________________
૨૨૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૨૧ દાદાશ્રી : એવું ખોટું ના બોલવું. દમ એને જ કહેવાય છે કે આકર્ષણ ન થાય, દમ વગરનાંને જ આકર્ષણ બહુ થાય ઉલ્યું. “મને થતું નથી, મને તો અડે જ નહીં.’ કહીએ. તેથી આપણે કહીએ છીએ ને કે ભઈ, આ આપ્તપુત્રો એક જગ્યાએ પેસી જાય, પછી આવી વાતો સાંભળવાની ના મળે. પોઈઝન ચઢે નહીં.
સમભાવીતું ટોળું !! આ બહારનો પરિચય છે એ અવળો પરિચય છે અને જ્ઞાનીઓનો પરિચય પૂરો થયો નથી. જો પરિચય થયો હોત તો આવું થાત નહીં. એટલા માટે જ્ઞાનીઓ પાસે પડી રહેવાનું. બહારના પરિચયથી તો આ બધો માર ખાધો છે ને ?! બહારના પરિચયથી બધું જ બગડ્યા કરે, બહુ બગડે. જો બ્રહ્મચર્ય પાળવું હોય, તો બહારનો પરિચય રહે અને બ્રહ્મચર્ય પાળી શકીએ, એ બે બને નહીં ! એ તો ટોળું આખું જોઈએ, રહેવાનું સ્થાન જુદું જોઈએ, ત્યાં ભેગા બેસીને વાતચીત કરે, સત્સંગ કરે, ઘડીવાર આનંદ કરે. એમની દુનિયા જ નવી ! આમાં તો બ્રહ્મચારીઓ ભેગા રહેવા જોઈએ. બધા ભેગા ના રહે ને ઘેર રહે તો મુશ્કેલી ! બ્રહ્મચારીઓના સંગ વગર બ્રહ્મચર્ય ના પાળી શકાય. બ્રહ્મચારીઓનું ટોળું હોવું જોઈએ અને તે ય પંદર-વીસ માણસનું જોઈએ. બધા ભેગા રહે તો વાંધો ના આવે. બે-ત્રણનું કામ નહીં. પંદર-વીસની તે હવા જ લાગ્યા કરે. હવાથી જ વાતાવરણ બધું ઊંચું રહે, નહીં તો બ્રહ્મચર્ય રાખવું તે સહેલું નથી.
આપણે કંઈ ઓછી પેઢી કાઢવા આવ્યા છીએ ? કંઈ ગાદી સ્થાપવા આવ્યા છીએ ? આ તો આપણે નિકાલ કરવા માટે આવ્યા છીએ, પણ આ તો વચ્ચે નવી આઈટમ નીકળી ! તે એમે ય ના કહેવાય કે તું બ્રહ્મચર્ય ના પાળીશ અને હા કે ના કહેવાય કે તું પાળજે. કર્મના ઉદય હોય તો પાળી ય શકે અને પાળી શકે એટલે આપણે ના ન કહેવાય. બ્રહ્મચર્ય હોય તો લોકોનું કલ્યાણ કરવામાં પછી નિમિત્ત બની શકે !
બ્રહ્મચર્ય માટે ગયા અવતારમાં કંઈક નિશ્ચય કરેલો હોય, ત્યારે તો આ અવતારમાં નિશ્ચય કરવાનો વિચાર આવે, નહીં તો એ વિચાર જ ના આવે. બાકી દેખાદેખીથી કરેલું કામ જ નહીં, સ્વાભાવિક હોવું જોઈએ.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય સંગ એક જ પ્રકારનો હોવો જોઈએ. બીજો સંગ પેસવો ના જોઈએ. દૂધ તો દૂધ અને દહીં તો દહીં, અને દૂધ અને દહીં સહેજ નજીક મૂક્યા હોય તો ય દૂધ ફાટી જાય. પછી ચા ના થાય.
સંગબળતી સહાયતા, બ્રહ્મચર્ય માટે ! પ્રશ્નકર્તા : સંગનું આટલું બધું મહત્ત્વ કેમ છે ? દાદાશ્રી : સંગ ઉપર તો આધાર રાખે છે.
પ્રશ્નકર્તા : આટલાં બધા ભેગા થાય છે એટલે સંગબળ વધ્યું તો પરિણતી ય ઊંચી જતી રહે, એવું ખરું ?
દાદાશ્રી : હા, એ જેમ સંગબળ વધે તેમ પરિણતી ઊંચી જાય. હમણાં ત્રણ જ સત્સંગી હોય તો ઓછી પરિણતી રહે, પાંચ હોય તો પાંચ જેટલી રહે અને હજાર માણસ હોય તો પછી કશો વિચાર જ ના આવે. બધાની સામસામી ઈફેક્ટ પડે. અત્યારે બ્રહ્મચર્ય રહે છે, તે તમારી પુણ્ય છે ને પુણ્ય ફરે ત્યારે પુરુષાર્થની જરૂર ! આના માટે ટોળામાં રહેવું. ટોળામાં એકમેકના વિચારોની અસરો પડે ! બ્રહ્મચર્ય પાળવું સહેલું નથી, એમાં કુદરતની યારી જોઈએ. આપણી પુર્વે અને પુરુષાર્થ જોઈએ. પછી આનંદ ઉત્પન્ન થશે અને તે ય તમે બધા ભેગા રહો ત્યારે થાય. કારણ કે સામસામી અસરો થાય. પચાસ બ્રહ્મચારીઓની સાથે પાંચ નાલાયક માણસ મૂકીએ તો શું થાય ? દૂધ ફાટી જાય.
દાદા તો તૈયાર જ છે, તમારા બધાનો નિશ્ચય જોઈએ. બધાનું રાગે પડી જશે. અત્યારે ખત્તા ખાવ છો તે ય સારું છે, કારણ કે અનુભવ પહેલાં થઈ ગયો હોય પછી તમે જુઓ જ નહીં, પણ આ બાજુનો અનુભવ ના થયો હોય તો પાછો કાચો પડી જાય. દીક્ષા લીધા પછી કાચી પડે તો વગોવાય ઉલટો, પાછો એને કાઢી મેલે ત્યાંથી !
પ્રશ્નકર્તા : એ તો બહુ મોટી જોખમદારી કહેવાય.
દાદાશ્રી : જોખમદારી જ ને ! ત્યાંથી બધા કાઢી જ મૂકે. પછી ના રહે ઘરનો અને ના રહે ઘાટનો ! એના કરતાં અત્યારે અહીં ભૂલચૂક થઈ