________________
૨૯૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ખબર છે, એમ છતાં પણ એ થઈ જાય છે. તો એને અટકાવવા માટે શું પ્રયત્ન કરવો ? શું પુરુષાર્થ કરવો ?
દાદાશ્રી : એવું છે ને, જે ગુનાનું શું ફળ છે એ જાણીએ નહીં, ત્યાં સુધી એ ગુના થયા કરે છે. કૂવામાં કેમ કોઈ પડતું નથી ? આ વકીલો ગુના ઓછા કરે છે, શાથી ? આ ગુનાનું આ ફળ મળશે, એવું એ જાણે છે. માટે ગુનાનું ફળ જાણવું જોઈએ. પહેલાં તપાસ કરવી જોઈએ કે, ગુનાનું ફળ શું મળશે ? ‘આ ખોટું કરું છું, એનું ફળ શું મળશે ?’ એ તપાસ કરી લાવવી જોઈએ.
આ દુનિયાનો એવો નિયમ છે કે ગુનાના ફળને પૂરું જાણતા હોય તો, એ ગુનો કરે જ નહીં ! ગુનો કરે છે એટલે એ ગુનાના ફળને પૂરું જાણતો નથી ! આ અમે નર્કનું ફળ જાણીએ છીએ, એટલે અમે તો કોઈ દહાડો ય નર્કનું ફળ આવે એવી વાત તો, આ શરીર તૂટી જાય તો ય ના કરીએ. તમે નર્કનું સ્વરૂપ સાંભળ્યું, તો તમને કેવું લાગે હવે ? માટે કર્મનું ફળ શું ? એ જાણવાનું. કારણ કે ગુનો થાય છે તો હજુ ‘એનું ફળ શું ?” એ જાણ્યું જ નથી. માટે પ્રકૃતિ કેવી બાબતમાં ખોટું કરે છે, એ કો'કને પૂછવું જોઈએ. જ્ઞાની પુરુષ હોય તેને પૂછવું જોઈએ કે, ‘હવે મારે આ જગ્યાએ શું કરવું ?” અને તે ઉપરાંત એ પ્રકૃતિથી થઈ જાય તો માફી માગવી જોઈએ ! જે પ્રકૃતિ આપણને પસ્તાવો કરાવડાવે, એ પ્રકૃતિનો વિશ્વાસ જ કેવી રીતે કરાય ?
પ્રશ્નકર્તા : પ્રગતિમાં રૂંધનારા અંતરાયોમાંથી કેવી રીતે નીકળાય ?
દાદાશ્રી : એ બધું નીકળી જશે, કૃપાથી બધું જ નીકળી જશે. કૃપા એટલે દાદાજીને રાજી રાખવા તે. દાદા આપણી પાછળ જે માથાકુટ કરે છે, એનું ફળ સારું આવે, ટકા સારા આવે એટલે દાદા રાજી ! બીજું શું દાદાને જોઈએ ?! દાદા કંઈ પેંડા ખાવા માટે આવ્યા નથી ! છતાં ય પેંડા ધરવાના ને પ્રસાદ મૂકવાનો ! એ ય વ્યવહાર છે ને ?!
ધંધામાં ખૂયા કે ખોયા ખુદા ! આ તો પોતાની જાતે ખોટેખોટો સંતોષ લઈને દહાડા ચલાવે ! અને
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૯૭ એનું રીઝલ્ટે ય આવ્યા વગર રહે નહીં ને ! ગમે તેટલું કહેશે, ‘હું વાંચું છું, હું વાંચું છું.’ પણ છ મહિને એનું રીઝલ્ટ તો આવે જ ને ? ત્યારે પોલ ખબર પડી જાય ને ?! તને સમજાય છે આ બધું ? કૉલેજમાં બેઠા પછી પાસ તો થવું પડે ને ? જે ધંધો માંડ્યો છે, એ પૂરેપૂરો કરવો તો જોઈએ ને ? ‘પૈણવું છે” તો એમ નક્કી રાખવાનું અને “બ્રહ્મચર્ય પાળવું છે” તો એ નક્કી રાખવું. બ્રહ્મચર્ય પાળવું હોય તો પછી નિશ્ચય પૂરેપૂરો હોવો જોઈએ ને ? આ તો ધંધા પર દુકાનનું કરવા જઈએ ને પાછું ફૂટબોલે ય રમવા જઈએ, બોલ-બેટે ય રમવા જઈએ, તો એમાં કંઈ ભલીવાર થતો હશે ? ભલીવાર લાવવો છે, ત્યારે રસ્તો તો કાઢવો પડે ને ? કે આવું ચાલે ? પોલંપોલ ચાલે ?!
પ્રશ્નકર્તા : ના ચાલે.
દાદાશ્રી : બાકી લોકોનાં ટોળાં જાય છે, એવું ટોળામાં રહીએ એ હિસાબે સારું છે ! એમાં પછી આપણે ક્યાં લક્ષ રાખવું પડે કે, ‘કોણ આગળ જાય છે ? શાથી એ આગળ જાય છે ? હું શાથી આટલો બધો પાછળ રહી ગયો ?” બાકી, મોક્ષમાર્ગમાં તો નિરંતર જાગૃત રહેવું પડે કે મારી શી ભૂલ રહી જાય છે ?” એવી તપાસ તો કરવી જ પડે ને ! બાકી, સંસારની તો ઇચ્છા કરવા જેવી જ નથી. સંસાર તો સહજ સ્વભાવે ચાલ્યા કરે એવો છે. હવે આટલાં વખતથી મહેનત કરી છે, એમાં મારો ય આટલો બધો ટાઈમ ગયો છે, તારે ય કેટલો ટાઈમ ગયો છે. માટે મને કંઈક સંતોષ થાય એવું કર. અહીં આ બધા છોકરા છે, તે કેવું સુંદર બધાને આખો દહાડો વર્તે છે ! અહીં તો જે ચોંટી પડ્યો ને વળગી પડ્યો, તેનું ચાલ્યા કરે ! એ ચોંટેલું ઊખડે નહીં ત્યાં સુધી તારે સારું ચાલ્યા કરશે. હવે ક્યારે પાછું ઊખડી જઈશ ?
પ્રશ્નકર્તા: હવે નહીં ઊખડું.
દાદાશ્રી : ત્યારે ખરું ! એવો ચોંટી પડે તો જ ચાલે. કારણ કે અહીં જે ચોંટી રહ્યો, એને કૃપા કામ કર્યા વગર રહે નહીં એવો આ કરુણામય માર્ગ છે. કેવો માર્ગ છે ? પોતાનું બગાડીને ય પણ કરૂણામય માર્ગ છે. પોતાની કમાણી ઓછી ભલે થાય, પણ એને સાચવીને, એની કમાણી શરૂ