________________
૨૭૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૭૧ પુણ્યશાળી કહેવાય ! એમણે બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા લીધેલી, તે એમને આનંદે ય કેવો રહે ?
પ્રશ્નકર્તા: આવો આનંદ તો મેં કોઈ કાળમાં જોયો ન હતો. નિરંતર આનંદ રહે છે !
દાદાશ્રી : અત્યારે આ કાળમાં લોકોનાં ચારિત્ર ખલાસ થઈ ગયાં છે. બધે સારા સંસ્કાર જ રહ્યા નથી ને ! આ તો અહીં આવી ગયાં, તે વળી આ જ્ઞાન મળ્યું એટલે રાગે પડ્યું છે. આ તો પુણ્યશાળી છે ! નહીં તો ક્યાંના ક્યાંય રખડી મર્યા હોત. ચારિત્રમાં માણસ જો બગડી જાય તો યુઝલેસ લાઈફ થઈ જાય. દુઃખી, દુઃખી થઈ જાય ! વરીઝ, વરીઝ, વરીઝ ! રાત્રે ઊંઘમાં ય વરીઝ ! આ તો એમને બહુ આનંદ રહે.
પ્રશ્નકર્તા : હા, પહેલાં તો જીવવા જેવું જ ન હતું.
દાદાશ્રી : એમ ?! હવે જીવવા જેવું લાગે ?! ઘરનાં બધાંની ઇચ્છા હોય કે છોકરો ચારિત્ર લે, તો એ એના ‘વ્યવસ્થિત'માં એવું છે એમ સમજાય. એ જ પુરાવો છે. અમે આમાં હાથ ના ઘાલીએ પછી. ‘વ્યવસ્થિત’માં હોય તો જ ઘરનાને બધાંને ઇચ્છા રહે. કોઈની પણ બૂમ હોય તો ‘વ્યવસ્થિત’ ફેરવાળું લાગે. કારણ કે ‘વ્યવસ્થિત' એટલે શું ? કોઈની બૂમ નહીં. બધા લીલો વાવટો ને લીલો વાવટો જ ધરે, તો જાણવું કે ‘વ્યવસ્થિત' છે.
બ્રહ્મચર્યની આજ્ઞા મળ્યા પછી કોઈ બોમ્બ ફેંકવા આવે તો આપણે સાબદા થઈ જવું. આ આજ્ઞા મળી છે, એ તો બહુ જ મોટી વસ્તુ છે ! આ આજ્ઞા પાછળ દાદાની ખૂબ શક્તિ વપરાય છે. જો તમારો નિશ્ચય ના છૂટે તો દાદાની શક્તિ તમને હેલ્પ કરે ને તમારો નિશ્ચય છુટી જાય તો દાદાની શક્તિ ખસી જાય. બ્રહ્મચર્ય તો બહુ મોટો ખજાનો છે ! લોક તો લૂંટી જાય. નાના છોકરાંને બોર આપીને કલ્લઈ કાઢી લે, તેના જેવું છે. બોરની લાલચમાં છોકરું ફસાય ને કલ્લઈ આપી દે, એમ જગત લાલચમાં ફસાયું છે.
બ્રહ્મચર્યવ્રત લીધા પછી આનંદ બહુ વધી ગયો છે ને? આ અવ્રતને
લઈને જ આ બધી ભાંજગડ ઊભી થઈ છે, એનાથી આત્માના સાચા સ્વાદની સમજણ પડતી નથી. મહાવ્રતનો આનંદ તો જુદો જ ને ! આનંદ તો પછી બહુ વધે, પુષ્કળ આનંદ થાય !
તફો ખાવો કે ખોટ અટકાવવી ? પ્રશ્નકર્તા : વિષયથી છૂટયો ક્યારે કહેવાય ? દાદાશ્રી : એને પછી વિષયનો એકેય વિચાર ના આવે.
વિષયસંબંધી કોઈ પણ વિચાર નહીં, દ્રષ્ટિ નહીં, એ લાઈન જ નહીં. એ જાણે જાણતો જ ના હોય એવી રીતે હોય, એ બ્રહ્મચર્ય કહેવાય.
પ્રશ્નકર્તા : જેમ બાલ્યાવસ્થા હોય છે એવું !
દાદાશ્રી : નહીં, જેમ કોઈ વસ્તુથી તમે અજાણ્યા હોય, તેનો વિચાર તમને ના આવ્યો હોય, એના જેવું હોય. માંસાહાર કોઈ દહાડો ખાતો ના હોય, એને માંસાહારના વિચાર આવે જ નહીં. એ બાજુ દ્રષ્ટિ જ ના હોય ને એ બાજુ કશું જ ના હોય.
પ્રશ્નકર્તા અમને એ દશા ક્યારે આવશે ?
દાદાશ્રી : ક્યારે આવશે, એ જોવાનું નહીં. આપણે ચાલ ચાલ કરોને, એટલે એની મેળે ગામ આવશે. ચાલવાથી ગામ આવે, બેસી રહેવાથી ગામ ના આવે. રસ્તો જ્ઞાની પુરુષે દેખાડેલો છે અને એ રસ્તો તમે પકડી લીધો છે. હવે ક્યારે આવશે એ કહીએ તો થાક લાગી જાય. માટે ચાલ ચાલ જ કરો ને ! તો એની મેળે આવશે. તમારા જેવી સમાધિ મોટા મોટા સંતોને ના રહે એવું છે. પછી આથી વધારે સુખ શું જોઈએ ?
પ્રશ્નકર્તા : તો ય હજુ બાકી જ છે ને ?
દાદાશ્રી : આપણને જે મળ્યું તે સાચું. ભગવાનનો કાયદો કેવો છે? જે મળ્યું, એને ભોગવતો નથી. અને ના મળ્યું, તેની ભાંજગડ કરે છે, તે મૂર્ખ માણસ છે. આગળ વધવાના પ્રયત્નો તો ચાલુ જ છે, એનો બોજો રાખવાની જરૂર નથી. આપણે ચાલતાં હોઈએ અને પછી કહીએ