________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨ ૧૯ પ્રશ્નકર્તા : એમ થાય કે ક્યારે છૂટે આ.
દાદાશ્રી : કાં તો એકલા બેસી રહેવું, કાં તો અહીં આવીને સત્સંગમાં પડી રહેવું, ગમે ત્યારે. કુસંગમાં નથી ઊભું રહેવા જેવું.
પ્રશ્નકર્તા : પણ મને નોકરીનો જરા પણ શોખ નથી.
દાદાશ્રી : શું કરીશું ના જાવ તો? બહારનો કુસંગ અડવો ના જોઈએ, દાદાનું નિદિધ્યાસન નિરંતર રહેવું જોઈએ. આંખ મીંચીને દાદા દેખાય તો કુસંગ અડે જ નહીં ને ! ઓફિસમાં કુસંગ મળી આવે છે, નહીં ?
પ્રશ્નકર્તા : એટલે આપણને ના ગમતું આવે એટલે પછી સંઘર્ષ થાય.
દાદાશ્રી : સંઘર્ષ થઈને પણ નિકાલ થઈ જાય ને ? એ આવે છે ને, ‘હજુ કોઈ બીજા હોય તો આવી જાવ, મારે તો નિકાલ કરી નાખવા છે' કહીએ, ગભરાવાનું નહીં. જ્યાં માનસિક સંઘર્ષ છે, ત્યાં એમાં તે વાર શું લાગે ? દેહનો સંઘર્ષ ના થવો જોઈએ. માનસિક સંઘર્ષનો વાંધો નહીં, એનો નિકાલ થઈ જશે.
ન સંભળાય વિષયી વાણી ! વિષય-વિકારની વાણી ય સાંભળે નહીં, પોતે બોલે પણ નહીં, એ વિષયની વાત સાંભળીએ તો મનમાં શું થાય ?
પ્રશ્નકર્તા : મન બગડે ?
દાદાશ્રી : એટલે એવી વાણી પોતે બોલે ય નહીં, કો'ક બોલતો હોય તો તે સાંભળે ય નહીં. આ વાણી એ મહાભારત નથી કે સાંભળવા જેવી હોય.
પ્રશ્નકર્તા : ઓફીસમાં બેઠા હોય તો, એ ફરજિયાત સાંભળવાની આવે તો ?
દાદાશ્રી : તો આપણને ના ચોંટે એવું કરવું. આપણને ઇન્ટરેસ્ટ
૨૨૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય હોય તો જ સંભળાય, નહીં તો સંભળાય નહીં. આપણો ઇન્ટરેસ્ટ ના હોય તો કાન સાંભળે પણ આપણને સંભળાય નહીં !
પ્રશ્નકર્તા : ઉપયોગની કચાશ હશે એટલે આવું થાય ?
દાદાશ્રી : ઉપયોગમાં તો બધું આખો ય કચાશ છે. જો ઉપયોગ હોય તો પેલું ના હોય અને પેલું હોય તો ઉપયોગ ના હોય !
પ્રશ્નકર્તા : પેલું આપે કીધેલું ને કે છ મહિના સુધી વિચાર આવે કે “પૈણવું છે, પૈણવું છે.” છતાં ય પોતે સ્થિર રહે પોતાનાં નિશ્ચયમાં તો તો પાર નીકળીએ.
- દાદાશ્રી : પેલું ઉડી જાય. નિશ્ચય મજબૂત હોવો જોઈએ. નિશ્ચય ઢીલો ના હોય.
પ્રશ્નકર્તા: પછી સર્વિસમાં આ બધા જે કુસંગો ભેગા થાય છે. એનો નિકાલ કરી નાંખવાનો. એ જે આપે કીધું, તો એમાં શું કરવાનું ? એ નિકાલ કેવી રીતે કરવાનો ?
દાદાશ્રી : આપણી આજ્ઞા પાળીને, પ્રતિક્રમણથી, નિકાલ કરી નાખવાનો. નિકાલ કરવો છે તેને નિકાલ થઈ જાય અને જેને લડવું છે. તે લડે અને નિકાલ કરવો હોય તે નિકાલ કરી નાખે. તારી ઈચ્છા તો નિકાલ કરવાની ને ? ગમે તેવું હોય તો ય ?
પ્રશ્નકર્તા ઃ ઓફિસમાં જોડવાળા મને પૂછે, છોકરી જુએ તો તને કંઈ અસર થાય કે નહીં ?
દાદાશ્રી : પછી ?
પ્રશ્નકર્તા : પછી હું કહું છું કે છોકરી જોઉં તો આકર્ષણ થાય છે. પણ લગ્ન નથી કરવાનો એવું કહેતો નથી. એ લોકો નહીં તો ટીખળ કરે કે તું છોકરી જુએ અને તને કંઈ અસર ના થાય તો તારામાં કંઈ દમ જ નથી. એવું બધું નક્કી કરે એ લોકો. પછી એવો પ્રચાર કરે એટલે પછી કહું કે મને આકર્ષણ થાય છે.