________________
૨૭૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૬૯ સર્વસંગ પરિત્યાગ ઉદયમાં આવે તો પછી એને વીતરાગોની પાટ માટે દીક્ષા અપાય. એવી દીક્ષા મળે તો બહુ શક્તિ ઉત્પન્ન થાય. દીક્ષાનો સ્વભાવ જ એવો છે. એવું ‘વ્યવસ્થિત’ પણ લાવ્યો હોય. બધાની ભાવના ફળે. અમારા તરફથી આશીર્વાદ મળે એટલે આ બધાની શક્તિ બહુ ઉત્પન્ન થાય. એવી જો દીક્ષા મળે તો વીતરાગ ધર્મનો ઉદ્ધાર થાય, વીતરાગ માર્ગ ઉત્થાનને પામે અને એ થવાનું છે!
ત્યાં સુધી બધું મહીં તાવી જોવાનું કે ભાવના જગત કલ્યાણની છે કે માનની ? પોતાના આત્માને તાવી જુએ તો બધી ખબર પડે એવું છે. વખતે મહીં માન રહેલું હોય તો ય એ નીકળી જશે. કારણ કે કોઈ પ્રધાનને બહાર બધું સારું હોય ને ઘરનો દુઃખી હોય તો એને સત્તા આપે તો એ લાખ-બે લાખ ખાઈ જાય, પણ પછી ધરાઈ જાયને ? અને આપણું તો આ વિજ્ઞાન છે, એટલે હવે જે માન રહ્યું તે નિકાલી માલ ને ! તે ધીમે ધીમે ખલાસ થઈ જશે, છતાં ત્યાં સુધી બધી જાગૃતિ રાખવી પડે. કોઈ ગાળો ભાંડે, અપમાન કરે તો ય માન ના જાગવું જોઈએ. મારે તો ય માન શાને માટે જાગે ? આપણે તો જાણવું જોઈએ કે સાત મારી કે ત્રણ ? જોરથી મારી કે હલકી ? એવું જાણવાનું. પોતાના સ્વભાવમાં તો આવવું પડશે ને ?! તમારે તો નક્કી કરવાનું સવારના, કે આજે પાંચ અપમાન મળે તો સારું ને પછી આખા દહાડામાં એકુંય ના મળ્યું તો અફસોસ રાખવાનો. તો માનની ગાંઠ ઓગળે. અપમાન થાય, તે ઘડીએ જાગૃત થઈ જવું.
એક જ માણસ સાચો હોય તો જગત કલ્યાણ કરી શકે ! સંપૂર્ણ આત્મભાવના હોવી જોઈએ. એક કલાક ભાવના ભાવ ભાવ કરજે અને વખતે તૂટી જાય તો સાંધીને પાછું ચાલુ કરજે. આ ભાવના ભાવી છે તો ભાવનાનું જતન કરજે ! લોકોનું કલ્યાણ થાય એ માટે ત્યાગી વેષ, દીક્ષા લેવાની ઇચ્છા છે. મન બગડતું ના હોય પછી દીક્ષા લેવામાં વાંધો નહીં.
જગતનું કલ્યાણ વધુ ક્યારે થાય ? ત્યાગમુદ્રા હોય ત્યારે વધારે થાય. ગૃહસ્થ મુદ્રામાં જગતનું કલ્યાણ વધુ થાય નહીં, ઉપલક બધું થાય. પણ અંદરખાને બધી પબ્લિક ના પામે ! ઉપલકતામાં બધો મોટો મોટો વર્ગ પામી જાય, પણ પબ્લિક ના પામે. ત્યાગ આપણા જેવો હોવો જોઈએ.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આપણો ત્યાગ એ અહંકારપૂર્વકનો નહીં ને ?! અને આ ચારિત્ર તો બહુ ઊંચું કહેવાય !
‘હું શુદ્ધાત્મા છું' એ નિરંતર લક્ષમાં રહે, એ મહાનમાં મહાન બ્રહ્મચર્ય. એના જેવું બીજું બ્રહ્મચર્ય નથી. છતાં ય આચાર્યપદ પ્રાપ્ત કરવાના ભાવ મહીં હોય ત્યારે ત્યાં બહારનું બ્રહ્મચર્ય જોઈએ, ત્યાં લેડી ના ચાલે.
જ્ઞાની પુરુષની આજ્ઞાથી ચારિત્ર લેવાનો વાંધો નથી, પણ જોડે જોડે ચારિત્ર લીધા પછી તે વસ્તુને એટલી બધી વિચારવી જોઈએ કે તે વિચારના અંતમાં પોતાનું જ મન એવું થઈ જાય કે વિષય એ તો બહુ જ ખોટી વસ્તુ છે. આ તો મહા-મહા મોહને લઈને ઉત્પન્ન થયેલી વસ્તુ છે.
આ એકલું અબ્રહ્મચર્ય છોડે તો બધું આખું જગત આથમી જાય છે, હડહડાટ ! એક બ્રહ્મચર્ય પાળવાથી તો બધું આખું જગત જ ખલાસ થઈ જાય છે ને ! અને નહીં તો હજારો ચીજો છોડો, પણ એ કશું ભલીવાર આવે નહીં.
ચારિત્રનું સુખ કેવું વર્તે ! જ્ઞાની પુરુષની પાસે ચારિત્ર ગ્રહણ કરે, ખાલી ગ્રહણ જ કર્યું છે, હજી તો પળાયું જ નથી. ત્યારથી તો બહુ આનંદ છૂટે. તને કંઈ આનંદ છૂટ્યો છે ?
પ્રશ્નકર્તા : છૂટ્યો છે ને, દાદા ! તે ઘડીથી જ મહીં આખો ઉઘાડ થઈ ગયો.
દાદાશ્રી : લેતાંની સાથે જ ઉઘાડ થઈ ગયો ને ? લેતી વખતે એનું મન ક્લીયર જોઈએ. એનું મન તે વખતે ક્લીયર હતું, મેં તપાસ કરી હતી. આને ચારિત્ર ગ્રહણ કર્યું કહેવાય ! વ્યવહાર ચારિત્ર ! અને પેલું ‘જોવ’–‘જાણવું’ રાખીએ, તે નિશ્ચય ચારિત્ર ! ચારિત્રનું સુખ જગત સમક્યું જ નથી. ચારિત્રનું સુખ જ જુદી જાતનું છે.
અમે આ સ્થળ ચારિત્રની વાત કરીએ છીએ. એ ચારિત્ર જેને ઉત્પન્ન થાય, એ બહુ પુણ્યશાળી કહેવાય. આ છોકરાઓ બધાં કેટલાં