________________
૨૯૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ત્યાં થાય. અહીં સ્ત્રીઓ બેઠી હોય તો ય આપણે ત્યાં વાંધો ના આવે. બીજી જગ્યાએ તો આવી વાત જ ના થાય ને !
જાગૃતિ મંદ પડી કે વિષય પેસી જાય. જાગૃતિ મંદ પડી કે પછી એ ધક્કો ખાય. વિષયે એક એવી ખરાબ વસ્તુ છે કે એમાં એક ફેરો લપસ્યો એટલે જાગૃતિ પર ગાઢ આવરણ આવી જાય. પછી જાગૃતિ રાખવી હોય તો ય રહે નહીં. જ્યાં સુધી એકુંય ફેરો પડ્યો નથી, ત્યાં સુધી જાગૃતિ રહે. વખતે આવરણ આવે, પણ જાગૃતિ તરત જ આવી જાય. પણ એક જ ફેરો લપસ્યો તો જબરજસ્ત ગાઢું આવરણ આવી જાય, પછી સૂર્યચંદ્ર દેખાય નહીં. એક જ વખત લપસવાનું બહુ નુકસાન છે.
પ્રશ્નકર્તા : જાગૃતિ મંદ એટલે ‘એક્ચ્યુલી’ કેવી રીતે બને છે ? દાદાશ્રી : એક ફેરો આવરણ આવી જાય એને. એ શક્તિને સાચવનારી જે શક્તિ છે ને, એ શક્તિ પર આવરણ આવી જાય, એ શક્તિ કામ કરતી બુઠ્ઠી થઈ જાય. પછી તે ઘડીએ જાગૃતિ મંદ થઈ જાય. એ શક્તિ બુઠ્ઠી થઈ ગઈ પછી કશું થાય નહીં, કશું વળે નહીં. પાછો ફરી માર ખાય, પછી માર ખાયા જ કરે. પછી મન, વૃત્તિઓ, એ બધું એને અવળું સમજાવે કે, ‘આપણને તો હવે કશો વાંધો નથી. આટલું બધું તો છે ને ?’ આવું પાછાં મહીં વકીલ સમજાવનારા હોય, એ વકીલનું જજમેન્ટ પાછું ચાલુ થઈ જાય. પછી કહેશે કે પરહેજ કરો, મુક્ત હતા તેનાં પાછાં થયા પરહેજ. એવું થવું તેનાં કરતાં પૈણવું સારું, નહીં તો એવું થવું ના
જોઈએ.
પ્રશ્નકર્તા : એ શક્તિને રક્ષણ આપનારી શક્તિ એટલે શું ?
દાદાશ્રી : એક ફેરો સ્લિપ થયો, તે સ્લિપ નહીં થવાની જે મહીં શક્તિ હતી તે ઘસાય, એટલે કે એ શક્તિ લપટી પડતી જાય. એટલે પછી બાટલી આમ આડી થઈ કે દૂધ એની મેળે જ બહાર નીકળી જાય, પેલું તો આપણે બૂચ કાઢવો પડતો હતો. એ તને સમજાયું ?
પ્રશ્નકર્તા : એક અસંયમ પરિણામથી પછી ગુણક રીતે જ આખું ડાઉનમાં જતું રહે ને અસંયમ વધ્યા જ કરે એવું ને ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૯૧
દાદાશ્રી : હા, એટલે અસંયમ વધ્યા જ કરે ને ! એટલે પાછું લપટું જ પડતું જાય. એક તો લપટું પડ્યું છે ને ફરી પાછું લપટું પડ્યું, તો પછી રહ્યું શું ? પછી તો મહીં મન-બુદ્ધિ શિખામણ આપનારા અને મહીં જજ ને બધા સાક્ષી પૂરનારા નીકળે. અલ્યા, કોઈ સાક્ષીવાળા નહોતા, તે ક્યાંથી આવ્યા ? ત્યારે કહે કે, ‘અમને પહેલેથી કહ્યું હતું ને કે તમે સાક્ષીમાં આવજો, તે અમે સાક્ષી પૂરવા આવ્યા છીએ ! કે હવે કશો વાંધો નથી. તમારી તો, આટલી બધી જાગૃતિ. હવે તમને શો વાંધો છે, હવે તમારો જરાય દોષ નથી.’ તારે કોઈ ફેરો એવા સાક્ષીવાળા નથી આવતા ?
પ્રશ્નકર્તા : હા, બને ને. પણ મારે કેવું બને છે કે પહેલું આમ ગ્રાફ ઊંચે જાય, પછી જાગૃતિ મંદ પડતી દેખાય, પછી ખબર પડે કે હવે ડાઉન થવા માંડ્યું. એટલે પછી પાછું તરત જોમ આવી જાય કે આ ભૂલ થાય છે ક્યાંક, એટલે પછી પાછી શોધખોળ થાય અને પાછું ઉપર આવી જવાય, પણ આમ ડાઉનમાં આવે છે ખરું !
દાદાશ્રી : હા, પણ એ ડાઉનમાં આવે તો, એ ક્યાં સુધી ચાલી શકે ? જ્યાં સુધી આપણી એકુંય ફેરો ભૂલ ના થાય ત્યાં સુધી ચાલી શકે, પણ એક ફેરો ભૂલ થઈ એટલે લપટું પડે. સંસારીપણામાં હજાર ભૂલો ખાય તેનો વાંધો નહીં. કારણ કે લપટું જ પડી ગયું છે, પછી એમાં વાંધો જ શો ? એનું નામ જ લપટું પડેલું છે ને ! પણ અહીં તો તમે ટાઈટ રાખ્યું છે તે ટાઈટ જ રાખવાનું, અને એ શક્તિ જો ઊર્ધ્વમાન થાય તો બહુ કામ કાઢી નાખે.
પ્રશ્નકર્તા : એ કેવા પ્રકારના દોષથી લપટું પડવાનું ચાલુ થાય છે ?
દાદાશ્રી : સંયમ, અસંયમ થયો કે લપટું પડી જ જાય. સંયમ જ્યાં સુધી સંયમભાવમાં હોય ત્યાં સુધી લપટું ના પડે. આમ વધ-ઘટ થયા કરે એનો વાંધો નહીં, પણ એ સંયમ તૂટ્યો કે પછી થઈ રહ્યું. એ સંયમ તૂટે ક્યારે ? કે ‘વ્યવસ્થિત’નાં પાછળના અનુસંધાન હોય તો તૂટે. અને તૂટ્યા પછી, એને ખેદાનમેદાન કરી નાખે.
મૂર્છા ઊડી ગઈ પછી વાંધો નથી. મૂર્છા જ ઉડાડવાની છે. મને