયો. અને દેવસત્તા તમારી જોડે છે. આ દેવો તો સત્તાધીશ છે, એ નિરંતર હેલ્પ આપે એવી એમને સત્તા છે. આવાં એક જ ધ્યેયવાળા પાંચની જ જરૂર ! બીજો કોઈ ધ્યેય નહીં, અદબદવાળો નહીં ! અડચણમાં એક જ ધ્યેય ને ઊંઘમાં પણ એક જ ધ્યેય !!
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય સંપૂર્ણ નીરોગી પુરુષ છે. એમનાં આધારે જે રોગ કાઢવા હોય, તે જતા રહેશે, એમનામાં કોઈ પણ રોગ નથી, સંસારનો એક પણ રોગ એમનામાં નથી. એટલે જે જે રોગ તમારે કાઢવા હોય તે નીકળી જશે.
એટલાં માટે અમે તમને કહીએ છીએ કે પછી પોતાની મેળે તમે પોલ મારશો તો તમને માર પડશે. અમે તમને ચેતવી દઈએ. અત્યારે રોગ નીકળશે, પછી નહીં નીકળે. જો મારામાં સહેજ પણ પોલ હોત તો તમારો રોગ ના નીકળે. હિંમત આવે છે કાંઈ ?
પ્રશ્નકર્તા : હા, પૂરેપૂરી હિંમત આવે છે.
દાદાશ્રી : ‘દાદા'ની આજ્ઞા તમારે નથી પળાતી બરોબર ? આપણો આજ્ઞા પાળવાનો ધર્મ છે. પછી જે માલ નીકળે તેને, આપણે શી લેવાદેવા ? કૉલેજના છેલ્લા વર્ષમાં ભણતો હોય અને કંઈક લહેરમાં પડી ગયો ને નાપાસ થયો, તો આખું વર્ષ ઉદાસીન રહ્યા કરે તો શો ફાયદો થાય ? બીજી સાલ શું થાય ? પહેલે નંબરે પાસ થાય ? આવું ડીપ્રેશન થાય તો સાત વર્ષ સુધી એ પાસ ના થાય. એટલે આપણે નાપાસ થયા, એ ભૂલી જવાનું અને નવેસરથી ને નવી રીતે ફરી તૈયારી કરવાની. જે કર્મ થઈ ગયાં છે, તેને મેલોને પૂળો ! એકનો એક છોકરો મરી જાય તો કાયમ રડવાનું ? મેર ચક્કર, બે દહાડા રડવું હોય તો રડ ને પછી બજારમાં કુલ્ફી ખા. એટલે આપણે નાપાસ થયા તો નવેસરથી વાંચવાનું શરૂ કરી દેવાનું, પેલું બધું ભૂલી જવાનું. એટલે નવેસરથી આપણે આજ્ઞામાં રહો બરોબર ! આપણે કહીએ, ‘ચંદ્રશ, આ તો બહુ ઊંધું કર્યું.” આટલું આપણે કહી દેવું, બસ. પછી પાછું આપણે આજ્ઞામાં જ રહેવું. પછી આપણે શા માટે ચૂકીએ ? અને “ચંદ્રેશ” તો આપણો પાડોશી છે ને ? ફર્સ્ટ નંબર, ફાઈલ નંબર વન છે ને ? અને નાદારી ય ચંદ્રશની ગઈ ને ? ‘તારી’ તો નાદારી નથી ને ? કે બેઉએ સાથે નાદારી કાઢી છે ? ચંદ્રેશ નાદાર થઈ જાય, તેમાં આપણે શી લેવાદેવા ? પણ અમે આ કહીએ છીએ, તે તમને પાછાં ફરવા માટે. પછી એનો દુરુપયોગ ના થવો જોઈએ કે દાદાજી એમ કહેતા હતા કે નાદારીનો વાંધો નથી. આ તો અહીંથી બચાવવા જાય તો આમ લપસી પડે, તો આનો ક્યાં પાર આવે ? આપણે કહી દેવું, ‘ચંદ્રેશ
જે વાટે વહ્યા, વધાવ્યા તે જ વાટે!
‘દાદા’ જે રસ્તે ગયા છે, એ જ રસ્તો તમને બતાવ્યો છે. એ જ રસ્તે ‘દાદા' તમારાથી આગળ છે. કંઈ રસ્તો જડશે કે નહીં જડે ?
પ્રશ્નકર્તા : જડશે. દાદાશ્રી : સો ટકા ? નક્કી ? પ્રશ્નકર્તા : હા, સો એ સો ટકા નક્કી ! દાદાશ્રી : ‘દાદા' તો બધા રોગ કાઢવા આવ્યા છે. કારણ કે ‘દાદા'