________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૮૮ કરેક્ટ છે ?
દાદાશ્રી : વિષયમાં એવું બધાને રહી શકે નહીં ને ! વિષય એકલો જ એવો છે, જોઈ શકે નહીં, ચૂકી જાય. બીજામાં જોઈ શકાય તરત. વિષય સિવાય બીજું બધું જોઈ શકે, જલેબી ખાયે ખરો ને જલેબીના ખાનારને ય જુએ. જલેબી કેવી રીતે ચાલે છે, એમાં પોતે હસે હઉ કે “ઓહોહો ! શું ચંદ્રેશભાઈ ચાવવા માંડી જલેબી તમે ટેસ્ટથી !”
પ્રશ્નકર્તા : આપણે કોઈ જગ્યાએ બેઠાં હોઈએ અને ત્યાં બાજુમાં કોઈ સ્ત્રી આવે, આપણને સ્પંદન ઊભું થાય, તો એ ‘જોઈએ તો ચાલે કે પ્રતિક્રમણ કરવું પડે ?
દાદાશ્રી : પ્રતિક્રમણ કરવું પડે. ‘જોઈએ', એનું નામ કહેવાય કે એ ‘જોતાં હોય તો ચંદ્રેશને આપણે કહીએ, “ઓહોહો ચંદ્રેશભાઈ ! તમે તો સ્ત્રીઓ પણ જુઓ છો, હવે તો રોફમાં આવી ગયા લાગો છો.’ એનું નામ ‘જોયું’ કહેવાય. આંખોથી જોઈએ, એ તો બધા આ જગતના લોકો ય જુએ જ છે ને ! આંખોનું જોયેલું ઈન્દ્રિય જ્ઞાન કહેવાય.
પ્રશ્નકર્તા : આ તો અંદર અંદન ઉત્પન્ન થાય, એ જોઈએ કે આ સ્પંદન ઉત્પન્ન થયા. એવું જોવાથી જાય !
દાદાશ્રી : “જોવું’. ‘જોવામાં', અમે જે કહીએ છીએ, એ જુદું કહીએ છીએ. અમે તો “આ શું કરે છે એ અમે ‘જાણીએ'. હું તો કહું ને અંબાલાલભાઈ લહેરથી તમે જમવા માંડ્યું છેને કંઈ !”
પ્રશ્નકર્તા આવી રીતે કહેવું, એ “જોયું” કહેવાય એવું આપ કહેવા માંગો છો. એટલે આખી ‘જોવાની’ જે પ્રક્રિયા છે, એ આવી રીતે વાતચીતના સંબંધથી સ્પષ્ટ રીતે રહી શકાય.
દાદાશ્રી : હા. એટલે આ તમે બધા ‘જુઓ” એ “જોયું” ના કહેવાય. એ તમારી ભાષામાં તમારા ડહાપણથી કરવા જાવને, તો ઊલ્ટો માર ખાઈ જશો. અમને પૂછવું કે આવું અમારું ડહાપણ છે, એ બરોબર છે ?
પ્રશ્નકર્તા ઃ આમાં એવું થાય છે કે વિષયનો વિચાર ઊભો થાય ને આ
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૮૯ બાજુ છેદાય, પાછો ઊભો થાય, પાછો છેદાય. એટલે આ પોતાની પકડ છોડતું નથી પણ પેલો વિચારે ય ચાલ્યા કરે, બેઉ સામસામે ચાલ્યા કરે.
દાદાશ્રી : એ છોડે નહીં ને ! એટલે પહેલો વિચાર જ આમ કાઢીને ફેંકી દેવો, પછી કોઈ જાતના જાપ કરવા બેસી જવું. ‘દાદા ભગવાનને નમસ્કાર કરું છું', આમ તેમ કરવું, પદો ગાવા માંડવા, એ જાપ જ છે બધા. આપણે કહેવું કે ‘ચંદ્રેશભાઈ, ગાવ” મહીંથી. જ્ઞાન તો, એનું બોલ્યા જ કરશે, બિચારું. એ જ્ઞાન તો જાગૃત કર્યા જ કરે કે જાગો, જાગો, જાગો ! એવું મહીંથી નથી કરતું ?
પ્રશ્નકર્તા: હા, બહુ કરે છે, એના પ્રતાપે તો બધું ટકી રહ્યું છે.
દાદાશ્રી: હવે બહારના માણસ શી રીતે ટકે બિચારાં ?! જ્ઞાન ના હોય તો શી રીતે ટકે ? ના ટકે. એ તો જેમ પ્રકૃતિ લઈ જાય, તેમ ઢસડાયા કરે.
જાગૃતિમાં ઝોકા, ત્યાં વિષયતા સોટાં ! પ્રશ્નકર્તા: આ જ્ઞાનની જાગૃતિ થકી પ્રકૃતિ સામે મોટો ફોર્સ ઊભો થયો છે.
દાદાશ્રી : હા. આ જ્ઞાન છે તેથી પ્રકૃતિની સામે જીતે ખરું, પણ જોડે જોડે આપણું જે અસ્તિત્વ છે તે જ્ઞાન સાથે હોવું જોઈએ. પુદ્ગલ સાથે અસ્તિત્વ થયું તો ખલાસ કરી નાખે. એટલે સ્વપરિણામી હોવું જોઈએ.
પેલા વિચારમાં મીઠાશ લાગી એટલે થઈ રહ્યું, એ પછી ખલાસ કરી નાખે. કારણ કે પેલી બાજુ પર પરિણામ થયાં. હવે એ વિચારો મીઠાશ આવે એવાં હોય ને ? કે કડવાશ આવે ?
પ્રશ્નકર્તા : મીઠાશ આવે એવાં આવે ને !
દાદાશ્રી : એટલે જ ત્યાં ચેતવાનું છે ! આવો તો ફોડ બીજી જગ્યાએ કરાય નહીં ને ! આ તો વિજ્ઞાન છે એટલે ફોડ કરાય. આ રોગ કોઈ કાઢે જ નહીં ને? આ રોગ શી રીતે નીકળે ? આનો ઇલાજ આપણે