________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૧૧ પ્રશ્નકર્તા : આપણે ઈચ્છાપૂર્વક કોઈને અડીએ, એને વર્તનમાં આવ્યું કહેવાય ને ?
દાદાશ્રી : ઈચ્છાપૂર્વક અડીએ ? તો તો વર્તનમાં જ આવ્યું કહેવાય ને ! ઈચ્છાપૂર્વક દેવતાને અડી જોજે ને ?!
પ્રશ્નકર્તા : ખ્યાલમાં આવ્યું.
દાદાશ્રી : એ પછી આગળની ઇચ્છા તો, ઇચ્છા થઈ ત્યાંથી તો કાઢી જ નાખવી જોઈએ, મૂળમાં ઉગતાં જ, બીજ ઊગતાં જ આપણે જાણીએ કે આ શેનું બીજ ઉગે છે ? ત્યારે કહે કે વિષયનું. તો તોડીને કાઢી નાખવાનું. નહીં તો એને અડતાં આનંદ થયો એટલે પછી તો ખલાસ થઈ ગયું. એ જીવન જ નહીં ને માણસનું ! હવે કાયદા સમજીને કરજો આ બધું. જેને વર્તનમાં આવ્યું એટલે અમે બંધ કરી દઈએ. કારણ કે નહીં તો આ સંઘ તૂટી જાય. સંઘમાં તો વિષયની દુર્ગંધ આવે જ નહીં. એટલે આવું હોય તો મને કહી દેજે. પૈણું તો ય ઉપાય છે કે પૈણું તો મોક્ષ કંઈ નાસી જવાનો નથી. તને ઉપાય રહે એવું કરી આપીશું.
આપ્તપુત્રો માટેની ક્લમો જેને નિશ્ચય છે ને એ રહી શકે છે ! જ્ઞાની પુરુષનો માથે આધાર છે. જ્ઞાન લીધેલું છે, સુખ તો મહીં તો હોય ને, પછી શાના માટે બધું કૂવામાં પડવાનું ? એટલે જે આ પ્રમાદ કર્યા છે, ત્યાર પછી મને ગમતા જ નથી તમે. હજુ પ્રમાદી અને આમ બધા યુઝલેસ. કશું ઠેકાણું જ નહીં ને ! મારી હાજરીમાં ઊંઘે એટલે પછી શું વાત કરવી ? ક્યારે લખીને આપવાના છો ?
પ્રશ્નકર્તા : તમે કહો ત્યારે. હમણે લખી આપીએ.
દાદાશ્રી : બે કલમો, એક વિષયી વર્તન, વિષયી વર્તન થાય તો અમે જાતે નિવૃત થઈ જઈશું, કોઈને નિવૃત કરવા નહીં પડે. એવું લખવાનું. જાતે જ આ સ્થાન છોડીને અમે ચાલ્યા જઈશું અને બીજું આ પ્રમાદ થશે તો સંઘ જે અમને શિક્ષા કરશે તે ઘડીએ. ત્રણ દા'ડાની ભૂખ્યા
૨૧૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય રહેવાની કે એવી તેવી, જે કંઈ શિક્ષા કરે તે સ્વીકારીશું. અમે ક્યાં વચ્ચે પડીએ ! સંઘ છે ને આ. આ લોકો મારી હાજરીમાં આટલું ઊંધે તે સારું દેખાય ? હા, બપોરે તો ઊંઘતા હતા તે આ પકડાયા બધાં. પહેલાં ય બહુ દા'ડા પકડાયેલા. આ તો બધો કચરો માલ છે. તે તો ભઈ સમો જેમ તેમ મહીં થોડો ઘણો થયો. તારે એવું લખીને આપવાનું. આપ્તપુત્ર એવું લખીને આપે આપણને. બે કલમો, કઈ કઈ કલમો લખીને આપે ?
પ્રશ્નકર્તા : એક તો ક્યારે પણ વિષયસંબંધી દોષ નહીં કરું અને કરું તો યે....
દાદાશ્રી : કરું તો તરત હું મારે ઘેર જતો રહીશ. આ આપ્તપુત્રની જગ્યા છોડીને જતો રહીશ. તમને મોટું દેખાડવા નહીં રહું.
અને બીજું જ્ઞાની પુરુષની હાજરીમાં ઝોકું નહીં ખાઉં. પ્રમાદ નહીં કરું કોઈ જાતનો. આ બે શરતો લખીને બધા તૈયાર થઈ જાવ. એટલે બ્રહ્મચર્ય મહત્વનું છે.
હું એમને કહું છું, પૈણો નિરાંતે. પણ કહે છે નથી પૈણવું. હું ના નથી કહેતો. તમે પણ. પૈણશો તો ય મોક્ષ આમાં જતો નહીં રહે એટલે અમારા માથે આરોપ ના આવે. તમને ના પોષાતી હોય વહુ, તેમાં હું શું કરું તે ! ત્યારે કહે, અમને પોષાતી નથી. એવો ખુલાસો કરે છે ને ! એટલે તારે પોષાય તો પૈણજે અને ના પોષાય તો મને કહેજે.
મહીં માલ ભરેલો હોય, તો પૈણીને પછી એનો હિસાબ પૂરો કરો. એ પૈણ્યા એટલે કાયમ કોઈ ધણી થઈ બેસતો નથી. બધા રસ્તા હોય છે.
મન બગડે તો પ્રતિક્રમણ કરવા પડે, તે શુટ ઑન સાઈટ જોઈએ. મનથી દોષો થાય તે ચલાવી લેવાય. તે અમારી પાસે ઉપાય છે, અમે તે વાપરીને ધોઈ નાખીશું. વાણીથી ને કાયાથી થાય તો ના ચલાવી લેવાય. પવિત્રતા જોઈશે જ ! કલમો તને ગમે છે ?
પ્રશ્નકર્તા : ગમે છે. દાદાશ્રી : તો લખી લાવજે. ના ગમે તો નહીં. કલમો મંજૂર ના હોય