________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૧૭
તમને બહુ હેરાન ના કરે. પછી તમારા ધાર્યા પ્રમાણે ચાલ્યા કરે, એ તમારા વિચારોને આધીન રહે. તમારી ઇચ્છા ના બગડે, તમને પછી કોઈ નુકસાન ના કરે. પણ પાંત્રીસ વર્ષ સુધી તો બહુ જ જોખમદારી !!
પ્રશ્નકર્તા : પાંત્રીસ વર્ષ સુધી કઈ સેફસાઈડ ?
દાદાશ્રી : એ તો આપણો નિશ્ચય ! દ્રઢ નિશ્ચય અને જોડે પ્રતિક્રમણ !
પ્રશ્નકર્તા : એક વખત દ્રઢ નિશ્ચય થઈ જાય, પછી શું ? દાદાશ્રી : પછી નિશ્ચય ડગે નહીં, એટલે બસ થઈ રહ્યું ! પ્રશ્નકર્તા : અત્યારે અમારો દ્રઢ નિશ્ચય થઈ ગયો કહેવાય ? દાદાશ્રી : હજુ ના ગણાય. હજુ તો બહુ વાર લાગશે. એટલે હમણાં તો તમારે બ્રહ્મચારીઓના સંગમાં જ રહેવું. બાકી નિર્ભયપદ માની લેવા જેવું નહીં.
પ્રશ્નકર્તા : લશ્કર એટલે શું ? પ્રતિક્રમણ ?
દાદાશ્રી : પ્રતિક્રમણ, દ્રઢ નિશ્ચય, એ બધું લશ્કર રાખવું પડે અને ‘જ્ઞાની પુરુષ’નાં દર્શન, એ દર્શનથી છૂટા પડી જાવ તો ય વેષ થઈ પડે. એટલે સેફસાઈડ એ કંઈ સહેલી વસ્તુ નથી.
પ્રશ્નકર્તા : આપે કહેલું કે બ્રહ્મચારીનો સંગ, સંસારીઓથી દૂર અને સત્સંગની પુષ્ટિ, આ ત્રણ ‘કૉઝીઝ’ સેવશો તો બધું થઈ રહેશે.
દાદાશ્રી : એ બધું નિશ્ચયને હેલ્પ કરે છે અને નિશ્ચય બળવાન કરવો, એ આપણા હાથની વાત છે ને !
સત્સંગના ભીડામાં રહેવાથી માણસ બગડે નહીં. કુસંગનો ભીડો આવે તો માણસ ખલાસ થઈ જાય. અરે, સહેજ કુસંગ અડકે તો ય ખલાસ થઈ જાય. દૂધપાક હોય, તેમાં સહેજ મીઠું નાખ્યું તો ?
પ્રશ્નકર્તા : આવો આનંદ તો ક્યાંય જોયેલો જ નહીં. એટલે ક્યાંય
૨૧૮
જવાનું મન ના થાય, અહીં જ ગમે.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
દાદાશ્રી : સિનેમામાં આનંદ મળતો હશે ને ?
પ્રશ્નકર્તા : પણ પાછું બહાર નીકળ્યા એટલે એનાં એ જ.
દાદાશ્રી : હા, હતો તેનો તે જ પાછો. અઢાર રૂપિયા તો વપરાઈ ગયા અને ઊલટી ઉપાધિ થઈ, ત્રણ કલાકનો ટાઈમ ખોયો. મનુષ્ય જન્મમાં ત્રણ કલાક તે બગાડાતાં હશે કે ?
પ્રશ્નકર્તા : ત્રણ કલાક તો જુએ, પણ આગળ-પાછળ બીજી તૈયારી કરે તેમાં ય વખત જાય ને !
દાદાશ્રી : હા, એ ટાઈમ પાછો જુદો. હું લોકોને પૂછું છું કે, ‘ચિંતા થાય છે ત્યારે શું કરો છો ?’ ત્યારે કહે છે કે, ‘સિનેમા જોવા જતો રહું છું.’ અલ્યા, આ સાચો ઉપાય ન હોય. આ તો અગ્નિમાં પેટ્રોલ નાખીને હોલવવા જેવી વાત છે. આ જગત પેટ્રોલની અગ્નિથી બળી જ રહ્યું છે ને ? એવી રીતે જ્યારે આ સૂક્ષ્મ અગ્નિ છે એટલે દેખાતું નથી, સ્થૂળ નથી બળતું.
કળીયુગનો પવન બહુ ખોટો છે. આ તો જ્ઞાનને લઈને બચી જાય છે, નહીં તો કળીયુગના પવનની ઝાપટો એવી વાગે કે માણસને ખલાસ કરી નાખે.
આ તો ઝંઝાવાતમાં ફ્રેકચર થઈ જાય બધું. એટલે જેટલાં અમને મળ્યા એટલા બધા બચી ગયા. આ તો ઝંઝાવાત છે, પ્રવાહ છે, એમાં અથડાઈ-ફૂટાઈને મરવાનું ! રાત-દહાડો બળતરા !! કેમ કરીને જીવાય છે તે જ અજાયબી છે !!!
વિષયી વાતાવરણથી વ્યાપ્યો વ્યાપાર !
પ્રશ્નકર્તા : ઓફિસમાં બધે કુસંગ બહુ છે. ત્યાં બધી આવી વિષયોની ને આવી જ વાત ચાલતી હોય એટલે એ રમણતા એની જ ચાલ્યા કરે. દાદાશ્રી : આ જગત અત્યારે કુસંગ સ્વરૂપ જ છે. એટલે કોઈ જોડે ઊભું રહેવા જેવું નથી કશે.