________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૦૯ બ્રહ્મચર્યનું તો એકદમ પરફેક્ટ (ચોક્કસ) કરી લેવું છે. એટલે કમ્પ્લીટ (સંપૂર્ણ) નિર્મૂળ જ કરી નાખવું છે પછી આવતા અવતારની જવાબદારી નહીં.
દાદાશ્રી : બસ, બસ. પ્રશ્નકર્તા : અત્યારે દાદા મળ્યા છે તો પૂરું જ કરી નાખવાનું.
દાદાશ્રી : પૂરું જ કરી નાખવાનું. એ નિશ્ચય ડગે નહીં એટલું રાખવાનું. વિષયનો સંયોગ ના થવો જોઈએ. બીજું બધું તમારે હશે તો લેટ ગો (ચલાવી લઈશું) કરીશું. એની દવા બતાવીશું બધી. બીજી બધી ભૂલો પાંચ-સાત-દસ જાતની થાય, એની બધી જાતની દવાઓ બતાવી દઈશું. એની દવા હોય છે, મારી પાસે બધી જાતની દવાઓ છે. પણ આની દવા નથી. નવ હજાર માઈલ આવ્યો અને ત્યાંથી ના જડ્યું તો પાછો ફર્યો. હવે નવ હજાર પાંચસો માઈલ ઉપર ‘પેલું' હતું એ પાછા ફરવાની મહેનત કરી, તેના કરતાં આગળ હેંડને મૂઆ ! જો ને આને નિશ્ચય થયો નથી, કેવી મુશ્કેલી છે ?
પ્રશ્નકર્તા : નિશ્ચય તો છે પણ ભૂલો થઈ જાય છે.
દાદાશ્રી : ભૂલો બીજી થાય તો ચલાવી લેવાય. વિષય સંયોગ ના થવો જોઈએ. તને પણ અમે ગણતરીમાં લીધો નથી ને જેને ગણતરીમાં લીધો હોય તેની આ વાત છે. તું જયારે તારું આ ટેસ્ટ એક્ઝામિનેશન દેખાડીશ, ત્યારે તને ગણતરીમાં લઈ લઈશું. પછી તને ય ઠપકો આપીશું. અત્યારે તને ઠપકો આપીએ નહીં. મઝા કર. પોતાના હિતને માટે મઝા કરવાની છે ને ? શેના માટે મઝા કરવાની છે ?
પ્રશ્નકર્તા : મઝા કરવામાં પોતાનું હિત તો ના થાય. દાદાશ્રી : ના થાય. ત્યાર પછી મઝા શું કરવા કરે છે ?
દાદાતી ત્યાં મૌત કડકાઈ ! આ વિષય બાબતમાં સંયોગ થાય તો અમારી કડવી નજર ફરી
૨૧૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય જાય, અમને તરત બધી ખબર પડી જાય. એ ‘દાદાની નજર કડવી રહે છે, તે ય વિષય એકલામાં જ, બીજી બાબતમાં નહીં. બીજી બાબતમાં કડવી નજર નહીં રાખવાની. બીજી ભૂલો થાય પણ ‘આ’ તો ન જ હોવી જોઈએ. અને થઈ તો અમને કહી દેવી રિપેર કરી આપીએ, છોડાવી આપીએ.
પ્રશ્નકર્તા ઃ અહીં તો છૂટવા માટે તો દાદા પાસે આવવાનું છે બધી રીતે.
દાદાશ્રી : એનો વાંધો નહીં. એટલા માટે તો આ આપ્તપુત્રોને મેં બધું લેખિત લીધું કે મારે કાઢી ના મેલવા પડે, તમારી મેળે જ જતું રહેવાનું.
પેલો વિષય એ “સંયોગ'રૂપે થતો હોય ને, તેને અમારી કડવી નજર થાય ને એટલે એ છૂટી જાય, એની મેળે જ. તાપ જ છોડાવી નાખે. અમારે વઢવું ના પડે. એવી કડવી નજર પડે, પેલાને તાપથી રાતે ઊંઘ ના આવે. એ સૌમ્યતાનો તાપ કહેવાય. પ્રતાપનો તાપ તો જગતના લોકો પાસે છે. પ્રતાપ તો મોંઢા પર તેજ હોય બધું, આમ બ્રહ્મચર્ય સારું, બળવાન હોય શરીર, વાણી એવી પ્રતાપશીલ, વર્તન એવું પ્રતાપશીલ. એ પ્રતાપ તો હોય સંસારમાં, સૌમ્યતાનો તાપ ના હોય કોઈની પાસે. હવે આ બે ભેગું થાય ત્યારે કામ થાય. સૂર્ય-ચંદ્રના બંને ગુણો. એકલા પ્રતાપી પુરુષો ખરા. પણ થોડા, બહુ આવા દુષમ કાળમાં તો હોય જ નહીં ને !
પ્રશ્નકર્તા : અને આપણું આ જ્ઞાન જ એવું છે ને કે મહીંથી જ આમ ગોદા મારીને ચેતવ્યા કરે.
દાદાશ્રી : હા, એ ગોદા મારે.
પ્રશ્નકર્તા : એટલે સહેજ કંઈ આઘુંપાછું થયું હોય ને, તો મહીં પેલી બૂમાબૂમ મચી જાય કે આ ચૂક્યા, પાછા ફરો અહીંથી. એટલે મહીં સેફમાં જ આખું ખેંચી લાવે આપણને.
દાદાશ્રી : હારવાની જગ્યા થાય તો મને કહી દેવું. એક અવતાર અપવિત્ર નહીં થાય તો મોક્ષ થઈ ગયો, લીલી ઝંડી અને લગ્ન કરો તો ય વાંધો નહીં, તો ય મોક્ષને વાંધો નહીં આવે.