________________
૨૫૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : એટલે રોગને લઈને અબ્રહ્મચર્ય છે ?
દાદાશ્રી : રોગથી જ અબ્રહ્મચર્ય છે. નીરોગી માણસને અબ્રહ્મચર્યની ભાંજગડ જ ના હોય ! એને એ ગમે ય નહીં. એને આનંદ તો નીરોગીપણાનો હોય જ, એટલે એને વિષય ગમે જ નહીં. અને આ શરીરનું તો અત્યારે એવું રોગી થઈ ગયું છે એટલે આ કાળમાં નીરોગી, હોય નહીં ને ! નીરોગી તો એક તીર્થંકરો હોય !
પ્રશ્નકર્તા : તો અમારે નીરોગી થવા માટે, બ્રહ્મચર્ય પાળવા માટે આ શરીરનું પણ ધ્યાન રાખવું પડે ને ?
દાદાશ્રી : શરીરનું ધ્યાન તો એવી વસ્તુ છે કે હવે તમારે આ નિકાલી બાબત છે. એવું ધ્યાન તો ક્યારે આપવાનું હોય કે કર્તા સાથે હોય તો. આપણે ભાવ રાખવો કે બોડી નિરોગી હોવી જોઈએ, એવો પક્ષપાત રહેવો જોઈએ અને પછી શરીરને જરા સાચવો.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૪૯ તમને ‘ચક્કરછાપ છે' એવું કહેશે. તમે મૂરખ ના દેખાવ એટલે મેં પહેલેથી જ બધું કાઢી નાખેલું છે. એવી તો બધી બહુ વાતો છે. અહીં સ્ત્રીનો ફોટો ય ના લટકાવાય. પછી ગાયને ય ના જોવાય, ગાય સ્ત્રી છે. માટે. હવે આનો પાર ક્યારે આવે ? શાસ્ત્રકારોએ તો બહુ ઝીણું કાંત્યું છે અને આપણે તો શેતરંજીઓ બનાવવી છે માટે હવે જાડું જાડું કાંતો ને ! તો પણ આપણને કેવો આનંદ આનંદ રહે છે ! ત્યાં તો કોઈ દહાડો આનંદ જ નહીં અને આવું ઝીણું કાંતેલામાં બિચારાં ગૂંચાયા કરે છે. હા, નહાવા માટેની એ લોકોની વાત હું એક્સેપ્ટ કરું છું. નહાવાનું નહીં, ખાવાનું, દાતણ નહીં કરવાનું, એ બધું એક્સેપ્ટ કરું છું. નહાવું જોઈએ નહીં. કારણ કે નહાવાથી શરીરમાં બધી જ ઇન્દ્રિયો સતેજ થાય છે. જીભે ઉલ ઉતારી કે આ બધાં ભજિયાં-જલેબી ફાવશે ને ના ઉતારી હોય તો સ્વાદમાં રામ તારી માયા ! સ્વાદ ઓછો માલમ પડે.
પ્રશ્નકર્તા : આ સાધુઓ ભીનાં કપડાંથી શરીર લૂછી કાઢે છે. દાદાશ્રી : એ તો કરવું જ પડે ને ! પ્રશ્નકર્તા : એનાથી ઇન્દ્રિયો સતેજ ના થાય ? દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : ગરમ કે ઠંડું પાણી હોય, એનાથી ફેર પડે ?
દાદાશ્રી : એમાં કશો ય લાંબો ફેર નહીં. ગરમ પાણી અંદર ઠંડક કરે છે ને ઠંડું પાણી અંદર ગરમી કરે છે. એનો સ્વભાવ અંદર ફેરફાર કરવાનો, બાકી બધું એકનું એક જ છે.
તિરોગીથી વિષય ભાગે ! તમે બહાર પરિણામ ખોળો છો, પણ હંમેશાં જે નિરોગી હોય તેને જલ્દી પરિણામ બહાર પડે. આ બધું પ્રમાણ હોય છે ! નિરોગી શરીર હોય તો બ્રહ્મચર્ય સારું રહે. અબ્રહ્મચર્ય શરીરના રોગને લઈને થાય છે. જેટલો રોગ ઓછો એટલો વિષય ઓછો. પાતળા માણસને વિષય બહુ હોય છે ને જાડા માણસને વિષય ઓછો હોય.
પ્રશ્નકર્તા : કોઈ માણસ તંદુરસ્ત છે, તો એ તંદુરસ્તી શેના આધારે બેઝ થયેલી છે ? શારીરિક શક્તિનો આધાર વીર્ય શક્તિ છે ને !
દાદાશ્રી : આ સ્ત્રીઓમાં વીર્ય ના હોય, તો ય શારીરિક શક્તિ બહુ હોય છે.
પ્રશ્નકર્તા તો તંદુરસ્તીનું જે ધોરણ છે, એ શેના આધારે કહેવાય છે ?
દાદાશ્રી : એ રોગમુક્તના આધારે છે. રોગ ના હોય એટલે શક્તિ વધારે. રોગને લઈને શક્તિ ઓછી થઈ જાય.
વીર્ય શક્તિ જુદી વસ્તુ છે. વીર્ય તો દરેકની અંદર હોય જ, રોગી હોય કે નિરોગી હોય, બેઉનામાં, બધામાં હોય. પાતળા માણસમાં વીર્ય શક્તિ વધારે હોય ને જાડામાં ઓછી હોય. પાતળામાં વધારે હોય. પાતળો કામી વધારે હોય, જાડો કામી ઓછો હોય. કારણ કે આનું ખાધેલું બધું માંસ થઈ જાય છે અને આનું ખાધેલું બધું વીર્ય થઈ જાય.
પ્રશ્નકર્તા : માંસ કરતાં પણ ચરબીનો ભાગ વધારે હોય છે, જે