________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૪૭ મલીદાવાળો ખોરાક નહીં. આ પુસ્તકમાં ચોખ્ખું લખ્યું છે. એટલા માટે તો મેં આ તમને પુસ્તક વાંચવા આપ્યું છે. કેટલાંક જૈનના સાધુઓ આંબેલ કરતા હોય છે. આંબેલમાં કોઈ પણ એક જ ચીજ ખાય કાયમને માટે. પાણીમાં રોટલી બોળીને ખાય ત્યારે એ સાધુઓ બ્રહ્મચર્ય પાળી શકે છે. શિયાળાને દહાડે ટાઢમાં શરીર કસાય છે, ઉનાળામાં તાપમાં કસાય છે. આપણે તો ટાઢ-બાઢ સહન કરવાની નહીં ને ! રજાઈ લાવીને ઓઢી લીધું. તે ચાલ્યું ! એટલે જ ચેતતા રહેવાનું. આ તો તમારે બ્રહ્મચર્ય પાળવું હોય તો આ બધું ચેતતા રહેવું પડે. વીર્ય ઊર્ધ્વગામી થાય ત્યાર પછી એની મેળે ચાલ્યા કરે. હજુ તો વીર્ય ઊર્ધ્વગામી થયું નથી. હજુ તો એનો અધોગામી સ્વભાવ છે. વીર્ય ઊર્ધ્વગામી થાય, ત્યારે બધું ય ઊંચે ચડે. પછી તો વાણી-બાણી ફક્કડ નીકળે, મહીં દર્શને ય ઊંચી જાતનું ખીલેલું હોય. વીર્ય ઊર્ધ્વગામી થાય પછી વાંધો ના આવે, ત્યાં સુધી તો ખાવા-પીવાનું બહુ નિયમ રાખવા પડે. વીર્ય ઊર્ધ્વગામી થવા માટે તમારે એને મદદ તો કરવી પડે કે એમ ને એમ જ ચાલ્યા કરશે ?
પ્રશ્નકર્તા: મદદ કરવી પડે. ખોરાકમાં શું શું ઉડાડી દેવાનું ? તળેલું, ઘી, તેલ કાઢી નાખવું પડે ને ?
દાદાશ્રી : કશું ઉડાડી દેવાનું નહીં, એનું પ્રમાણ ઓછું કરી નાખવાનું.
પ્રશ્નકર્તા : ભાત એ બ્રહ્મચર્ય માટે છેલ્લામાં છેલ્લો ખોરાક થયો, ખરું ને ?
- દાદાશ્રી : ના, એવું ભાત ઉપર નહીં. એ તો એકલો રોટલો હોય, ગમે તે હોય તો ય ચાલે. બાકી અમુક “ફૂડ' નહીં લેવું જોઈએ. ચીકાશવાળો ને એવો તેવો ખોરાક બધો ના લેવાય તો સારું પડે.
પ્રશ્નકર્તા : બીજો, ગળપણવાળો ખોરાક ?
દાદાશ્રી : ગળપણ પણ નહીં. ખટાશ ચાલે તે પણ પ્રમાણમાં, વધારે ખટાશ ના ખવાય.
૨૪૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : મરચાં ?
દાદાશ્રી : થોડાં થોડાં ખવાય. મરચાં કરતાં મરી ઉત્તમ. બ્રહ્મચર્ય પાળવા માટે સૌથી સારામાં સારી આ સુંઠ. આપણાં આ બ્રહ્મચારીઓને માટે જ ભાંજગડ છે ને ? બાકી બીજા બધાને તો આપણા આ વિજ્ઞાનમાં તો કશી ભાંજગડ જ નથી ને ? આપણા વિજ્ઞાનમાં તો ધીમે રહીને નિકાલ કરી નાખવાનો છે. આ તો બ્રહ્મચર્ય પાળે છે એટલે બધું કહેવું પડે. એટલે બ્રહ્મચર્ય આમ કેટલાંક વરસ જો કદી સચવાઈ ગયું કંટ્રોલપૂર્વક, તો પછી વીર્ય ઊર્ધ્વગામી થાય ને ત્યારે આ શાસ્ત્રો-પુસ્તકો એ બધાં મગજમાં ધારણ કરી શકે. ધારણ કરવું એ કાંઈ સહેલું નથી, નહીં તો વાંચે ને પાછો ભૂલતો જાય.
પ્રશ્નકર્તા : હા, એવું જ થાય છે અત્યારે.
દાદાશ્રી : હવે જો વીર્ય ઊર્ધ્વગામી થયેલું હોય તો જ એ ધારણ કરી શકે, નહીં તો એ ધારણ ના કરી શકે.
પ્રશ્નકર્તા : આ પ્રાણાયામ કરે, યોગ કરે, એ બ્રહ્મચર્ય માટે કંઈ હેલ્પફૂલ થઈ શકે ખરું ?
દાદાશ્રી : તે બ્રહ્મચર્ય માટેના ભાવથી કરે તો હેલ્પીંગ થઈ શકે છે. બ્રહ્મચર્ય માટેનો ભાવ હોવો જોઈએ અને તમારે શરીર સારું કરવા માટે કરવું હોય તો એનાથી શરીર સારું થાય. એટલે ભાવ ઉપર બધો આધાર છે. પણ આવા તેવામાં તમે પડશો નહીં, નહીં તો આપણો આત્મા રહી જશે.
પ્રશ્નકર્તા: સ્ત્રી બેઠી હોય એ બેઠકમાં આવીને બ્રહ્મચારીથી ના બેસાય ?
દાદાશ્રી : આ તો જૂના જમાનાની વાત થઈ. અત્યારે આ કાળમાં એ માફક ના આવે. એ બધું મેં કાઢી નાખેલું છે. કારણ કે બસમાં કોઈ સ્ત્રી ઊઠી તો તમે ના બેસો તો ક્યાં બેસો ? તો ઊભા રહેવાનું ? અને એ સ્ત્રી ઊઠી ગઈ અને તમે, ‘મારાથી ના બેસાય.” એવું કહો તો લોક