________________
૨૫૧
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય માણસ જાડો હોય છે તેને !
દાદાશ્રી : હા, એનું ખાધેલું બધું ચરબી-માંસ બધું થઈ જાય. આનું ખાધેલું બધા હાડકાં જ થઈ જાય. જાડા થયેલાને કેટલું લોહી જોઈએ ? પેલાને તો લોહી જ જોઈએ નહીં ને પાતળાને, બધાં કારખાના ચાલુ હોય એટલે પછી વધ્યું-ઘટ્યું વીર્ય બની જાય. થોડું સમજાય છે ? જાડા માણસમાં વિષય બહુ ઓછો હોય. એમાં સ્ટ્રેન્થ ય (શક્તિમાં) ઓછી હોય.
પ્રશ્નકર્તા : એક વાર એવું સાંભળેલું કે પુદ્ગલનો ફોર્સ વધી જાય, પુદ્ગલની શક્તિ વધે તો વિષયોમાં ખેંચાઈ જાય, એ ખરું ?
દાદાશ્રી : શરીરનું ઠેકાણું ના હોય ને ખોરાક ઠોકાઠોક લે તો એ બ્રહ્મચર્ય ટકે નહીં, અબ્રાહ્મચર્ય થઈ જાય. જો શરીર મજબૂત હોય, પણ ખોરાક ઓછો હોય એ બ્રહ્મચર્યને સાચવી શકે. બાકી જેને શ્રી વિઝનથી વૈરાગ આવતો હોય, તેને તો કશું અબ્રહ્મચર્ય થાય એવું છે જ નહીં. આ ગટરને એક ફેરો ઊઘાડીને જોઈ લીધી હોય પછી ફરી ઊઘાડે જ નહીં ને ! ઊઘાડવાની ઇચ્છા જ ના થાય ને ? એની તો એ બાજુ દ્રષ્ટિ જ ના જાય. બ્રહ્મચર્ય તો કેવું હોય ? હજાર સ્ત્રીઓ વચ્ચે પણ મન બગડે નહીં, એને વિચાર સરખો ય આવે નહીં. મન બગડે એટલે બધું બગડ્યું. કેમ કે એ ચાર્જ સ્વરૂપ છે. એટલે તરત ચાર્જ થઈ જાય અને ચાર્જ થયું કે ડિસ્ચાર્જ થવાનું જ !
જ્ઞાતીતી ઝીણી ઝીણી વાતો ! પ્રશ્નકર્તા : વિષય સિવાયના બીજા વિચારો આવે ને ઘણી વાર સુધી આમ ચાલ્યા કરે, તો શું કરવું ?
દાદાશ્રી : છો ને રહ્યા, એનો વાંધો શો છે ? એને જોયા કરવાના કે શું આવ્યા ને શું નહીં. બસ, જોયા જ કરવાના અને નોંધ પણ નહીં કરવાની. આ પાણી પડ્યા કરે છે એવું એ વિચાર ચાલ્યા કરે. આપણે એને જોયા કરવાનું.
પ્રશ્નકર્તા : ખરાબ વિચાર આવે તો પ્રતિક્રમણ કરતા જવાનું ? દાદાશ્રી : ખરાબ વિચાર હોતો જ નથી. ખરાબ વિચાર ને સારા
૨૫૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય વિચાર, એ તો સંસારના લોકોએ નામ પાડ્યાં છે. જેને આત્મજ્ઞાન છે, એને વિચાર માત્ર શેય છે. વિચારને ખરાબ કહીએ તો મનને પાછી રીસ ચઢે. એટલે આપણે શું કરવા કોઈને ખોટું કહીએ ? એ એનો સ્વભાવ જ છે. સારો વિચાર હોય કે દુર્વિચાર, મન દેખાડ્યા જ કરે. એને આપણે જોયા કરવાનું.
મનમાં વિચાર આવે એ ઉદયભાવ કહેવાય. તે વિચારમાં પોતે તન્મયાકાર થયો તો આશ્રવ થયું કહેવાય. તેથી પછી કર્મો ઝમવા માંડે. પણ જો તેને ભૂંસી નાખે તો પાછું ભૂંસાઈ જાય. જો એનો કાળ પાકે ને અવધિ પૂરી થઈ જાય તો બંધ પડે એટલે અવધિ પૂરી થાય, તે પહેલાં ભૂંસી નાખવું પડે. તો બંધ ના પડે. એટલે આપણે કહ્યું કે, અતિક્રમણ તો થઈ જાય, પણ તરત પાછું પ્રતિક્રમણ કરો. એટલે પછી બંધ ના પડે.
શરીર તો હેરાન ના કરે ને ?
પ્રશ્નકર્તા : ના, આમ તો એવું લાગે છે કે મન જ હેરાન કરે છે, શરીર હેરાન કરે એવું લાગતું નથી. બાકી આ જે ભોગો ભોગવે છે, એનાથી શરીરને એક જાતની તૃપ્તિ મળે છે.
દાદાશ્રી : હા, એ સંતોષ થાય છે. સંતોષ એટલે શું કે કોઈ પણ જાતની ઇચ્છા થઈ. દારૂ પીવાની ઇચ્છા થઈ તો છેવટે દારૂ પીએ ત્યારે એને સંતોષ થાય. પછી ગમે તેવી ગાંડીઘેલી ઇચ્છા હશે તો પણ એને સંતોષ થાય.
પ્રશ્નકર્તા : પણ દાદા, પહેલું તો એ મન પર જ અસર કરે, તો દેહનું જોર વધી જાય ને ?
દાદાશ્રી : ના, આ દેહને અને મનને એટલો બધો સંબંધ નથી. કારણ કે નાનાં બાળકો પણ ખોરાક વધારે ખાય. તે શરીરનું બહુ જોર હોય. એમનું મન આ વિષયની બાબતમાં જાગૃત થયેલું નથી હોતું, તો પણ એમના શરીર પર અસર દેખાય.
પ્રશ્નકર્તા : શી અસર દેખાય ?