________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૨૩ હશે તે ચલાવી લેવાશે, પણ પછી ત્યાં તો ભૂલ ના જ થવી જોઈએ. તને ખત્તા ખાવાના મળે છે કે નહીં ?
પ્રશ્નકર્તા : એ ય ખત્તા ખાવા જેવા નથી.
દાદાશ્રી : ખાવા જેવા નથી, પણ એ ખવાઈ જાય છે ને ! પણ ત્યાં આગળ જો ખત્તા ખાશો, ત્યાં ‘બ્રહ્મચર્ય આશ્રમમાં રહેવાનું હોય, ત્યાં આગળ કંઈ ભૂલચૂક થાય તો બધા ભેગા થઈને કાઢી જ મૂકે. માટે પહેલેથી ચેતીને ચાલવું, છતાં ખત્તા ખાઈએ, તો નોંધ રાખ્યા કરવી.
ચારિત્રની બૂમ ના હોવી જોઈએ ! ચારિત્રની બૂમ આવી ત્યાં ધર્મ જ નથી. એવું તો આખું જગત કબૂલ કરે. ચારિત્રની ભાંજગડ ના હોય ત્યાં. જો બીજી ભૂલચૂક હશે તો ચલાવી લેવાશે, પણ ચારિત્રની ભાંજગડ તો ન જ ચલાવી લેવાય. ચારિત્ર તો મુખ્ય આધાર છે. ધર્મમાં તો વિષયનો શબ્દ જ ના હોય. ધર્મ હંમેશા વિષયની વિરુદ્ધ જ હોય.
આ બ્રહ્મચર્ય તમે સાચવવાના કે ? પ્રશ્નકર્તા : હા દાદા, સાચવવાના.
દાદાશ્રી : હું બધાંને એ જ કહું છું કે તમારે નિશ્ચય મજબૂત કરવો જોઈએ. આપણું ‘જ્ઞાન’ છે તે પાર ઉતારે એવું છે, બાકી “જ્ઞાન” ના હોય તો પાર જ ના ઉતરે. ‘જ્ઞાન’ના આધારે, ‘જ્ઞાનને લીધે તમને શાંતિ રહે છે, આનંદ રહે છે. તમે જ્ઞાનમાં પેસો એટલે પેલું વિષયનું દુ:ખ તમે ભૂલી જાવ.
આપણું જ્ઞાન એવું સરસ છે કે એ વિષય વગર રહી શકે છે. ક્રમિક માર્ગમાં તો સ્ત્રીને જોવાય નહીં, અડાય નહીં, ખાવાનું ભેગું કરીને ખાવાનું, એવા બહુ જાતના કાયદા હોય. બ્રહ્મચર્ય તો એવું હોય કે આમ મોટું જોઈને જ લોક અંજાઈ જાય, એવો બ્રહ્મચારી પુરુષ તો દેખાય !
[૧૨] તિતિક્ષાતાં તપે કેળવો મત-દેહ !!
ભણો પાઠ તિતિક્ષાતા... તિતિક્ષા એટલે શું ?
ઘાસ કે પરાળમાં સૂઈ જવાનું થાય ત્યારે કાંકરા ખૂંચતા હોય, તે ઘડીએ યાદ આવે કે, બળ્યું, ઘેર કેટલું સરસ મઝાનું હતું.’ તો એ તિતિક્ષા ના કહેવાય. કાંકરા ખૂંચે તે સરસ છે એવું લાગવું જોઈએ. આ તો મેં તમને સૂવા એકલાની જ બાબત કહી, બાકી જ્યારે તેવા સંજોગ બેસે ત્યારે શું કરવું પડે ? એટલે દરેક બાબતમાં આવું હોય. સહન ના થાય એવી સખત ટાઢમાં વગર ઓઢવાને સૂવાનું થયું તો ત્યાં શું કરો ? તમે તો એવી પ્રેક્ટિસ નહીં પાડેલી. મેં તો પહેલાં આવી બહુ પ્રેક્ટિસ કરેલી. પણ હવે તો આ સંજોગ બધા એવા સુંવાળા ભેગા થયા કે મારો ઊલટો તિતિક્ષા ગુણ ઘટી ગયો, નહીં તો મેં તો બધા તિતિક્ષા ગુણ કેળવેલા. આ જૈનોએ બાવીસ પ્રકારના પરિષહ સહન કરવાનું કહ્યું. એટલે આ બધું સમજવાની જરૂર છે. એટલે હવે તમે શરીર માટે તિતિક્ષા ગુણ કેળવો, એટલે આ શરીરને મુશ્કેલીની પ્રેક્ટિસ પડી જાય ! ખોરાકમાં જે મળ્યું તેમાં આશ્ચર્ય ના થાય કે “આવું ? આ તો શી રીતે ભાવે ?” એવું ટાઢ-તડકો બધી