________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૬૭ ઉદયમાં આવે. મહીં બ્રહ્મચર્યના ખૂબ વિચાર આવ્યા કરતા હોય, તે પછી વ્રત લે. જેને બ્રહ્મચર્ય વર્તે, તેના તો દર્શનની વાત જ જુદી ને ? કો'કને ઉદય આવે, તેના માટે જ બ્રહ્મચર્ય વ્રત છે. ઉદયમાં આવે નહીં તો ઉલટો વાંધો પડી જાય, લોચો પડી જાય. બ્રહ્મચર્ય વ્રત વરસ દહાડાનું લઈ શકાય કે છ મહિનાનું પણ લઈ શકાય. આપણને બ્રહ્મચર્યના ખૂબ જ વિચાર આવ્યા કરતા હોય, એ વિચારને આપણે દબાય બાય કરીએ તો ય વિચાર આવ્યા કરતા હોય તો જ બ્રહ્મચર્ય વ્રત માંગવું, નહીં તો આ બ્રહ્મચર્ય વ્રત માંગવા જેવું નથી. અહીં બ્રહ્મચર્ય વ્રત લીધા પછી વ્રત તોડવું એ મહાન ગુનો છે. તમને કંઈ કોઈએ બાંધ્યા નથી કે તમે વ્રત લો જ ! મહીં જો વ્રત લેવા માટે ઇચ્છાઓ બહુ કૂદાકૂદ કરતી હોય તો જ વ્રત લેવું. કો'ક દહાડો વ્રત ભંગ થાય તો જ્ઞાની તેની દવા હઉ બતાવે. વિષયનો ક્યારેય વિચાર ના આવે તે બ્રહ્મચર્ય મહાવ્રત. જો વિષય યાદ આવે તો વ્રત તૂટ્યું.
અમે બ્રહ્મચર્ય માટે તમને આજ્ઞા આપીએ, તેમાં તમારી ભૂલચૂક થાય તો તેની જોખમદારી બહુ ભયંકર છે. તમે જો ભૂલચૂક ના ખાવ તો પછી બધું અમારી જોખમદારી પર ! તમે જે જે મારી આજ્ઞાપૂર્વક કરો તો તેમાં તમારી જોખમદારી નહીં અને મારી પણ જોખમદારી નહીં ! તમે આજ્ઞાપૂર્વક કરો એટલે તમારે અહંકાર ઊભો ના થાય. એટલે તમારી જોખમદારી નહીં અને તો પછી આજ્ઞા કરનારની જોખમદારી ખરી ને ?! પણ આજ્ઞા કરનાર સ્યાદ્વાદ હોય તો, એમને શી રીતે જોખમદારી આવે ? એટલે પોતે જોખમ લે નહીં, એવી આજ્ઞા કરે ! વ્રત એ કંઈ બજારું ચીજ છે ? વ્રત વગર માણસને બ્રહ્મચર્ય રહી શકે, પણ તે સહજ ભાવે હોય તો, નહીં તો મન કાચું પડી જાય. આ જ્ઞાન મળ્યા પછી સત્તા પોતાના હાથમાં આવી ગઈ, પરસત્તામાં હોવા છતાં સ્વસત્તામાં છે. જેનું મન બંધાયેલું નથી, તેનું મન પરસત્તામાં કામ કર્યા કરે. બંધાયેલા મન માટે તો દાદાનું વચનબળ કામ કરે, પેલા એવિડન્સ તોડી નાખે. જ્ઞાની પુરુષનું વચનબળ સંસારને ભજવાનું તોડી નાંખે.
અહીં તો માંગો એ શક્તિ મળે એમ છે ! અહીં યાદ ના આવે તો ઘરે જઈને માંગો, દાદાને યાદ કરીને માંગો તો પણ મળે એમ છે. દાદાને કહીએ કે મારામાં શક્તિ હોત તો તમારી પાસે માંગત જ શું
૨૬૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય કરવા ? તમે શક્તિ આપો. દાદા ભગવાન તો માંગે એ શક્તિ આપે એમ છે ! આ તો બધું ટૂંકમાં કહેવાનું હોય. આને માટે કોઈ વિવેચન કરવાનું ના હોય. માર્ગ ઓપન થયો છે, તો કેમ ના માગવું ?
આજીવન બ્રહ્મચર્ય, મંડાવે ક્ષપક શ્રેણીઓ ! પ્રશ્નકર્તા : દાદાજી, આપ મને વિધિ કરી આપો. મારે આખી જિંદગીનું બ્રહ્મચર્ય વ્રત લેવું છે.
દાદાશ્રી : તને અપાય તેવું છે અને તું પાળી શકે એવું સ્ટ્રોંગાણું તારામાં છે, છતાં અમે વિધિ કરી આપીએ ત્યાં સુધી આ ભાવના કરજે. દાદા તો ગણતરીવાળા છે, અનંત ગણતરીવાળા છે, એટલે હમણાં તું ભાવના કરજે પછી આપીશું. આ કાળમાં તો બ્રહ્મચર્ય આખી જિંદગીનું અપાય એવું નથી. આપવું એ જ જોખમ છે. વર્ષ દહાડાનું અપાય. બાકી આખી જિંદગીની આજ્ઞા લીધી અને જો એ પડે ને, તો પોતે તો પડે પણ આપણને પણ નિમિત્ત બનાવે. પછી આપણે મહાવિદેહ ક્ષેત્રમાં વીતરાગ ભગવાન પાસે બેઠા હોય તો ત્યાં ય આવે ને આપણને ઉઠાડે ને કહેશે, શું કામ આજ્ઞા આપી હતી ? તમને કોણે ડાહ્યા થવાનું કહ્યું હતું?” તે વીતરાગની પાસે ય આપણને જંપવા ના દે ! એટલે પોતે તો પડે પણ બીજાને ય ખેંચી જાય. માટે ભાવના કરજે અને અમે તને ભાવના કરવાની શક્તિ આપીએ છીએ. પદ્ધતિસરની ભાવના કરજે, ઉતાવળ ના કરીશ. ઉતાવળ એટલી કચાશ. અમે તો કોઈને ય એમ ના કહીએ કે બ્રહ્મચર્ય પાળજે, આ આજ્ઞા પાળજે. એમ કહેવાય જ કેમ ? આ “બ્રહ્મચર્ય એ શું વસ્તુ છે ?” એ તો અમે જ જાણીએ છીએ ! તારી તૈયારી જો હોય તો વચનબળ અમારું છે, નહીં તો પછી જ્યાં છે ત્યાં જ પડી રહે ને ! જો આ બ્રહ્મચર્ય વ્રત લઈશ ને સંપૂર્ણ કરેક્ટ પાળીશ, તો વર્લ્ડમાં અજાયબ સ્થાન પ્રાપ્ત કરીશ અને અહીંથી સીધો એકાવતારી થઈને મોક્ષે જઈશ. અમારી આજ્ઞામાં બળ છે, જબરજસ્ત વચનબળ છે. જો તારી કચાશ ના હોય તો વ્રત તૂટે નહીં, એટલું બધું વચનબળ છે.
આનું ફળ પછી શું આવે ? સર્વસંગ પરિત્યાગ ઉદયમાન થાય. એને ત્યાગ કહેવાતો નથી, એ ઉદયમાં આવે છે. ઉદય એટલે વર્તે ! એવો